ભલે PM મોદી ટ્રમ્પ વિરૂદ્ધ ન બોલ્યા પરંતુ બાબા રામદેવે હિંમત કરી નાંખી

  • India
  • March 11, 2025
  • 0 Comments
  • ભલે PM મોદી ટ્રમ્પ વિરૂદ્ધ ન બોલ્યા પરંતુ બાબા રામદેવે હિંમત કરી નાંખી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લગાવેલા ટેરિફને લઈને ચારેતરફ ચર્ચા થઈ રહી છે. તો બીજી તરફ ટેરિફ ઘટાડવાને લઈને ભારત સરકારની સંમતિ પણ ચર્ચાનો વિષય બની ગયો છે. આ પહેલા અમેરિકા દ્વારા ભારતીયોને હાથકડી પહેરાવીને ડિપોર્ટ કરવાના મુદ્દે મોદી સરકારના ઈજ્જતના કાંકરા થયા હતા.

તે પછી ડોનાલ્ડ ટ્રમ્પે મોદી સરકારને ધમકાવીને પોતાના દેશ પર લગાવેલા ટેરિફ ઓછા કરાવ્યા છે તો તેના દ્વારા ભારત ઉપર વધારે ટેરિફ લગાવવાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. આ બાબતે ન તો વિદેશ મંત્રાલય કોઈ નિવેદન આપી રહ્યુ છે ન અત્યાર સુધી પીએમ મોદીએ એક શબ્દનો ઉચ્ચારણ કર્યો છે.

જોકે, આ બધા વચ્ચે દેશના યોગગુરૂ અને પીએમ મોદીના નજીકના ગણાતા બાબા રામદેવે અમેરિકન રાષ્ટ્રપતિને લઈને ટિપ્પણી કરી છે. તેમને ટ્રમ્પના નિર્ણયને આર્થિક આતંકવાદ ગણાવતા ગંભીર આરોપો લગાવ્યા છે. તે ઉપરાંત અમેરિકામાં મંદિરો થયેલી તોડફોડ બાબતે કહ્યું કે, અમેરિકામાં મંદિરો ઉપર થઈ રહેલા ધાર્મિક હુમલાઓ ખુબ જ શરમજનક છે. તે બીજી વસ્તુ છે કે, ભારતમાં લઘુમતી લોકો ઉપર થતાં હુમલાઓ કે તોડી પાડવામાં આવતી મસ્જિદો વિશે ક્યારેય બાબાજીએ શરમ ભરી નથી.

બાબા રામદેવે અમેરિકાને લઈને આપેલા નિવેદન પછી તેમનો એક જૂનું નિવેદન પણ વાયરલ થઈ રહ્યો છે. તે વખતે પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બધુ સારૂં ચાલી રહ્યું હતું. તે સમય એવો હતો કે, પીએમ મોદી પોતે એક વખત ટ્રમ્પ સરકારની તરફેણમાં નારા લગાવી રહ્યા હતા.

તેથી બાબારામદેવ પોતાના મિત્ર મોદીની વાતને દોહરાવી રહ્યા હતા અને ડોનાલ્ડ ટ્રમ્પના ગુણગાણ ગાઈ રહ્યા હતા. પરંતુ હવે અચાનક સ્થિતિ બદલાઈ ગઈ છે. ટ્રમ્પ પીએમ મોદીને ડરાવી-ધમકાવીને પોતાની વાતો મનાવી રહ્યા હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. આ વચ્ચે બાબા રામદેવ પણ લાલચોળ થઈ ગયા છે. આ ગુસ્સામાં તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ સહિત પૂતિન-શી જિંનપિંગ અને કિંગજોંગ વિશે ટિપ્પણી કરી દીધી હતી.

  • Related Posts

    UP: મહિલા કોન્સ્ટેબલે પ્રેમીને ઘરે બોલાવ્યો, પતિ આવી જતાં થયા આવા હાલ?
    • September 1, 2025

    UP: ઉત્તર પ્રદેશના કુશીનગરથી પોલીસની છબીને કલંકિત કરતાં સમાચાર સામે આવ્યા છે.. અહીં એક પરિણીત મહિલા કોન્સ્ટેબલ તેના પ્રેમી સાથે રૂમમાં હતી, ત્યારે તેનો પતિ ત્યાં પહોંચી ગયો. જે બાદ…

    Continue reading
    મોદી દેશને મોંઢુ નહીં બતાવી શકે, હાઇડ્રોજન બોમ્બ આવવાનો છે: Rahul Gandhi
    • September 1, 2025

    Rahul Gandhi: બિહારના પટનામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું, “ભાજપના લોકો કાળા ઝંડા બતાવે છે, ભાજપના લોકો ધ્યાનથી સાંભળો, હાઇડ્રોજન બોમ્બ એટમ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    રશિયન તેલથી બ્રાહ્મણોને ફાયદો… શું અમેરિકા ભારતમાં સાંપ્રદાયિક હિંસા ભડકાવવા માંગે છે? | Peter Navarro

    • September 1, 2025
    • 6 views
    રશિયન તેલથી બ્રાહ્મણોને ફાયદો… શું અમેરિકા ભારતમાં સાંપ્રદાયિક હિંસા ભડકાવવા માંગે છે? | Peter Navarro

    Junagadh: રેશ્મા પટેલે કહ્યું-“ભાજપ 30 વર્ષના શાસનમાં પ્રાથમિક સુવિધાઓ નથી આપી શકી અને અંધભક્તો કહે છે વિકાસ થયો”

    • September 1, 2025
    • 7 views
    Junagadh: રેશ્મા પટેલે કહ્યું-“ભાજપ 30 વર્ષના શાસનમાં પ્રાથમિક સુવિધાઓ નથી આપી શકી અને અંધભક્તો કહે છે વિકાસ થયો”

    UP: મહિલા કોન્સ્ટેબલે પ્રેમીને ઘરે બોલાવ્યો, પતિ આવી જતાં થયા આવા હાલ?

    • September 1, 2025
    • 17 views
    UP: મહિલા કોન્સ્ટેબલે પ્રેમીને ઘરે બોલાવ્યો, પતિ આવી જતાં થયા આવા હાલ?

    મોદી દેશને મોંઢુ નહીં બતાવી શકે, હાઇડ્રોજન બોમ્બ આવવાનો છે: Rahul Gandhi

    • September 1, 2025
    • 8 views
    મોદી દેશને મોંઢુ નહીં બતાવી શકે, હાઇડ્રોજન બોમ્બ આવવાનો છે: Rahul Gandhi

    Gujarat education: મોદીના રાજમાં અભણ ગુજરાત, 80 ટકા વિદ્યાર્થીઓ શાળા છોડી કેમ જાય છે?

    • September 1, 2025
    • 9 views
    Gujarat education: મોદીના રાજમાં અભણ ગુજરાત,  80 ટકા વિદ્યાર્થીઓ શાળા છોડી કેમ જાય છે?

    Ahmedabad: સુરક્ષાની વાતો વચ્ચે જુહાપુરામાં છરીથી હુમલો, 2 લોકો ઈજાગ્રસ્ત, વીડિયો વાયરલ

    • September 1, 2025
    • 31 views
    Ahmedabad: સુરક્ષાની વાતો વચ્ચે જુહાપુરામાં છરીથી હુમલો, 2 લોકો ઈજાગ્રસ્ત, વીડિયો વાયરલ