
Godhra: ગોધરામાં બે દિવસ પહેલા એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતો વીડિયો શેર કર્યો હતો જેને લઈને ભારે હોબાળો મચી ગયો. જ્યારે આ વ્યક્તને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હોવાની જાણકારી લોકોને મળતા એક સમુદાયના લોકો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. ત્યારે પરિસ્થિતિને કાબુમાં લેવા અને ટોળાને વિખેરવા માટે પોલીસે બળપ્રયોગ કર્યો હતો. જે બાદ વિસ્તારમાં ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
લોકોએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવો
મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર વ્યક્તિને શુક્રવારે ગોધરા બી ડિવિઝન સ્ટેશન લાવવામાં આવ્યો હતો. ત્યારે શહેર બી ડિવિજન પોલીસ મથક ખાતે લોકોના ટોળાએ હોબાળો મચાવ્યો હતો. એક જ સમુદાયના ટોળે ટોળા પોલીસ મથકે એકત્ર થતા વાતાવરણ તંગ બન્યું હતું. લોકોએ ગોધરા શહેર બી ડિવિજન પોલીસ મથકનો ઘેરાવો કર્યો હતો. એટલું જ નહીં રોષે ભરાયેલા એક જ જૂથના ટોળાએ પથ્થર મારો કર્યો હતો.જેથી પોલીસ સ્ટેશનને પણ નુકસાન પહોંચ્યું હતું.
<
कानपुर से मुहम्मद वाला जो हैशटेग वायरल हुआ उसी हैशटेग के साथ गोधरा मैं पिछले कुछ दिनों से वीडियो वायरल किए जा रहे थे.
वो खबर सोशल मीडिया ऐसी वायरल की गई की आधे घंटे मैं बड़ी भीड़ थाने पर उमड़ी और तोड़फोड़ मचाई.#Godhra https://t.co/nEIRdD5jn4
— Sanskar Sojitra (@sanskar_sojitra) September 19, 2025
/p>
ટોળાંને વિખેરવા માટે ટિયર ગેસના સેલ છોડ્યાં
ત્યારે પોલીસને ટોળાંને વિખેરવા માટે ટિયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. જો કે, આ ઘટનાની જાણ થતા પંચમહાલ ગોધરા રેન્જના આઇ.જી,જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમજ એકત્ર થયેલા ટોળાના અગ્રણીઓ અને સેવા ભાવિ લોકો પણ અહીં આવીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
#godhra :@SP_Panchmahal ने बताया कि एक व्यक्ति को सांप्रदायिक सौहार्द बिगाड़ने की धमकी वाला वीडियो पोस्ट करने के बाद पुलिस स्टेशन बुलाया गया था।
उस व्यक्ति के समर्थन में भीड़ थाने पहुँच गई और इलाके में तोड़फोड़ की, जिसके बाद पुलिस को लाठीचार्ज करना पड़ा।pic.twitter.com/PXRsFwQNI6
— Krishna Rathod (@KrishnrathodGuj) September 19, 2025
પોલીસે કરી સ્પષ્ટતા
આ મામલે પંચમહાલના પોલીસ અધિક્ષક હરેશ દુધાતે પત્રકારોને જણાવ્યું હતું કે તે વ્યક્તિ ઘણીવાર રીલ બનાવતો હતો અને નવરાત્રિ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી કરી શકે તેવી સામગ્રી બનાવવા સામે ચેતવણી આપવા માટે જ તેને બોલાવવામાં આવ્યો હતો. “પરંતુ એવું ખોટું માનવામાં આવ્યું હતું કે અમે તેને ધાર્મિક પોસ્ટર સાથે બનાવેલા તાજેતરના વીડિયો અંગે બોલાવ્યો હતો,” ત્યારે આ યુવકને ધમકાવવા માટે બોલાવ્યો હોય તેવી ગેરસમજ થતા લોક ટોળા એકત્ર થયા હતા. અને ટોળાએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
આ પણ વાંચો:
patan: વાત કરવા બાબતે ચાર માસથી હેરાનગતિ, કંટાળેલી વિદ્યાર્થિનીએ ઝેર ગટગટાવ્યું
iPhone 17: ભારતમાં આજથી iPhone 17 નું વેચાણ શરૂ, દિલ્હી અને મુંબઈમાં Apple સ્ટોર્સની બહાર ભીડ ઉમટી
Gujarat Weather News: નવરાત્રી પહેલા ગુજરાતમાં ચોમાસાનું આગમન, આ વિસ્તારોમાં મેઘરાજા કરશે જમાવટ
Vadodara: લો બોલો ! ઓછી પાણીપુરી મળતા મહિલાએ કર્યું એવું કે, અંતે પોલીસ બોલાવવી પડી
Russia Earthquake: રશિયામાં ફરી ભૂકંપના આંચકા, 7.8 ની નોંધાઈ તીવ્રતા
The gujarat report ના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF








