
Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સલાહકાર સ્ટીવ બેનને ગુરુવારે દાવો કર્યો હતો કે ટ્રમ્પના કેટલાક મુખ્ય સહાયકો તેમના ત્રીજા કાર્યકાળ અંગે ગંભીર છે અને તેના માટે યોજના બનાવવામાં આવી રહી છે.
ટ્રમ્પના પહેલા કાર્યકાળના વ્યૂહરચનાકાર અને મેક અમેરિકા ગ્રેટ અગેન (MAGA) ચળવળના સમર્થક સ્ટીવ બેનન છે. તેમણે ધ ઇકોનોમિસ્ટ સાથેની એક મુલાકાત કહ્યું “ટ્રમ્પ ત્રીજા કાર્યકાળ માટે ચૂંટણી લડશે. લોકોએ તે સ્વીકારવું જોઈએ”
Steve Bannon: Trump is gonna get a third term and people ought to just get accommodated with that. At the appropriate time we’ll lay out what the plan is, but there’s a plan and President Trump will be the president in ‘28pic.twitter.com/1xfic2c92a
— Republicans against Trump (@RpsAgainstTrump) October 23, 2025
જ્યારે યુએસ બંધારણના 22મા સુધારા વિશે પૂછવામાં આવ્યું, જે મહત્તમ બે ટર્મ માટે પરવાનગી આપે છે, ત્યારે બેનને કહ્યું કે ઘણા “વિકલ્પો” છે. તેમણે વિસ્તૃત માહિતી આપી ન હતી, પરંતુ કહ્યું કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે યોજના જાહેર કરવામાં આવશે.
ટ્રમ્પ તરફથી બેનનનું સમર્થન
બેનને કહ્યું કે અમેરિકાને ટ્રમ્પની જરૂર છે અને 2016 અને 2024માં તેમના જીતવાની શક્યતા ઓછી હતી, પરંતુ 2028માં તેમની પાસે વધુ સારી તક હશે. “આપણે જે શરૂ કર્યું હતું તે પૂર્ણ કરવું પડશે,”
ટ્રમ્પને “દૈવી યોજનાનું વાહન” ગણાવતા બેનને કહ્યું કે ટ્રમ્પ સંપૂર્ણપણે ન્યાયી કે નિર્દોષ ન હોઈ શકે, પરંતુ તેમને એક ચોક્કસ હેતુ માટે પસંદ કરવામાં આવ્યા હતા.
ટ્રમ્પે પણ સંકેત આપ્યો
આ વર્ષના માર્ચમાં ટ્રમ્પે ત્રીજા કાર્યકાળની શક્યતાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે લોકો તેની માંગ કરી રહ્યા છે અને તે ઘણા વિકલ્પો છે જે તે શક્ય બનાવી શકે છે. જોકે, તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે તેમણે તે દિશામાં કોઈ કાનૂની પગલાં લીધા નથી.
યુનાઇટેડ સ્ટેટ્સના 22મા સુધારામાં સ્પષ્ટપણે જણાવાયું છે કે કોઈ પણ વ્યક્તિ બે વારથી વધુ વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ શકશે નહીં. એકમાત્ર અપવાદ એ છે કે જો ઉપરાષ્ટ્રપતિ બે વર્ષથી ઓછા સમય માટે રાષ્ટ્રપતિ તરીકે સેવા આપે અને પછી બે પૂર્ણ કાર્યકાળ પૂર્ણ કરે – આ કિસ્સામાં મહત્તમ કાર્યકાળ 10 વર્ષ છે.
ત્રીજો કાર્યકાળ ફક્ત ત્યારે જ શક્ય છે જો 22મો સુધારો લાગુ કરવામાં આવે, જેના માટે ગૃહ અને સેનેટમાં બે તૃતીયાંશ બહુમતી અને રાજ્ય વિધાનસભાના ત્રણ ચતુર્થાંશ સભ્યોની મંજૂરીની જરૂર પડશે.
આ પણ વાંચો:
Khambhat Sea: ખંભાતનો દરિયો 5 કિલોમીટર અંદર આવી ગયો, ખંભાત સહિંત 70 ગામને ખતરો
‘લોકશાહી 80 રૂપિયામાં વેચાઈ’, SIT એ કર્ણાટકમાં મત ચોરી કૌભાંડનો કર્યો ખૂલાસો, 6,000 મતદારો ગુમ
Vadodara: નશામાં ધૂત કારચાલકે 4 વાહનોને અડફેટે લીધા, સૂતા બાળકનું મોત, લોકો ચાલકને ધોઈ નાખ્યો









