
ગુજરાતમાં અરાજકતા ચાલી રહી છે. નિર્દોષ માણસોને સજા થઈ રહી છે તો પૈસા ટકે સુખી લોકો ગુનાહિત કાર્ય કરીને પણ બિન્દાસ બહાર ફરી રહ્યાં છે. તો ગુજરાતમાં ચીજ-વસ્તુઓથી લઈને સરકારી અધિકારીઓ નકલી ઝડપાઈ રહ્યાં છે. આ બધા પાછળ ક્યાંકને ક્યાંક સરકાર અને પોલીસ ખાતું જવાબદાર ગણી શકીએ. એક વખત ફરીથી ગુજરાતના નવસારીમાંથી નકલી CMO અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. આ વચ્ચે ચોંકાવનારો ખુલાસો પણ થયો છે કે આ અધિકારીએ 40 લાખ રૂપિયાનો તોડ પણ કર્યો છે.
નવસારીમાં મુખ્યમંત્રી કાર્યાલય(CMO)નો નકલી અધિકારી બનીને સરકારી અધિકારીઓને ગેરમાર્ગે દોરીને પોતાના કામ કઢાવતો હોવાની માહિતી સામે આવી રહી છે. ધરપકડ કરાયેલા આરોપી નિતેશ ચૌધરી CMOમાં નોકરી કરતો હોવાનું કહીને વિવાદીત જમીનો સહિતના અનેક કામ સરકારી અધિકારીઓ પાસેથી કરાવી લેતો હતો. એક વર્ષથી પ્રાંત અધિકારી જનમ ઠાકોરને ફોન કરી વિવિધ કામોમાં દખલ આપવા દબાણ કરતો હતો. હું CM ઓફિસમાંથી બોલું છું અને સાહેબનો વિશ્વાસુ છું કહી પ્રાંત અધિકારી પાસેથી જમીનના કેસમાં મદદ માગતો હતો.
નિતેશ ચૌધરી તરફથી અનુચિત ભલામણો કરાતા પ્રાંત અધિકારીએ તેની અસલી ઓળખ ચકાસવાનું વિચાર્યું હતું. આ તપાસ કરતાં જાણવા મળ્યું હતુ કે, કે તે બારડોલીના મઢી ગામનો વતની છે અને CM ઓફિસ સાથે કંઇ જ લેવા-દેવા નથી. લીસ ફરિયાદ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. જમીન વિવાદમાં ભેજાબાજે 40 લાખનો તોડ કર્યો હોવાનું બહાર આવ્યું છે.
આ પણ વાંચો- કચ્છ બાદ દક્ષિણ ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા