
Media Advisory: ઓપરેશન સિંદૂર બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ખૂબ જ તણાવ વધી ગયો છે. બંને બાજુથી ભારે હુમલા થઈ રહ્યા છે. ડ્રોન, મિસાઈલ સહિતની હુમલાઓ થઈ રહ્યા છે બંને બાજુથી હુમલા થતાં નાગરિકોને મોટું નુકસાન થયું છે. ભારતના 16થી વધુ નાગરિકોના મોત થયા છે. જયારે પાકિસ્તાનમાં પણ મોત થયા છે.
જો કે આ વચ્ચે સરકારની ચાપલૂસી કરતું મિડિયા સેનાની ગતિવીધીઓના વીડિયો શેર કરી રહ્યું છે. સેના શું કરવા જઈ રહી છે, તેનું પણ પ્રદર્શન કરી રહી છે. જે દેશ અને સેના માટે અહિત સમાન છે. જેની સામે કોંગ્રેસ પણ પગલા લેવા માગ કરી છે.
કોંગ્રેસ નેતા પ્રબલ પ્રતાપ શાહી કહ્યું માત્ર પીએમ મોદી, અમિત શાહ, રાજનાથસિંહના પોસ્ટર ઓપરેશન સિંદૂર હેઠળ લગાવી દુષ્ટપ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું આ આવા પોસ્ટર લગાવવા હોય તો ભારતીય સેનાના લગાવવા જોઈએ. તે નેશનલ હિરો છે.
જેથી ભારતે સૈનિકોનું મનોબળ તૂટે, ભારતને નુકસાન ન પહોંચે તે માટે મિડિયા એડવાઈઝરી જાહેર કરી છે. જે તમારે જાણવી જરુર છે.
ભારતના માહિતી અને પ્રસારણ મંત્રાલયે મીડિયા માટે કેટલીક એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરીનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાથમિકતા આપવી અને સંવેદનશીલ સ્થિતિમાં માહિતીના પ્રસારણને નિયંત્રિત કરવાનો છે. નીચે મુખ્ય એડવાઈઝરીની વિગતો આપેલ છે:
લાઈવ કવરેજ પર પ્રતિબંધ:
ભારતના માહિતી મંત્રાલયે મીડિયાને સૈન્ય કામગીરી અથવા સુરક્ષા દળોની હિલચાલનું લાઈવ પ્રસારણ કે રિયલ-ટાઈમ રિપોર્ટિંગ ન કરવા માટે સૂચના આપી છે. આનો હેતુ સંવેદનશીલ વ્યૂહાત્મક માહિતીને સુરક્ષિત રાખવાનો છે, જેમ કે 1999ના કારગિલ યુદ્ધ અને 2008ના મુંબઈ હુમલા દરમિયાન ઉદ્ભવેલી ચિંતાઓને ધ્યાનમાં રાખીને.
પાકિસ્તાનના કન્ટેન્ટ પર પ્રતિબંધ:
પહેલગામ આતંકવાદી હુમલા બાદ, ભારત સરકારે ઓટીટી પ્લેટફોર્મ્સને પાકિસ્તાનથી ઉદ્ભવતી તમામ કન્ટેન્ટ હટાવવા માટે આદેશ આપ્યો છે. આ પગલું રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને પ્રચાર (પ્રોપેગેન્ડા) ને રોકવા માટે લેવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયા પર પ્રચારની ચેતવણી:
સરકારે ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત પ્રચાર વધી શકે છે. નાગરિકો અને મીડિયાને આવી માહિતીની ઝીણવટથી તપાસ કરવા અને શંકાસ્પદ કન્ટેન્ટ, ખાસ કરીને ભારતીય સશસ્ત્ર દળો સાથે સંબંધિત, ની જાણ કરવા જણાવવામાં આવ્યું છે.
જવાબદાર અને સંવેદનશીલ રિપોર્ટિંગ:
મીડિયા ચેનલો, ડિજિટલ પ્લેટફોર્મ્સ અને વ્યક્તિઓને વર્તમાન સ્થિતિના કવરેજમાં સંયમ, સંવેદનશીલતા અને જવાબદારી દર્શાવવા માટે કહેવામાં આવ્યું છે. આનો ઉદ્દેશ ખોટી માહિતી અને ઉશ્કેરણીજનક પ્રચારને રોકવાનો છે.
આ એડવાઈઝરી રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાથમિકતા આપવા અને ખોટી માહિતીના ફેલાવાને રોકવા માટે લેવામાં આવેલા પગલાંનો ભાગ છે.
આ પણ વાંચોઃ
Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?
PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?
Vadodara: ન્યાયના એજન્ડા સાથે લડી રહેલા ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્શનની બક્ષીશ
Bhavnagar: મિલકતની તકરારમાં યુવકનો જીવ ગયો, જાહેરમાં છરી વડે રહેંસી નાખ્યો
પાકિસ્તાનમાં આતંકીઓની લાશોને રાષ્ટ્રધ્વજમાં લપેટી અંતિમસંસ્કાર, મિશ્રીએ શું કહ્યું? | india










