
અમરેલીમાં ભાજપના અંદરોદરના ડખ્ખાના કારણે થયેલા લેટરકાંડ પછી પોલીસે પાટીદાર દિકરી સાથે કરેલા સરઘસ કાંડ પછી રાજ્યભરમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ભાજપના આગેવાનોથી લઈને સામાન્ય વ્યક્તિઓ પણ દિકરીના પક્ષમાં નિવેદનો આપી રહ્યાં છે. તેવામાં યુથ કોંગ્રેસ અને પાટીદાર યુવાઓનો ગુજરાત યુનિવર્સિટીમાં ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે.
ગુજરાત યુનિવર્સિટીમાં યુવક-યુવતીઓએ સાંકળ બનાવીને ઉગ્ર વિરોધ કર્યો હતો. પોસ્ટર અને બેનર સાથે કરવામાં આવી રહેલા ઉગ્ર વિરોધ દરમિયાન હર્ષ સંઘવીનું પૂતળું પણ બાળવાની કોશિશ કરવામાં આવી હતી. જોકે, પોલીસ પૂતળું કાર્યકર્તાઓ પાસેથી ઝૂંટવીને તમામની અટકાયત કરી લેવામાં આવી હતી. આ દરમિયાન પણ યુવાનોએ જય સરકારના નારા લલકાર્યા હતા.
આ વિડિયો જોવો ગમશે:
આ દરમિયાન યુવાઓ દ્વારા હર્ષ સંઘવીને માફી માંગવાની પણ માંગ કરી હતી. યુવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે, મહિલા દેવીનું સ્વરૂપ છે અને તેમનું તમે સરઘસ કાઢ્યુ છે, તો તેવામાં હર્ષ સંઘવીને આ બાબતે માફી માંગવી જોઈએ. તે ઉપરાંત યુવાઓ દ્વારા ભાજપ સરકાર ઉપર પણ પ્રહારો કર્યા હતા.
યુવાઓ દ્વારા ભાજપની સરકાર અને પોલીસ સામેના ઉગ્ર વિરોધ દર્શાવવા માટે પોસ્ટરોનો પણ સહારો લીધો હતો. આ પોસ્ટરોમાંથી એક પોસ્ટર થકી ભાજપ સરકાર પર પ્રહાર કરતાં નારો લખવામાં આવ્યો હતો કે, સરદાર લડે થે ગોરો સે હમ લડેગે ચોરો સે.. આમ વર્તમાન સરકારની સરખામણી સીધે-સીધી ચોરો સાથે કરી દેવામાં આવી હતી.
ઉલ્લેખનિય છે કે, અમરેલીમાં બનાલે લેટરકાંડ પછી પાટીદાર યુવતીનું રિન્સ્ટક્સનના નામે કાઢવામાં આવેલા સરઘસનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રતિદિવસ આગ પકડી રહ્યું છે. વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા વિરુદ્ધ પત્ર કાંડ મામલે પોલીસે ચાર આરોપીઓની અટકાયત કરી હતી, જેમાં એક યુવતી સામેલ છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પણ આરોપી યુવતીને જાહેરમાં ઉભી રાખવામાં આવી હતી. હવે આ મુદ્દે વિવાદ સતત વધી રહ્યો છે.
આ પણ વાંચો-ઈટાલિયા આવ્યા પાટીદાર યુવતીના સમર્થનમાં: પૂછ્યું દુષ્કૃત્ય પોલીસકર્મીઓએ કોના કહેવાથી આચર્યું?





