Bhavnagar: સર્વિસમાં મુકેલી કાર લેવા ગયેલા પોલીસકર્મીના પુત્રને રહેંસી નાંખ્યો, હત્યારા ફરાર

Bhavnagar: ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી કથળી ગઈ છે ગુનેગારો જાહેરમાં હત્યા જેવી ઘટનાઓને અંજામ આપતા પણ ખચકાતા નથી. ત્યારે આજે રાજ્યમાંથી વધુ એક હત્યાની ઘટના સામે આવી છે આ હત્યા કોઈ સામાન્ય વ્યક્તિની નહીં પરંતુ મહિલા પોલીસકર્મીના પુત્રની થઈ છે. જેના કારણે સવાલો થઈ રહ્યા છે કે, જો પોલીસ કર્મીઓ અને તેમનો પરિવાર જ સુરક્ષિત નથી તો સામાન્ય માણસનું શું ?

મહિલા પોલીસકર્મીના પુત્રની સરાજાહેર હત્યા

મળતી માહિતી મુજબ ભાવનગરમાં ધોળાદિવસે મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. પંચવટી ચોકથી ઘોઘા જકાત તરફના રસ્તા પર બે અજાણ્યા શખસોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પોલીસપુત્રની કરપીણ હત્યા કરી નાખી હતી જે બાદ તેઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા.

માતાના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન 

જાણકારી મુજબ શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા રેખાબેન આહીરનો પુત્ર કેવલ દિલીપભાઈ આહીરની હત્યા કરી દેવામાં આવી છે. કેવલ તેના મિત્ર સાથે પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો. આ દરમિયાન બે શખસોએ કેવલને છરીથી રહેંશી નાખ્યો હતો. આ ઘટનાને અંજામ આપી તે શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ પુત્રની હત્યાના સમાચાર મળતા જ એએસઆઈ રેખાબેન આહીર પણ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને માતાના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

જૂની અદાવતને કારણે હત્યા કરાઈ

આ મામલે પોલીસે મૃતકની લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આ મામલે તપાસ હાથ ધરી છે. આ રૂટ પરના તમામ સીસીટીવી કેમેરાની તપાસ કરવામા આવી રહી છે. ત્યારે પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ જૂની અદાવત કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે.

જો પોલીસકર્મીનો પરિવાર જ સુરક્ષિત નથી તો સામાન્ય જનતાનું શું ?

આ ઘટના સામે આવતા સવાલ તે થઈ રહ્યો છે કે, જો પોલીસકર્મીનો પરિવાર જ સુરક્ષિત નથી તો સામાન્ય જનતાનું શું ?  કેમ કોઈને કાયદાનો ડર નથી રહયો ?  સરાજાહેરમાં પોલીસકર્મીના પુત્રને રહેંશી નાખવામા આવે છે આ ગુંડાતત્વોની હિંમત કેમ આટલી વધી ગઈ ?

આ પણ વાંચો:

Bhavnagar: અકસ્માતમાં ભાજપ નેતાનું મૃત્યું, અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ નોંધાયો ગુનો

Gujarat Rain Forecast: ગુજરાતમાં બે દિવસ વરસાદની આગાહી, આજે કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા ?

રાજસ્થાનમાં યલો એલર્ટ, હજુ 5 જિલ્લામાં આંધી સાથે વરસાદ પડશે | Rajasthan | Weather

Patan: ‘દ્રશ્યમ’ ફિલ્મ જોઈ ભાગી જવા હત્યાનો પ્લાન બનાવ્યો, પ્રેમીઓની ચાલાકી પોલીસે ઉંધી પાડી

Operation Sindoor: શું હવે ભારતની મહિલાઓ મોદીએ મોકલેલું સિંદૂર લગાવશે?

Dahod Mgnrega Scam: મંત્રી બચુ ખાબડ બંન્ને પુત્રોના જામીન મંજૂર, 71 કરોડના કૌભાંડમાં થઈ હતી ધરપકડ

Mock drill: આવતીકાલે ગુજરાતમાં ફરી મોકડ્રીલ, હવે મોદી શું મોટું કરવાની તૈયારીમાં?

Ahmedabad: આજે ફરી ચંડોળામાં ધાર્મિક સ્થળો પર બુલડોઝર કાર્યવાહી, મંદિરો-મસ્જિદો ધ્વસ્ત

પાટણના Satalpur માં દલિત આધેડનું રહસ્યમય મોત, સળગેલી હાલતમાં મળ્યો મૃતહેદ

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

  • June 20, 2026
  • 3 views
Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

  • June 20, 2026
  • 6 views
Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

  • June 20, 2026
  • 8 views
Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

  • June 20, 2026
  • 7 views
Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

  • June 19, 2026
  • 9 views
US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

  • June 19, 2026
  • 7 views
India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા