
Gir Somnath: ગીર સોમનાથના રાજકારણી અને પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી હાલ ભારે વિવાદમાં ફસાયા છે. તેમનો સોમનાથ કલેક્ટર સાથે ભારે વિવાદ ચાલુ છે. ત્યારે કલેક્ટરે દબાણો હટાવવાની કામગીરી ચાલુ જ રાખી છે. ત્યારે બીજી બાજુ દિનુ સોલંકી અને તેના મળતિયાઓને ઉપરથી રેચ આવતાં જાતે જ દબાણો દૂર કરવા લાગ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ગઈકાલે શુક્રવારે(8 માર્ચે) બૂલડોઝર લઈને દિનુ બોઘા જે જગ્યાએ પોતે દબાણો કર્યા હતા તે તોડી પાડ્યા છે. સાથે સાથે વીજ કંપનીએ દિનુ સોલંકીના વિસ્તારમાં ટીવી ચેનલોના વાયર પણ કાપ્યા છે. જાણવા મળી રહ્યું છે કે તેના ભત્રીજાને ચેનલ કેબલનો ધંધો છે.
પૂર્વ સાંસદ દબાણ કર્યું છે?
પૂર્વ સાંસદ દિન સોલંકી,તેના ભાઈ, ભત્રીજા પર આરોપ છે કે તેમણે ગીર સોમનાથની સરકારી જમીનો અને ખાણોમાં મોટું દબાણ કર્યું છે. કોડીનાર તાલુકાના અરીઠિયા, નગડલા અને હરમડિયા ગામના સીમમાં 120 વીઘા ગૌચર દબાણ કર્યું છે. આ મામલે અનેક લોકોએ કલેક્ટર, મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. જો કે તે દબાણો દૂર કરવા એકના બે થયા ન હતા.
ત્યારે આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. અમિત શાહ ગીર સોમનાથ જીલ્લાની મુલાકત પણ લેવાના છે. ત્યાર ગઈકાલે ગૃહમંત્રી પહોંચે તે પહેલા દિનુ સોલંકીએ પોતે કરેલા દબાણો જાતે દૂર કર્યા છે. સાથે સાથે વીજ કંપની દ્વારા તેમના ઘર સુધી ટીવી ચેનલના નાખેલા વાયરોને પણ થાંબલા પરથી કાપી નાખવામાં આવ્યા છે.
પૂર્વ સાંદસદના ભત્રીજાનો વીજ ટીવી કેબલનો ધંધો!
પૂર્વ સાંસદના ભત્રીજાનું કોડીનાર સહિત આસપાસના વિસ્તારમાં રાજમોતી કેબલના નામે નેટવર્ક ચાલે છે. લગભગ 120 કિ.મી.માં વીજપોલનો ઉપયોગ કરી કેબલના વાયરો લટકાવી દેવામાં આવ્યા છે. આ અંગેની જાણ વીજ કંપની PGVCLના અધિકારીઓને થતાં 110 વીજપોલ પર લટકાવી દેવાયેલા વાયરો ઉતારી લેવામાં આવ્યા. સાથે જ વાયરો કોને પૂછીને લગાવ્યા તે તપાસ હાથ ધરાઈ છે.
દિનુ સોલંકીએ દબાણો કર્યાનો લાગ્યા હતા આરોપ
તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાના તલાલામાં સનાતન હિન્દુ સમાજ દ્વારા દિનુ સોલંકી વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. આ માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. બીજી બાજુ પૂર્વ સાંસદ દિન સોલંકી અને કલેક્ટર વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી દબાણોને લઇને વિવાદ ચાલી રહ્યો છે. બંન્ આમને સામને આવી ગયા છે. કલેક્ટર દ્વારા જીલ્લાના ઘણા દબાણો હટાવવાની કામગીરી તેજ કરાઈ છે.
દિનુ બોઘાએ ગીર સોમનાથમાં કલેક્ટર પર ભ્રષ્ટ્રાચારના આરોપ મૂક્યા હતા
અગાઉ દીનુ બોઘા સોલંકીએ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ પર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવી તપાસની માગ કરી હતી. ત્યારથી પૂર્વ સાંસદ દિનુ સોલંકી અને કલેક્ટર વચ્ચે વિવાદ ચાલે છે. તાજેતરમાં પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ જિલ્લા કલેકટરને આડે હાથ લીધા હતા અને તેમની તુલના મહમદ ગઝનવી સાથે કરી હતી.
આ પણ વાંચોઃ Gir Somanath: દિનુ બોઘાએ પોતે કરેલા દબાણો દૂર કરવા બૂલડોઝર લઈ પહોંચ્યા?, શું છે કારણ?
આ પણ વાંચોઃ Surat Suicide: દેવા ડૂબેલા પરિવારનો આપઘાત, માતા-પિતા અને પુત્રએ ઝેરી દવા પીધી
આ પણ વાંચોઃ Mumbai: એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી મામલે સુપ્રિમનો ચૂકાદો, ઝૂંપડપટ્ટી વિકાસનું કામ ચાલુ રહેશે
આ પણ વાંચોઃ Bhavnagar raging: સિનયરોએ 3 ઈન્ટર્નશીપ કરતાં જૂનિયર ડોક્ટરોને માર માર્યો, હોસ્પિટલમાં દાખલ, જાણો સમગ્ર ઘટના