
Pakistan-Afghanistan: પાકિસ્તાન હવે દાદાગીરી ઉપર ઉતર્યું છે અને જેમ ફાવે તેવા નિવેદન કરી રહ્યું છે, પાક સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ફરી એકવાર અફઘાનિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે પાકિસ્તાનમાં રહેતા તમામ અફઘાનોએ તેમના દેશમાં પાછા ફરવું જોઈએ.તેમણે ઉમેર્યું કે અફઘાનિસ્તાન સાથે જૂના સંબંધોનો યુગ હવે સમાપ્ત થઈ ગયો છે.
આસિફે ઉમેર્યુ કે “અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે ઘણા વર્ષોથી સંબંધ છે. પરંતુ અમારી સાથે તેમના સંબંધો ક્યારેય સારા રહ્યા નથી. તેમ છતાં, લાખો લોકોએ અમારી જમીન પર આશરો લીધો છે. જો તેમના ભારત સાથે આટલા સારા સંબંધો છે, તો પછી પાકિસ્તાનમાં રહેતા અફઘાન લોકો ભારતમાં જતુ રહેવું જોઈએ તેઓ ભારતમાં સ્થળાંતર કેમ નથી કરી જતા?”
આસિફે આગળ કહ્યું, “પાકિસ્તાનમાં રહેતા અફઘાનિસ્તાનીઓ બોજ બની ગયા છે અને અહીં અમારી પાસે અમારા પોતાના પાકિસ્તાનના લોકો માટે પૂરતા સંસાધનો નથી ત્યાં તેમને ક્યાં અહીં સાચવવા? આપણે ક્યારેય મિત્ર નહોતા, છતાં આપણે પડોશી તરીકે આપણી ફરજ નિભાવી.હવે ભારતે તેમને આશ્રય આપવો જોઈએ.આફિસે કહ્યું, “અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન પહેલા પણ અમારા સંબંધો સારા નહોતા.”
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે તાલિબાનો દિલ્હીથી નિર્ણયો લેતા હોવાનો આરોપ લગાવ્યો હતો, અને અફઘાનિસ્તાન પર ભારત માટે પ્રોક્સી યુદ્ધ ચલાવવાનો આરોપ લગાવ્યો હતો.
જીઓ ન્યૂઝ સાથે વાત કરતા, આસિફે તાલિબાન સાથેના યુદ્ધવિરામ પર કહ્યું હતું કે, ‘અફઘાન તાલિબાનને દિલ્હી તરફથી સમર્થન મળી રહ્યું છે.’
તેમણે ચેતવણી આપી હતી કે જો પાકિસ્તાનને ઉશ્કેરવામાં આવશે તો લશ્કરી કાર્યવાહી કરવામાં આવશે. આસિફે કહ્યું, “અમારી પાસે જવાબ આપવાની સંપૂર્ણ ક્ષમતા છે. જો તેઓ યુદ્ધ વધારશે તો અમે હુમલો કરીશું.
જોકે,આ બધી વાતો વચ્ચે પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાન ઉપર ફરી એર સ્ટ્રાઈક કરવામાં આવી છે,પાકિસ્તાને અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં હવાઈ હુમલો કરતા ત્રણ ક્લબ ક્રિકેટ ખેલાડી સહિત 17 લોકો માર્યા ગયા હતા. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB)એ ઘટનાની પુષ્ટિ કરી હતી. આ હુમલામાં 16 લોકો ઘાયલ પણ થયા હતા.
આ ઘટનાના જવાબમાં, ACBએ નવેમ્બરમાં પાકિસ્તાનમાં યોજાનારી ટ્રાઇ-T20 શ્રેણીમાંથી ખસી જવાની જાહેરાત કરી. ACBએ જણાવ્યું કે માર્યા ગયેલા ક્રિકેટરોના સન્માનમાં આ પગલું લેવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને શ્રીલંકાની ટીમો ભાગ લેવાની હતી. આમ,હવે પાકિસ્તાન બેફામ વાણી વિલાસ અને હુમલા કરવા ઉપર ઉતરી આવતા ઇન્ટર નેશનલ લેવલ ઉપર બેજવાબદાર શાશન અંગેની વાતો ઉઠી રહી છે.
આ પણ વાંચો:










