
Gemini AI Photo: જો તમે પણ ગૂગલના નવા AI ટૂલ જેમિની 2.5 ફ્લેશ ઇમેજથી તમારો ફોટો બનાવ્યો છે, તો સાવચેત રહો. વાસ્તવમાં, લોકો આ નાના ચળકતા અને કાર્ટૂન જેવા ફોટાને ઇન્સ્ટાગ્રામ અને X પર શેર કરી રહ્યા છે, પરંતુ આ તમને મોટા જોખમમાં મૂકી શકે છે.
Gemini માંથી ફોટો બનાવતા લોકોને પોલીસે કર્યા સાવધાન
હા, પંજાબ જિલ્લાના જાલંધર ગ્રામીણ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર એક તાત્કાલિક સૂચના આપવામાં આવી છે. તેમણે કહ્યું કે આજે ટ્રેન્ડમાં રહેલી જેમિની એપ, જે ગુગલની એપ છે, જેમાં તમે તમારા ફોટા 3D કરવા માટે ઉપયોગ કરી રહ્યા છો, તે તમારા માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે. કારણ કે જેમિની એપના ટર્મ એન્ડ કન્ડિશનમાં લખ્યું છે કે તેઓ તમારા ફોટાનો ઉપયોગ તાલીમ હેતુ માટે કરી શકે છે. આ રીતે, તમારો વ્યક્તિગત ડેટા લીક થઈ શકે છે, ફોટાનો દુરુપયોગ થઈ શકે છે, સાયબર ક્રાઈમ થઈ શકે છે, છેતરપિંડી થઈ શકે છે. તેથી, અમે વિનંતી કરીએ છીએ કે તમે કોઈપણ જેમિની એપનો ઉપયોગ ન કરો જેથી તમે છેતરપિંડી ન થાઓ.
अब ज़्यादातर लड़कियां अपने काम को जल्दी और आसानी से करने के लिए Google Gemini जैसे AI टूल्स इस्तेमाल कर रही हैं।
लेकिन दोस्तों, ये सिर्फ मददगार नहीं, कभी-कभी बहुत रिस्की भी हो सकता है।
क्यों?क्योंकि हम अक्सर ये नहीं सोचते कि इससे भविष्य में हमें क्या मुश्किलें हो सकती हैं।… pic.twitter.com/5IMORXp71B
— Anand Yadav (Sonu) (@yadavsonuanand) September 15, 2025
છોકરીએ જણાવી આપવીતી
હાલમાં સોશિયલ મીડિયામાં એક છોકરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વડિયોમાં છોકરી રડતા રડતા કહી રહી છઠે કે, મે થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં એક AI વીડિયો પોસ્ટ કર્યો હતો. ત્યારે મારા જ શહેરના લોકો મારા દુશ્મન બની ગયા છે. લોકો મારા ફોટોને એડિટ કરીને શેર કરી રહ્યા છે. તમારા માટે આ મજાક હશે પરંતુ આના કારણે મારી આખી લાઈફ ખરાબ થઈ ગઈ છે. મને કંઈ પણ થશે તો તમે જ તેના જવાબદાર હશો.
તમને જણાવી દઈએ કે આ એપ દ્વારા લોકો સોશિયલ મીડિયા પર પાલતુ પ્રાણીઓ, મનપસંદ સેલિબ્રિટી અને નેતાઓના ફોટા પણ શેર કરી રહ્યા છે. તે જ સમયે, ઓનલાઈન સમુદાયે તેમને રમુજી રીતે ‘નેનો બનાના’ નામ આપ્યું છે.
આ પણ વાંચો:
PM Modi: મોદીના સ્વાગત માટે વિદ્યાર્થીઓને વરસાદમાં ઉભા રાખ્યા, બાળકોના સ્વાસ્થ્યનું શું?







