
- વિદેશોમાં મોદી-મોદીના નારા ફ્રિ નહીં પૈસાથી લાગે છે; ગણાવવામાં આવે છે ‘કોમ્યુનિટી રીસેપ્શન’ ખર્ચ
તમે ગંડુ રાજાની વાર્તા સાંભળી હશે. કવિ દલપત રામે સુંદર કવિતા લખી હતી :
પુરી એક અંધેરી ને ગંડુ રાજા.
ટકે શેર ભાજી ટકે શેર ખાજા;
બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે,
કદી સારી બુરી ન વેચે વિવેકે.
રમેશ સવાણી; પૂર્વ આઈપીએસ અધિકારી: આપણે આપણા વડાપ્રધાનનો આભાર માનવો જોઈએ કે તેમણે ગંડુ રાજાને વાર્તામાંથી કાઢીને જીવતા કર્યા ! એટલું જ નહીં વડાપ્રધાને ખુદ ગંડુ રાજાની ભૂમિકા અદા કરી !
ગંડુ રાજા મનફાવે તેમ કરે. લોકોને પોતાના ખાલીખમ ભાષણો સંભળાવે અને તાળીઓ પડાવે. તેનું મુખ્ય કામ પોતાની વાહવાહી કરાવવાનું અને બીજાને ઊતારી પાડવાનું, અપમાનિત કરવાનું ! દેશનું જે થવાનું હોય તે થાય ! કોઈ ચિંતા નહીં કરવાની. જેવો રાજા તેવી પ્રજા. લોકો પણ મન ફાવે તેમ કરે, કોઈની પર પેશાબ કરે. દૂધ ઢોળી દે અને ગૌમૂત્ર પીવે ! લોકો પોતાની ડીગ્રી છૂપાવે/ નફરત ફેલાવે/ માફીવીરને, ગોડસેને પોતાનો આદર્શ માને. યૌન શોષણ કરનારને છાવરે અને નિર્દોષને જેલમાં પૂરે. કોઈએ ગુનો કર્યો છે કે નહિ, તેની તાપસ કર્યા વગર નિર્દોષને સજા કરે. અસ્સલ આબેહૂબ ગંડુ રજવાડું ઊભું કર્યું છે !
લોકો પોતાનું અસલી સ્વરુપ ઓળખી ન જાય એટલે ગંડુ રાજાએ મીડિયાને કામ સોંપ્યું છે, જે તેમને નોન બાયોલોજિકલ/ રાતદિવસ પરિશ્રમ કરનાર અવતારી ઠરાવ્યા કરે છે ! વિદેશમાં જાય તો સરકારી ખર્ચે પોતાનું સ્વાગત કરાવે ! જેમકે જુલાઈ 2024માં વડાપ્રધાન મોસ્કો ગયા ત્યારે Community Reception માટે રુપિયા 1,87,97,259/-નો ખર્ચ કર્યો ! આ કોમ્યુનિટી રીસેપ્શન એટલે? વિદેશમાં આપણા વડાપ્રધાનનું ઢોલ-નગારાથી/ નૃત્ય કરીને સ્વાગત કરે તે ! ભીડ ભેગી કરી ‘મોદી મોદી’ના પોકારો કરાવે તે !

સવાલ એ થાય છે કે આ પ્રકારના ગંડુત્વભર્યા નાટક-તૂત કરવાથી દેશને કેટલું નુકસાન થાય? 2014-15માં દેશનું દેવું હતું 64 લાખ કરોડ હતું, જે 2023-24માં 173 લાખ કરોડે પહોંચી ગયું છે ! જે GDPના 81% દેવું છે ! આનો અર્થ શું થાય? જેટલી આવક થાય તે દેવું ચૂકવવામાં જશે ! ગંડુત્વ એટલે વિવેકની ગેરહાજરી !
આ દેવું વડાપ્રધાન પોતાના ખિસ્સામાંથી ચૂકવવાના નથી, ગરીબ સહિતના લોકોએ વધુ ટેક્સ ભરીને ચૂકવવું પડશે ! ગંડુત્વ કેટલું જોખમી/ મોંઘું પડ્યું?
આ પણ વાંચો- ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચેની ચર્ચા વિશે યુક્રેનના વિપક્ષી સાંસદે શું કહ્યું?







