સોનાના ભાવમાં રૂપિયા 1500 રૂપિયાનો ધરખમ વધારો; 87300ની રેકોર્ડ ટોચે

  • Others
  • February 5, 2025
  • 2 Comments
  • સોનાના ભાવમાં રૂપિયા 1500 રૂપિયાનો ધરખમ વધારો; 87300ની રેકોર્ડ ટોચે

અમેરિકા-ચીન વચ્ચે ટેરિફ વોરના કારણે સોનાના ભાવ સળંગ ત્રીજા દિવસે સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા છે. અમદાવાદમાં સોનાનો ભાવ ગઈકાલે રેકોર્ડ રૂ. 85800 પ્રતિ 10 ગ્રામ નોંધાયા બાદ આજે 1500 રૂપિયા ઉછળી રૂ. 87300ના ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. ચાંદીમાં પણ આકર્ષક તેજી જોવા મળી છે.

અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોરના કારણે કિંમતી ધાતુમાં તેજી આવી છે. ચીનમાં લુનાર યરનો હોલિડે પૂર્ણ થયો છે. આજે માર્કેટ ખૂલતાં જ સોનામાં આકર્ષક તેજી જોવા મળી છે. બીજી તરફ અમેરિકાએ ચીનની પ્રોડક્ટ્સ પર 10 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરતાં ચીને પણ જવાબી કાર્યવાહીના ભાગરૂપે અમેરિકા પર ટેરિફ લાદવાની સાથે ગુગલ વિરૂદ્ધ તપાસ હાથ ધરતાં વૈશ્વિક પડકારો વધ્યા છે. ડોલર ઈન્ડેક્સ પણ નબળો પડ્યો છે. જેથી રોકાણકારો સેફ હેવન તરફ ડાયવર્ટ થયા છે.

જ્યારે આજે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ચાંદી ગઈકાલે રૂ. 93500 પ્રતિ કિગ્રા થઈ હતી. જે આજે રૂ. 1500 ઉછળી રૂ. 94000 પ્રતિ કિગ્રાએ પહોંચી છે. અમદાવાદમાં અગાઉ ઓક્ટોબર માસમાં ચાંદી રેકોર્ડ એક લાખ પ્રતિ કિગ્રાનું ઓલટાઈમ હાઈ લેવલ વટાવી ગઈ હતી. દિલ્હીમાં આજે ચાંદી રુ. 1628 વધી 95421 રૂપિયા પ્રતિ કિલો થયો છે. ઉલ્લેખનીય છે, રાજ્યવાર સોના-ચાંદીના ભાવ અલગ-અલગ હોય છે.

એમસીએક્સ ખાતે સોનું રૂ. 842 ઉછળી રૂ. 84639 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી વાયદો રૂ. 130 ઉછળી રૂ. 95884 પ્રતિ કિગ્રા પર ટ્રેડ થઈ રહ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ બનતાં જ ચીન અને અમેરિકા વચ્ચે ફરી ટ્રેડવોર શરૂ થયું છે. જેના પગલે વૈશ્વિક સ્તરે પણ સ્પોટ ગોલ્ડ 2853.97 ડોલર પ્રતિ ઔંસની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું.

ગોલ્ડ ફ્યુચર્સ પણ 2879.70 ડોલર પ્રતિ ઔંસ નોંધાયું હતું. અગાઉ ટ્રમ્પે વિશ્વની બે ટોચની ઈકોનોમી વચ્ચે સર્જાયેલા વેપાર તણાવો દૂર કરવાં ચીનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરવાની તૈયારી દર્શાવી હતી. પરંતું બાદમાં તેમણે નિવેદન આપ્યું કે, તેમને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરવાની કોઈ ઉતાવળ નથી.

આ પણ વાંચો- દિલ્હીમાં 5 વાગ્યા સુધી 57.70% વોટિંગ; AAP-BJP સમર્થકો વચ્ચે અથડામણ

Related Posts

plastic polythene: તમે જે પોલિથીનમાં શાકભાજી લાવો છો તેનાથી થઈ શકે છે કેન્સર જેવા ઘાતક રોગ
  • July 5, 2025

plastic polythene: પ્લાસ્ટિકનું નામ સાંભળતાની સાથે જ આપણને બધે જ પોલીથીન દેખાય છે. કરિયાણાની દુકાનોથી લઈને શાકભાજી વેચનારાઓ સુધી અને ફૂડ પેકેજિંગથી લઈને બજાર સુધી, બધે જ પોલીથીનનો ઉપયોગ થાય…

Continue reading
Viral Video: લગ્નમાં કપલને રોલો પાડવો ભારે પડ્ચો, ફોટોશૂટના ચક્કરમાં મજાકનો શિકાર બન્યા
  • June 16, 2025

Viral Video: હાલ સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ડરામણો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કપલ ગળામાં અજગર રાખીને ફોટોશૂટ કરાવતું જોવા મળે છે. આ વીડિયોએ લોકોને ચોંકાવી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

  • August 7, 2025
  • 10 views
Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

  • August 7, 2025
  • 10 views
Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

  • August 7, 2025
  • 12 views
Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 29 views
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી

  • August 7, 2025
  • 14 views
Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી

UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 36 views
UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!