
Gujarat: હાલ ગુજરાતમાં વ્યાયામના શિક્ષકો કાયમી ભરતી કરવાની માંગને લઈ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે હવે આ જ મામલે વિદ્યાર્થીઓ પણ બહાર આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે કે અમને શારીરિક શિક્ષણ આપો. વિદ્યાર્થીઓની માંગણી પણ યોગ્ય છે, કારણ કે ગુજરાતમાં કુપોષણનો આંકડો પણ ખૂબ ઉંચો જઈ રહ્યો છે. 5 વર્ષીથી ઓછી ઉંમરના 21 ટકા બાળકોનું વજન, નક્કી કરાયેલા માપદંડ કરતાં ઓછું છે. સાથે જ ગુજરાતમાં 5 વર્ષથી નાની ઉંમરના 39.73 ટકા બાળકો કુપોષિત છે. ત્યારે હવે આ બાળકોને સુપોષિત કરવા શું કરવું? બીજી તરફ બાળકનો શારિરીક વિકાસ કરાવે તેવા 5 હજાર શાળાઓમાં વ્યાયામ શિક્ષકો નથી. 7 હજાર શાળાઓ એવી છે જ્યા કોઈ રમત-ગમતના સાધનો નથી.
ત્યારે હવે આ બાળકોનો શારીરિકવિકાસ કેવી રીતે થશે? તેની ચિંતા સરકારને તો નતી. પણ હવે ખુદ બાળકો પોતાના સ્વાસ્થ્યને લઈ ચિંતા બન્યા છે. જુઓ વિદ્યાર્થીઓની શું માગ છે. સાથે સાથે જુઓ વ્યાયામ શિક્ષકો પોતાની માગને લઈ કેવી રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જુઓ આ ખાસ વીડિયો.
આ પણ વાંચોઃ ટ્રમ્પના ટેરિફથી ગુજરાતના કાર ઉદ્યોગને શું અસર થશે? | Trump Tariff On Cars
આ પણ વાંચોઃ ગીર સોમનાથ જીલ્લામાં ખનીજચોરોને અજબો રુપિયાનો દંડ, સૌથી વધુ કોડીનારમાં | Mineral theft
આ પણ વાંચોઃ Banaskantha: હવે ડીસાની શાળામાં બાળકોએ હાથમાં કાપા કર્યા
આ પણ વાંચોઃ જગ્ગી વાસુદેવ પર મહિલાઓએ બળાત્કારના આરોપો મૂક્યા! | Video | Jaggi Vasudev