Rajkot: કાળી ચૌદશે રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ, બે સગા ભાઈ સહિત 3 લોકો ગુમાવ્યા જીવ

  • Gujarat
  • October 20, 2025
  • 0 Comments

Rajkot Crime: રાજકોટમાં દિવાળીના તહેવારમાં ખૂની ખેલ ખેલાતાં શહેરમાં ખળભળાટ મચી ગયો છે. આંબેડકરનગરમાં ત્રણ લોકોની હત્યા થઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી ગઈ છે.  કાળી ચૌદસની રાત્રે વાહન અથડાવવાની બાબતે બાબલ થતાં તેણે મોટું સ્વરુપ ધારણ કરી લીધુ. જેમાં બે સગા ભાઈની છરીની ઘા ઝીંકી હત્યા થઈ ગઈ. જ્યારે હુમલાખોરને પણ હત્યા થઈ જતાં રાજકોટમાં તંગભર્યું વાતાવરણ છે.

મળતી જાણકારી અનુસાર ગત કાળી ચૌદસની મધ્ય રાત્રીએ રાજકોટના ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગર વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના સામે આવી હતી, જેમાં વાહન અથડાવા જેવી નજીવી બાબતમાં બન્ને જૂથના લોકો આમને સામને આવી ગયા હતા. આ જૂથ અથડામણમાં બે સગા ભાઈ સુરેશ વશરામ પરમાર (ઉ.વ.45) અને વિજય વશરામ પરમાર (ઉ.વ.40)ની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ આવી છે.

જ્યારે સામા પક્ષે હુમલો કરનાર અરુણ બારોટની પણ હત્યા કરી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આંબેડકરનગર વિસ્તારમાં મોડી રાત્રે ત્રણ હત્યાને કારણે હકંપ મચી ગયો છે. પોલીસે જૂથ અથડામણમાં બંને પક્ષ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.

મૃતક બન્ને ભાઈના પિતા વશરામભાઇએ કહ્યું મારા બન્ને દીકરા મજૂરી કામ કરતા. તે મજૂરી કામ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. તે વખતે 10:30થી 11:00 વાગ્યાની આસપાસ તેમનું વાહન અથડાયું હશે. જેથી તેમને સામે જોઈને ચલાવવા બાબતે કહ્યું હતું. જેથી બોલાચાલી થતા સામેવાળા લોકોએ મારા બન્ને દીકરા એના દીકરા તેમજ મારી પુત્રવધૂ ઉપર છરીઓ મારી છે. જેમાં મારા બન્ને દીકરાના મોત થઇ ગયા. અમારા વિસ્તારમાં લુખ્ખા તત્ત્વો આવી રીતે દારૂ પીને લૂખ્ખાગીરી કરતા હોય છે.

ઘટનાની જાણ થતા DCP ક્રાઇમ જગદીશ બાંગરવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ ઉપરાંત માલવિયાનગર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી ગયા હતા. હાલ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ હત્યાઓના પગલે પરિવારમાં દિવાળીનો તહેવારનો માહોલ શોકમાં ફરવાયો છે.

આ પણ વાંચો:

AI ના દુરુપયોગને તાત્કાલિક રોકવા સુપ્રીમ કોર્ટમાં અરજી, ગોપનીયતા અને અધિકારો છીનવાઈ રહ્યા છે!

Pakistan Threat: ‘ભારત પર પરમાણુ બૉમ્બ ફેંકી દઈશું!’, પાકિસ્તાની આર્મી ચીફ મુનીરની ધમકી

Pakistan-Afghanistan: પાકિસ્તાને કહ્યું,”અફઘાનિસ્તાન સાથે જૂના સંબંધોનો યુગ સમાપ્ત!તાત્કાલિક દેશ છોડી ભારત જતા રહેવા કર્યું ફરમાન!!”

Diwali Muhurat: 20 કે 21 ઓક્ટોબરે દિવાળી?, જાણી લો લક્ષ્મી પૂજા માટે શુભ સમય!

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

  • September 18, 2026
  • 3 views
Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

  • September 18, 2026
  • 4 views
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

  • September 18, 2026
  • 6 views
Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

  • September 18, 2026
  • 8 views
Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

  • September 18, 2026
  • 11 views
Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

  • September 18, 2026
  • 7 views
TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે