
Gold-silver price: જે લોકોએ સોનામાં રોકાણ કર્યું છે, તેમની ખુશીનો કોઈ પાર રહ્યો નથી. કારણ કે સોનું અત્યાર સુધીની સૌથી વધુ ઊંચાઈ પહોંચી ગયું છે. તેના ભાવામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે સોનું રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયું છે. સોમવારે દિલ્હી બજારમાં 99.99 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાનો ભાવ 1,650 રૂપિયા વધીને 99,800 રૂપિયા થઈ ગયો છે. એટલે કે હવે સોનુંપ્રતિ 10 ગ્રામ 1 લાખની કિંમતે પહોંચમાં ખૂબ નજીક છે.
શુક્રવારે શરૂઆતમાં સોનું થોડું ઘટીને 98,150 રૂપિયા પર બંધ થયું હતું. પરંતુ આ અઠવાડિયાની શરૂઆતમાં યુએસ-ચીન વેપાર તણાવ અને ડોલરમાં નબળાઈ જેવા આંતરરાષ્ટ્રીય વલણોને કારણે માંગમાં વધારો થયો છે.
99.5% શુદ્ધતાવાળા સોનામાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો અને તેનો ભાવ 1,600 રૂપિયા વધીને 99,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો. છેલ્લા ટ્રેડિંગ દિવસે તેનો ભાવ 97,700 રૂપિયા હતો.
ચાંદીએ પણ મજબૂતી દર્શાવી
સોનાની સાથે ચાંદી પણ મોંઘી થઈ ગઈ છે. સોમવારે ચાંદીનો ભાવ 500 રૂપિયા વધીને 98,500 રૂપિયા પ્રતિ કિલો થયો હતો. અગાઉ શુક્રવારે તે 98,000 રૂપિયા પર બંધ થયો હતો.
નિષ્ણાતો શું કહે છે?
કોટક મહિન્દ્રા એએમસીના ફંડ મેનેજર સતીશ દોંડાપતિએ જણાવ્યું હતું કે આ વર્ષે સોના અને ચાંદીના ભાવમાં વધારો ઘણા કારણોસર થયો છે – જેમ કે વેપાર યુદ્ધની ચિંતા, વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાઓ, ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓ અને ડોલરમાં નબળાઈ. તેમણે કહ્યું કે એપ્રિલની શરૂઆતથી સોનામાં લગભગ 6%નો વધારો જોવા મળ્યો છે.વિશ્વભરમાં સોનાએ નવી ઊંચાઈ સર કરી છે.
આ પણ વાંચોઃ
Bengaluru: વિંગ કમાન્ડર અને પત્ની પર હુમલો, લોહીથી લથપથ થઈ ગયા, કમાન્ડરે શું કહ્યું?
Ahmedabad: સરકાર આસારામના 3 આશ્રમ કેમ ખાલી કરાવી રહી છે?, શું છે આયોજન!
ગુજરાત સહિત 6 રાજ્યના વિદ્યાર્થીઓ Australia નહીં જઈ શકે, હાલમાં રહેતાં વિદ્યાર્થીઓનું શું થશે?
Pope Francis: ખ્રિસ્તીઓના ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું નિધન, 88 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ