
Gujarat Accident: ગુજરાતમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. જેમાં અનેક લોકો જીવ ગૂમાવી રહ્યા છે ત્યારે આજે રાજ્યમાં વધુ એક ગંભીર અક્સમાતની ઘટના સામે આવી છે. જેમાં રાજકોટ-ભાવનગર હાઇવે પર અક્સમાત સર્જાતા ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે. જાણવા મળી રહ્યું છે કે, આ વિદ્યાર્થીઓઆર. કે. યુનિવર્સટીના છે તેઓ ગાડી ભાડે કરીને દીવ જઈ રહ્યા હતા આ દરમિયાન તેમનું મોત થતા અરેરાટી વ્યાપી છે.
રાજકોટ-ભાવનગર હાઇવે પર અકસ્માતમા ત્રણ વિદ્યાર્થીઓના મોત
મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના આટકોટના જંગવડ પાસે ગંભીર કાર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ઇનોવા કાર પલ્ટી જતા રાજકોટની R. K. યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.
ત્રણેય વિદ્યાર્થીની થઈ ઓળખ
પોલીસે ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતકોમાં આંધ્રપ્રદેશના નરેશ સુબ્બારાવ, તેલંગાણાના મોથી હર્ષા અને આફરીન સાયદનો સમાવેશ થાય છે. આ ત્રણેય વિદ્યાર્થીની ઉંમર 19 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે.
કાર ભાડે કરી દીવ જતા હતા
ત્રણેય વિદ્યાર્થીઓ આર. કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા. ઇનોવા કાર ભાડે કરી દીવ જતા હતા, ત્યારે રસ્તામાં તેમનો અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કારના ફુરચેફુરચા ઉડી ગયા છે.
પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી
હાલ તો પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ વિદ્યાર્થીઓના પરિજનોનો સંપર્ક કરી તેમને આ મામલે જાણ કરવામાં આવી છે.
આ પણ વાંચો:
Britain-China: બ્રિટને કઈ રીતે ચીનની પ્રાચીન સભ્યતાને અફીણના નશામાં ડૂબાડી દીધી?
Love and War controversy: ‘લવ એન્ડ વૉર’ મુશ્કેલીમાં, વિશ્વાસઘાત અને દુર્વ્યવહારની ફરિયાદ
Ahmedabad: AMCની બોટ પલટતાં ત્રણ યુવકોનું મોત, એકનો બચાવ
Afghanistan earthquake: અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં 1,400 થી વધુ લોકોના મોત, 3124 લોકો ઘાયલ
Gujarat Weather Update: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, IMD એ આપ્યું ઓરેન્જ એલર્ટ
Rajasthan: ધાર્મિક હોવાનો ઢોંગ કરતા મૌલાનાની ખૂલી પોલ, મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો વાયરલ









