
Rajkumar Jat Case: ગોંડલના ચકચારી રાજ કુમાર જાટ અપમૃત્યુ કેસમાં ગણેશ ગોંડલનો 11 ડિસેમ્બરે ગાંધીનગર ખાતે નાર્કો ટેસ્ટ કરવામાં આવનાર છે.
મહત્વનું છે કે રાજકુમાર જાટ કેસમાં ગત તા.5 ડિસેમ્બરે રાજકોટની કોર્ટે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી.જેને પગલે હવે ગણેશ ગોંડલનો 11 ડિસેમ્બરે ગાંધીનગરમાં નાર્કો ટેસ્ટ કરવામાં આવનાર છે,નાર્કો ટેસ્ટ માટે ગણેશ ગોંડલને ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી(FSL) ખાતે લઈ જવામાં આવ્યો છે જ્યાં ગણેશ ગોંડલની આજે તા. 9મી ડિસેમ્બરથી મેડિકલ પ્રોસેસ ચાલુ થશે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે તા.8 ડિસેમ્બર, 2025ના રોજ મોડી રાત સુધીમાં એફએસએલ ટીમ દ્વારા જરૂરી વ્યવસ્થા કરી દેવાઈ છે અને આજે તા.9મી ડિસેમ્બરથી સતત ચાર દિવસ સુધી ગણેશ ગોંડલ ઉપર અલગ-અલગ ટેસ્ટ થશે.
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ) ખાતે લાવવામાં આવ્યો છે અને આજે સોમવારથી શરૂ થયેલી નાર્કો ટેસ્ટ માટેની પ્રક્રિયા આગામી તા. 12થી 13 ડિસેમ્બર સુધી ચાલશે.
■નાર્કો ટેસ્ટ શુ હોય છે તે જાણો
નાર્કો ટેસ્ટ દરમિયાન જેનો ટેસ્ટ કરવાનો હોય છે એ વ્યક્તિને સોડિયમ પેન્ટોથલ નામની દવાનું ઈન્જેક્શન આપવામાં આવે છે. જે ઈન્જેક્શન અપાતાન તે વ્યક્તિની વિચારશક્તિ એક ચોક્કસ અવસ્થામાં આવી જાય છે. આ ટેસ્ટ સમયે તે અર્ધ બેભાનની સ્થિતિમાં હોય છે. દવાની અસરથી તેની જુઠુ બોલવાની શકયતા પણ ઘટી જાય છે ત્યારબાદ એક્સપર્ટ દ્વારા કેસને લગતા સવાલો કરે છે. આ સમયે તે વ્યક્તિના હાવભાવની સ્થિતિને ખાસ ધ્યાને લેવામાં આવે છે.
ગોંડલ સહિત રાજ્યભરમાં ચકચાર જગાવનાર રાજ કુમાર જાટ અપમૃત્યુ કેસની તપાસ હાલ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં ચાલી રહી છે જેમાં નાર્કોટેસ્ટ પદ્ધતિથી પુરાવા એકત્ર કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો:
Cylinder blast in Goa: ગોવાની નાઈટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 25 લોકોના મોત!








