Gambhira Bridge Collapse: ગંભીરામાં ભૂપેન્દ્ર પટેલ કઈ રીતે જવાબદાર?, મોરબીની ઘટના પછી પણ લોકોને ભૂપેન્દ્ર પટેલ સરકારે ગેરમાર્ગે દોર્યા

દિલીપ પટેલ

અમદાવાદ, 11 જૂલાઈ 2025

Gambhira Bridge Collapse Chief Minister Bhupendra Patel Responsible: મોરબી ઝુલતો પૂલ તૂટ્યા બાદ રાજ્ય સરકારે 9 માર્ચ 2023માં વડી અદાલતમાં રાજ્યના પુલની સ્થિતિ અંગે નવી પુલ એક સરખી નીતિ જાહેર કરી હતી. સોગંદ નામમાં તમામ પુલની વિગતો આપી હતી. સોગંદનામામાં રાજ્યમાં કુલ 63 પુલ એવા છે જેમને સમારકામ કરવાની જરૂર હતી. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પાસે માર્ગ અને મકાન વિભાગ છે. તેથી ગંભીરા પુલ તૂટવાની ઘટનાની સંપૂર્ણ જવાબદારી ભૂપેન્દ્ર પટેલની છે.

ગુજરાતની જનતાને ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરકારે ગેરમાર્ગે દોરી હતી. તેથી ગંભીરાની ઘટનામાં 17 લોકોના મોત થયા.

210 પુલ સારી સ્થિતિમાં ન હોવાનું સરકારે સ્વીકાર્યુ હતુ

વાસ્તવમાં કેન્દ્ર સરકારની એજન્સીએ 2019ના રોજ ગુજરાતના પુલોની તપાસ કરી હતી. જેમાં 210 પુલ સારી સ્થિતિમાં ન હોવાનો અહેવાલ આપ્યો હતો. રાજયના 1441 પુલ યોગ્ય સ્થિતિમાં હોવાનું ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરકારે અદાલત સમક્ષ જણાવ્યું હતું. ગુજરાતમાં 35 હજાર પુલ છે, તે સરેરાશ દર સવા બે કિલો મીટરે એક પુલ આવે છે.

ગયા વર્ષે જ મુખ્ય ન્યાયાધિશ સુનિતા અગ્રવાલે પુલનોની સ્થિતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. દુર્ઘટના ફરી ના બને અને નાગરિકોના જીવ ના જાય તે માટે ભૂપેન્દ્ર પટેલની સરકારને કડક તાકીદ કરી હતી.

રાજ્ય સરકારે રાજ્યમાં પુલની સ્થિતિને લઈને વડી અદાલતમાં એક સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે ગુજરાતમાં 23 પુલની હાલત ખરાબ છે, 63 પુલને સમારકામની જરૂર છે.

શહેરના પુલ

461 પુલ શહેરી વિકાસ હેઠળ આવે છે. તે પૈકીના 398 પુલ સારી સ્થિતિમાં છે અને તેને સમારકામની જરૂર નથી. શહેરોના 63 પુલ સારા નથી. શહેરી વિકાસ વિભાગ હેઠળ આવતા કુલ 63 પુલ એવા છે, જેને સમારકામની જરૂર છે જે પૈકી 16 પુલ નગરપાલિકા અને 47 પુલ કોર્પોરેશનની હદમાં છે. 29 પુલના સમારકામ ચાલી રહ્યા છે અને 33 પુલના સમારકામ થઇ ચૂક્યા છે.

રાજ્ય સરકારના માર્ગ અને બાંધકામ વિભાગ પાસે કુલ 1441 પુલની દેખરેખની જવાબદારી છે.

40 પુલને સામાન્ય સમાર કામની જરૂર છે. રાજ્ય સરકારે વડી અદાલતમાં રાજ્યના પુલની સ્થિતિ અંગે નવી પુલ નીતિ જાહેર કરી હતી. સોગંદનામામાં પુલના નિરીક્ષણ માટે 15 મુદ્દાની માર્ગદર્શિકા રજૂ કરવામાં આવી.

વડી અદાલતે રાજ્યના તમામ પુલ અંગે માહિતી માંગી હતી. માઇનોર અને મેજર પુલની માહિતી આપી હતી. કેટલી વીસે સો થાય તેની ખબર સરકારને પડી હતી.

રાજ્યની અંદર પુલ કે પછી મોટા માળખા કે ઢાંચો માટે ઇન્સ્પેક્શન કરવાનું કોઈ સત્તા મંડળ નથી. પુલ અંગે શહેરી વિકાસ વિભાગની કોઈ ચોક્કસ માર્ગદર્શિકા નથી. મહાનગર પાલિકા અને સત્તા-મંડળ માટે પણ નવી પુલ નીતિ જાહેર કરી હતી. નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. પુલ-નાળાની જાળવણી માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી.

રાજ્યના તમામ પુલ-નાળાનું વર્ષમાં બે વાર તપાસ કરવાની ખાતરી આપી હતી. ચોમાસા પહેલા મે મહિનામાં અને ચોમાસા બાદ ઓક્ટોબર મહિનામાં પુલ ચકાસવામાં કરવામાં આવશે. તપાસ અને આ નિરીક્ષણ અને સમીક્ષા માટે અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરી દેવામાં આવી છે. તમામ પુલના નિરીક્ષણની સંપૂર્ણ જવાબદારી ડે. કારોબારી અધિકારી ઇજનેરની હશે.

પુલમાં કયા પ્રકારના બેરિંગ વાપરાયા છે, ભૂકંપ, ભારે ટ્રાફિક દરમિયાન બેરિંગના ટકાઉપણાનું  નિરીક્ષણ કરાશે અને તેનું તાપમાન કેટલું રહે છે તેની પણ તપાસ અને પુલનું રીપેરિંગ કરાય ત્યારે તેમાં વપરાતા કેમિકલની તપાસનો અહેવાલ પણ રજૂ કરાયો હતો. રિપેરિંગ માટેને રેકોર્ડ રજિસ્ટર પણ અલગથી રાખવામાં હોવા છતાં રખાતું નથી.

35 હજાર પુલ અને માર્ગો

મોરબી કેબલ પુલ તૂટી પડ્યા પછી, ગુજરાતની વડી અદાલતે જાહેર હિતની અરજીની સુનાવણી બાદ ભાજપની સરકારને આદેશ કર્યો હતો કે તમામ પુલની તપાસ કરવામાં આવે. માર્ગ અને મકાન વિભાગના બનાવેલા 35 હજાર 731 પુલ છે. બીજા એટલા જ શહેર અને રાષ્ટ્રીય ધોરી માર્ગો તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના છે. 1518 મોટા પુલ 5404 નાના પુલ, 106994 પુલીયુ કે નાળા છે.

7 જૂન 2023માં સરકારે તેના 35 હજાર પુલનું સર્વેક્ષણ કર્યું હતું. જેમાં અત્યંત ભયજનક હતા એના 12 પુલ પર ટ્રાફિક બંધ કરવામાં આવ્યો હતો. 12 પુલ ભયજનક હતા તેનું સમારકામ કરીને ફરીથી ચાલુ કર્યા હતા. જેની પાછળ રૂ.155 કરોડનું ખર્ચ કરવું પડે એમ હતું. જોખમી જણાયેલા સેંકડો પુલમાંથી 121ની મરામત કરવામાં આવી હતી. નબળા એવા 116 પુલ હતા. જેને મજબૂતીકરણ કરવું પડે તેમ છે. જેની પાછળ રૂ.300 કરોડ ખર્ચ કરવું પડે તેમ હતું.

ચોમાસાની ઋતુ શરૂ થતા જૂના અને જર્જરીત પુલ બંધ કરી દેવામાં આવ્યા છે. કેટલાક પુલ ઉપર તો માત્ર રંગ રોગાન કરી દેવામાં આવ્યું હતું. આ પુલ વધુ જોખમી બન્યા છે.

ગુજરાતમાં 81,246 કિમી લાંબા રસ્તા છે. 35 હજાર પુલ છે તેનો મતલબ કે સવા બે કિલો મીટરે એક પુલ સરેરાશ આવે છે. માર્ગ કરતા પુલ પાછળ વધારે ખર્ચ સરકાર કરે છે.

સમારકામ

ચોમાસા દરમિયાન પુલ ધોવાઈ જાય છે તેથી આ બાબતે પહેલેથી જ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. સરકારને આ મુદ્દે ગંભીરતા રાખવા વડી અદાલતે ટકોર કરી હતી. રસ્તાના સામરકામ માટે 4 હજાર કરોડ રૂપિયા ફાળવાયા હતા.

ચોમાસે રાજ્યના 80 ટકા માર્ગો અને એટલાં જ પુલ રોડ બિસ્માર હાલતમાં થઈ જતાં આવ્યા છે. ખરાબ અને ખાડા વાળા માર્ગ અને પુલના કારણે ભારતમાં થતા અકસ્માતમાં ગુજરાતનો નંબર છઠ્ઠો હતો. 2021માં આખી ગુજરાતમાં માર્ગો અને પુલો ખરાબ હોવા અંગેની 30 હજાર ફરિયાદ પૂર્વ માર્ગ મકાન પ્રધાન પૂર્ણેશ મોદીને મળી હતી. આ ઘટના જાહેર કરાયા બાદ તેમને સરકારમાંથી સી આર પાટીના કહેવાથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

98 ટકા પાકા રસ્તા છે જ્યારે 2 ટકા જ કાચા રસ્તા છે. રાજ્યના 99.42 ટકા ગામો સુધી પાકા રસ્તા છે. તો પછી પુલ અને માર્ગો કેમ તૂટે છે.

5146 કિમી રાષ્ટ્રીય ધોરીમાર્ગ,
17248 કિમી રાજ્ય ધોરીમાર્ગ,
20112 કિમી મુખ્ય જિલ્લા માર્ગ,
10259 કિમી અન્ય જિલ્લા માર્ગ,
લેનના રસ્તા
28481 કિમી ગ્રામ્ય માર્ગ
3655 કિમી રસ્તા મલ્ટી-લેન, 1
5295 કિમી ડબલ લેન
60186 કિમી સિંગલ લેન
ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના અહેવાલો ભિન્ન આવી રહ્યા છે.

 

આ પણ વાંચોઃ

Japan Heavy Rain: જાપાનમાં વરસાદે અને વાવાઝોડાએ મચાવી તબાહી, બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડી!

Pakistan Army Chief Munir: શું પાકિસ્તાનના આર્મી ચીફ મુનીર રાષ્ટ્રપતિ બનશે? જાણો ગૃહમંત્રી મોહસીન નકવીએ શું કહ્યું?

Gambhira bridge collapse: કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીનો સરકાર પર આકરો પ્રહાર, 16 મામલાઓની નિષ્પક્ષ તપાસની માગ

Indore Love Jihad: કોંગ્રેસના અનવર કાદરીએ હિન્દુ છોકરીઓને ફસાવવા રુપિયા આપ્યા, મુસ્લીમ શખ્સોની કબૂલાત, દેહવ્યપાર કરાવતો?

Menstruation Checkup: ગુરુઓની ગંદી કરતૂત, શાળામાં માસિક ધર્મ તપાસવા છોકરીઓના કપડાં કાઢ્યા, પ્રિન્સિપાલ અને 4 શિક્ષકોની ધરપકડ

Gujarat Bridges Roads cost: છેલ્લાં 10 વર્ષમાં પુલ અને રસ્તાઓ પાછળ 1 લાખ કરોડનો ખર્ચ, છતાં હાલત ખરાબ

Gambhira Bridge collapse: ભાજપના ભ્રષ્ટાચારે વડોદરા અને આણંદ વચ્ચેની સીધી રસ્તા કડી તોડી!, 14 નો જીવ લીધો

Gambhira Bridge collapse: મદદ કરતાં માણસને પોલીસે ધમકાવ્યો, ‘NDRF ની ટીમ બોલાવી છે નીચે બસી જા’, જોઈ લો પોલીસનું વર્તન

Gambhira Bridge collapse: સંવેદના વ્યક્ત કરવામાં ભાજપ નેતાઓએ કર્યું કોપી પેસ્ટ, પછી શું થાય બોલો!

 

 

 

Related Posts

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા
  • August 5, 2025

Gambhira Bridge Collapse:  વડોદરા અને આણંદ જીલ્લાને જોડતાં ગંભીરા બ્રિજ પર બનેલી દુર્ઘટનાને 1 મહિનો થવા આવશે. ગત મહિને આ પુલનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો, જેમાં 20 લોકોના…

Continue reading
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ
  • August 5, 2025

Vadodara: વડોદરા ફાયર બ્રિગેડ વિભાગમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિઓની ફરિયાદો ઉઠતાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક તપાસના આદેશ આપ્યા હતા.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

  • August 5, 2025
  • 6 views
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 15 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 8 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

  • August 5, 2025
  • 24 views
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

  • August 5, 2025
  • 24 views
Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

  • August 5, 2025
  • 9 views
120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો