રૂમ ગરમ કરવા ઇલેક્ટ્રિક બ્લોઅર ચાલું કરીને સૂતેલો પરિવાર ઉઠ્યો જ નહીં; પાંચના મોત

  • India
  • January 6, 2025
  • 1 Comments

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં એક જ પરિવારના 5 સભ્યોના મૃત્યુ નીપજ્યા. આ લોકો ઠંડીથી બચવા માટે ઇલેક્ટ્રિક બ્લોઅર ચાલુ કરીને સૂઈ ગયા હતા, જેના લીધે ગૂંગળામણ થતાં તમામ મૃત્યુ પામ્યા હતા. સવારે જ્યારે પરિવાર ન જાગ્યો ત્યારે પડોશીઓને કંઈક અઘટિત થવાની આશંકા થઈ હતી. તેમણે પોલીસને ફોન કરીને મામલાની જાણ કરી.

પોલીસે ઘરનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો ત્યારે તેમને એક પુરુષ, મહિલા અને તેમના ત્રણ બાળકો બેભાન અવસ્થામાં જોવા મળ્યા. પોલીસ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

આ પણ વાંચો- વહેલી સવારે પ્રશાંત કિશોરની પોલીસે અટકાયત કરતાં હોબાળો

અહેવાલો અનુસાર, આ ઘટના શ્રીનગરના પંડરેથાન વિસ્તારના શેખ મોહલ્લામાં બની હતી. આ ઘટના રવિવારે (પાંચમી જાન્યુઆરી) સવારે પ્રકાશમાં આવી હતી. મૃતક ભાડાના મકાનમાં રહેતો હતો. રાજ્યના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

અહેવાલો અનુસાર, મૃતકોની ઓળખ 38 વર્ષીય એજાઝ અહેમદ ભટ, તેની 32 વર્ષીય પત્ની સલીમા અને તેમના ત્રણ બાળકો 3 વર્ષીય અરીબ, 18 મહિનાના હમઝા અને એક મહિનાનું બાળક તરીકે થઈ છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આ ઘટનાને લઈને દુ:ખ વ્યક્ત કર્યું હતું.

પોલીસના જણાવ્યાનુસાર, કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો. ફોન કરનારે જણાવ્યું કે તેના પાડોશમાં ભાડાના મકાનમાં 5 લોકો રહે છે, પરંતુ આજે સવારથી ઘરમાં કોઈ હલચલ નથી. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, બેલ વગાડવા છતાં કોઈએ દરવાજો ખોલ્યો નહીં. જ્યારે પોલીસ દરવાજો તોડીને અંદર પ્રવેશી ત્યારે તેમને પાંચેય લોકો બેભાન અવસ્થામાં જોવા મળ્યા હતા.

આ પણ વાંચો-AHMEDABAD: કોલ્ડપ્લે કોન્સર્ટને નોટિસ, બાળકોનો ઉપયોગ ન કરવા કેમ કહેવું પડ્યું?

Related Posts

Donald Trump on Tariff: ટ્રમ્પની દાદાગીરી ! ભારત પર 50 % ટેરિફ લાદ્યા પછી સેકંડરી સેન્ક્શન લગાવવાની આપી ધમકી
  • August 7, 2025

Donald Trump on Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખવા બદલ ભારત પર વધારાના 25 ટકા ટેરિફ લાદવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. આ સાથે,…

Continue reading
UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં
  • August 6, 2025

UP: ઉત્તર પ્રદેશના આગ્રામાં 30 વર્ષીય એન્જિનિયર રોહિત કુમારે એક હોટલમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. તેનો મૃતદેહ હોટલના રૂમમાંથી મળી આવ્યો હતો. પોલીસને ઘટનાસ્થળેથી એક પેન ડ્રાઇવ અને એક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad:”પોલીસ ગુંડાઓના ખિસ્સામાં છે” એલિસબ્રિજ પોલીસ પર યુવતીના ગંભીર આક્ષેપ

  • August 7, 2025
  • 5 views
Ahmedabad:”પોલીસ ગુંડાઓના ખિસ્સામાં છે” એલિસબ્રિજ પોલીસ પર યુવતીના ગંભીર આક્ષેપ

Donald Trump on Tariff: ટ્રમ્પની દાદાગીરી ! ભારત પર 50 % ટેરિફ લાદ્યા પછી સેકંડરી સેન્ક્શન લગાવવાની આપી ધમકી

  • August 7, 2025
  • 6 views
Donald Trump on Tariff: ટ્રમ્પની દાદાગીરી ! ભારત પર 50 % ટેરિફ લાદ્યા પછી સેકંડરી સેન્ક્શન લગાવવાની આપી ધમકી

UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

  • August 6, 2025
  • 11 views
UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

  • August 6, 2025
  • 8 views
Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

  • August 6, 2025
  • 9 views
Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

  • August 6, 2025
  • 18 views
શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા