Gambling In Chanasma: જુગાર રમાડનાર પ્રમુખ સસ્પેન્ડ, 33 શખ્સોની ધરપકડ, 7 ફરાર

  • Gujarat
  • February 3, 2025
  • 1 Comments
  • મુખ્ય ઓરોપી તરીકે શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલ
  • કુલ 40 લોકો સામે ગુનો નોંધાયો
  • કુલ મુદ્દામાલ રુ. 17,36,150 ઝડપાયો

Gambling In Chanasma:  પાટણના ચણસ્મા તાલુકામાંથી મોટુ જુગારધામ ઝડપી પાડ્યું છે. જેમાં 33 જુગારિયાઓની એક સાથે ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ભાજપ પ્રમુખ રાજેશ પટેલ સહિત 7 શખ્સો ફરાર છે.  તો બીજી તરફ ભાજપે રાજેશ પટેલ વિરુધ્ધ કાર્યવાહી કરી છે. ચાણસ્મા ભાજપ શહેરના પ્રમુખ પદેથી રાજેશ પટેલને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો છે. જીલ્લા પ્રમુખ દરશરથજી ઠાકોરે સસ્પેન્ડ કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે રાજેશ પટેલ પોતાના ફાયદા માટે લોકોને જુગાર રમાડતો હતો.

પાટણના ચાણસ્મા તાલુકામાંથી ભાજપ નેતાના(BJP leader) આશરાથી ચાલતું મોટું જુગારધામ ઝડપાયું છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી 33 જુગારિયાઓને ઝડપી પાડ્યા છે. જ્યારે 7 ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસ મથકે 40 જુગારિયાઓ સામે ગુનો નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ જુગારધામાં મુખ્ય ઓરોપી તરીકે શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલનું પટેલનું નામ પણ ઉછળ્યું છે.

ગત શનિવારે ચાણસ્મા શહેરમાં ચાર રસ્તા વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં નવજીવન સ્પોર્ટ્સ ક્લબના નામે ચાલતા જુગારધામ પર સ્પેશિયલ મોનિટરિંગ સેલ (SMC)એ દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 33 જુગારીઓની ધરપકડ કરી હતી, જ્યારે 7 શખ્સો ફરાર થવામાં સફળ રહ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી મોટી માત્રામાં રોકડ રકમ, કાર અને મોટરસાઇકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ જુગારધામ લાંબા સમયથી ચાલતું હોવાનું સામે આવ્યું છે.

શહેર ભાજપ પ્રમુખ રાજુ પટેલ સહિત 7 આરોપીઓ રફૂચક્કર

SMCના દરોડા દરમિયાન 7 જુગારિયાઓ ફરાર થઈ ગયા હતા. જેમાં ચાણસમાં ભાજપ શહેર પ્રમુખ રાજુ પટેલ, નિલેશ પટેલ, અમરતલાલ પટેલ, હસમુખ પટેલ, ચિરાગ પટેલ, બકાજી ઠાકોર, હિતેશ પટેલનો સમાવેશ થાય છે. તમામ સાત શખ્સોને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.

આટલો મુદ્દામાલ ઝડપાયો ?

રોકડ રૂ. 8,590
મોબાઈલ ફોન નંગ-37 કિંમત રૂ.1,74,000
વાહન નંગ-8 કિંમત રૂ.1465,000
ડીવીઆર નંગ-1 કિંમત રૂ.2000
લાકડાના રાઉન્ડ ટેબલ નંગ-4કિંમત રુ. 4000
ખુરશીઓ, કેલ્ક્યુલેટર
કુલ મુદ્દામાલ રુ. 17,36,150 ઝડપાયો

 આ પણ વાંચોઃ અમરેલી લેટરકાંડ બાબતે દિલીપ સંઘાણીનો મુખ્યમંત્રીને પત્ર; કહ્યું- નાર્કો ટેસ્ટ કરાવો

Related Posts

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?
  • October 27, 2025

LIC Exposure to Adani: ભારતીય વ્યવસાય જગતના અબજોપતિ ગૌતમ અદાણીને “નસીબદાર” કહીને એક વાયરલ સોશિયલ મીડિયા પોસ્ટે રાજકીય વિવાદને નવી ઊંચાઈએ પહોંચાડ્યો છે. આ પોસ્ટમાં 68 વર્ષ પહેલાંના પ્રખ્યાત ‘મુન્ધરા…

Continue reading
Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા
  • October 27, 2025

છેલ્લા 24 કલાકમાં 11 ઇંચથી જેટલો વરસાદ ખાબકતા માલણ નદી ત્રીજીવાર થઈ બે કાંઠે મહુવામાં બજારો-રહેણાક એનક વિસ્તારો પાણીમાં ગરકાવ રસ્તાઓ પર નદી વહી રહી હોય તેવા દૃશ્યો સર્જાયા Heavy…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 16 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

  • October 27, 2025
  • 14 views
 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

  • October 27, 2025
  • 3 views
BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

  • October 27, 2025
  • 18 views
Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

  • October 27, 2025
  • 21 views
Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

  • October 27, 2025
  • 12 views
BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ