
Gujarat Budget 2025-26: આજે ગુજરાતનું બજેટ રજૂ થવાનું છે. ત્યારે તે પહેલા પૂર્વ મુખ્યમંત્રીએ બજેટ અંગે સ્ફોટક વાત કરી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ ગુજરાતના કુલ બજેટમાં ઉત્પાદકીય ખર્ચ કરતા બિનઉત્પાદકીય ખર્ચના વધારે પ્રમાણ વિશે સ્ફોટક નિવેદન આપ્યું છે. સરકાર જાહેરાતો પાછળ વધુ નાણાં ખર્ચી રહી હોવાનું સુરેશ મહેતા જણાવે છે.
સુરેશ મહેતાએ કહ્યું ગુજરાત સરકાર વિકાસના કામો કરવાને બદલે વિકાસ કર્યો હોવાનો મોટો પ્રચાર કરવામાં પૈસા વધારે વાપરી રહી છે. 1 લાખ 51 હજાર કરોડનો ખર્ચ બિનઉત્પાદક ખર્ચ માટે કરે છે. ઉત્પાદક ખર્ચ 1 લાખ 33 હજાર કરોડ છે.
આવકમાં વધારો છતાં તેની નાણાંકીય સ્થિતિ કથળી રહી છે. 2010માં રુ. 37 હજાર કરોડની આવક હતી, તે વધીને રુ. 3 લાખ 70 હજાર કરોડ થઈ ગઈ છે. પૂર્વ મુખ્યમંત્રીનું કહેવું છે કે રાજ્યની આવક કરતાં જાવક વધુ છે. જેથી ગુજરાત દેવાના ડુંગર તળે છે.
આટલું છે દેવું
2003માં 1 લાખ કરોડ હતું.
2025માં 4 લાખ 26 હજાર કરોડ
2026માં 5 લાખ 23 હજાર કરોડ થશે
લોકોનું જીવન બદતર બનતું જશે
સુરેશ મહેતા ગરબી અને માનવ વિકાસની વાત કરતા કહે છે કે બાળકો, મહિલાઓ અને શ્રમિકો તથા ગ્રામ્ય વિસ્તારના લોકોનું જીવન બદતર બનતું જશે. ગરબી વધશે. તેમનું કહેવું છે મહિલા, બાળકો, વન અને પર્યાવરણ, શ્રમ, રોજગાર વિભાગ, આરોગ્ય ને પરિવાર કલ્યાણ, કૃષિ, સહકાર વિભાગ, શિક્ષણ વિભાગ , પંચાયતો માટે ઓછા પૈસા આપીને તેનો વિકાસ રૂંધી રહી છે. માર્ગ ને મકાન, શહેરો, ઉદ્યોગ માટે વધારે નાણાં આપે છે. ઉત્પાદન વધુ દર્શાવીને બનાવટ કરે છે.
સબસિડી ઘટી રહી છે. 68 લાખ ખેતમજૂરો છે. ભોજન, મકાન, તબીબી સારવારની જરૃરિયાત સરકર પૂરી કરી શકતી નથી. આરોગ્ય માટે 5 ટકા ખર્ચ કરે છે જે વધારીને 10 ટકા કરવો જોઈએ. 30 હજાર કરોડ જોઈએ. શિક્ષણ માટે રૂ. 60 હજાર કરોડ જરૂરી છે.
3.50 કરોડ મહિલાઓ અને 1 કરોડ બાળકો માટે માત્ર 6900 કરોડ છે. જે ખરેખર રૂ.45 હજાર કરોડો હોવા જોઈએ. 65 ટકા મહિલાઓ અને 80 ટકા બાળકો કુપોષણ છે. 45 લાખ કુટુંબો છે. 11 હજાર કરોડની સામે માત્ર 350 કરોડ આપે છે.
આ પણ વાંચોઃ Gujarat Budget 2025: નાણામંત્રી કનું દેસાઈ રજૂ કરશે બજેટ, નવા જંત્રી દરનું શું થશે?
આ પણ વાંચોઃ Delhi New CM: બે વખત વિધાનસભા ચૂંટણી હારી જનાર રેખા ગુપ્તા આખરે દિલ્હીના CM પદના લેશે શપથ
આ પણ વાંચોઃ Chhaava Movie MP: ‘છાવા’ મધ્યપ્રદેશમાં છવાઈ, CM મોહન યાદવે ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરી
આ પણ વાંચોઃ Surat: ગળા કપાયેલી હાલતમાં મળી આવેલા પ્રેમી યુગલો મામલે મોટો ખુલસો