
Govardhan Asrani passes away: હિન્દી સિનેમાના પીઢ અભિનેતા ગોવર્ધન અસરાનીનું દિવાળીના દિવસે 84 વર્ષની ઉંમરે નિધન થયું છે.આજ દિવસે અસરાનીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી છેલ્લી દિવાળીની અંતિમ શુભેચ્છાઓ પાઠવી હતી.ફિલ્મ અભિનેતા અસરાનીના નિધન અંગેની માહિતી તેમના ભત્રીજા અશોક અસરાનીએ આપી હતી.
એક સમય હતો જ્યારે તેઓ કોમેડી ભૂમિકાઓનો પર્યાય બની ગયા હતા.1975માં આવેલી સુપર હિટ ફિલ્મ “શોલે”ના જાણીતા ડાયલોગ “હમ અંગ્રેજોકે જમાને કે જેલર હૈ” થી ફિલ્મમાં તેઓની જેલરની ભૂમિકાની ખૂબ પ્રશંસા થઈ હતી અને લોકપ્રિયતા હાંસલ કરી હતી.
હાસ્યમાં અસરાનીનું યોગદાન અમૂલ્ય રહ્યું છે.તેઓ મૂળ જયપુરના હતા અને જયપુરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.આજ દિવસે અસરાનીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી દિવાળીની શુભેચ્છાઓ પોસ્ટ કરવામાં આવી હતી.
એક જાણીતા હિંદી તથા ગુજરાતી ચલચિત્ર અભિનેતા અસરાનીનું ખરું નામ ગોવર્ધન અસરાની છે,તેમનો જન્મ ૧ જાન્યુઆરી ૧૯૪૧ના રોજ થયો હતો તેમના પત્ની પણ એક અભિનેત્રી છે જેનું નામ મંજુ બંસલ છે.એમના પુત્રનું નામ નવીન અસરાની છે જે અમદાવાદમાં દંતચિકિત્સક તરીકે સેવા આપે છે.
અસરાનીએ મુખ્ય નાયક તરીકે, હાસ્ય કલાકાર તરીકે, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે ઘણાં ગુજરાતી તથા હિંદી ચલચિત્રોમાં અભિનય કર્યો હતો. ૨૦ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ દીવાળીના દિવસે ૮૪ વર્ષની વયે મુંબઈની સાયન હોસ્પિટલમાં અવસાન થયું છે.લગભગ પાંચ દાયકાની કારકિર્દીમાં અસરાનીએ 350 થી વધુ ફિલ્મોમાં અભિનય આપ્યો હતો.”શોલે”, “બાવર્ચી”, “મેરે અપને” અને “અભિમાન” સહિત અનેક સુપરહિટ ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોને પ્રભાવિત કર્યા હતા.
અસરાની છેલ્લા કેટલાક સમયથી ઉંમરના કારણે બીમાર હતા.મૃત્યુના થોડા કલાકો પહેલા જ તેમણે સોશિયલ મીડિયા પર દિવાળીની શુભેચ્છાઓ પણ શેર કરી હતી.
તેમના નિધનના સમાચારથી સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં શોકની લાગણી પ્રસરી હતી.તેઓના અંતિમ સંસ્કાર મુંબઈના સાંતાક્રુઝ સ્મશાનગૃહમાં તેમના પરિવારજનોની હાજરીમાં કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:
ટ્રમ્પ ઝેલેન્સકી પછી બીજા નેતા સાથે બાખડ્યા, આ વખતે મળ્યો જવાબ! | Donald Trump
Rajkot: કાળી ચૌદશે રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ, બે સગા ભાઈ સહિત 3 લોકો ગુમાવ્યા જીવ








