
Gujarat Health Employees Strike: ગુજરાતમાં વિવિધ જીલ્લાઓમાં આરોગ્યકર્મીઓ પોતાની પડતર માંગણીઓને લઈ આજથી(17 માર્ચ) હડતાળ પર ઉતર્યા છે. ગુજરાત રાજ્યના પંચાયતી સેવા વર્ગ-3ના કર્મચારીઓ હડતાળ પર ઉતરતાં દર્દીઓને હાલાકી પડી રહી છે. આરોગ્ય કર્મચારી જિલ્લા કક્ષાના સુપરવાઇઝર સહિત 25 હજારથી વધુ કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે.
શું છે માંગ?
કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં ટેક્નિકલ કેડરમાં સમાવેશ, ગ્રેડ-પે સુધારણા અને ખાતાકીય પરીક્ષા રદ કરવી. સ્ટાફ નર્સ, લેબ ટેક્નિશિયન અને ફાર્માસિસ્ટ સિવાયના તમામ કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે.
ઉલ્લેખનીય છે કે સરકાર વારંવાર આરોગ્યકર્મીઓની આગળ ગાજર લટકાવે છે. ત્યારે હવે તેઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. તેઓ અચોક્સ મુદ્દત પર હડતાળ પર ઉતરી ગયા ચે.
આરોગ્યકર્મીઓ હડતાળ પર ઉતરતાં સર્વેલન્સ, મેલેરિયા નિયંત્રણ, ટીબી સારવાર, નવા સગર્ભાની નોંધણી અને ચિકનગુનિયા સંબંધિત કામગીરી ઠપ થઈ ગઈ છે. ખાસ કરીને બાળકો અને સગર્ભા માતાઓના રસીકરણ કાર્યક્રમ પર વિપરીત અસર પડી છે. ખેડા, બનાસકાંઠા સહિતના જીલ્લાઓમાં આરોગ્યકર્મીઓ હડતાળ પર ઉતર્યા છે.
પહેલા પણ આરોગ્યકર્મીઓ કરી ચૂક્યા છે વિરોધ
આ પહેલા પણ કર્મચારીઓએ ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરંતુ સરકાર તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ ન મળતા આખરે હડતાળનો માર્ગ અપનાવવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Vadodara: ધાર્મિક સ્થળ પર બૂટ-ચપ્પલ પહેરી સિગારેટ પીતા વિદેશી વિદ્યાર્થીઓને ધોઈ નાખ્યા, 7 ઝડપાયા
આ પણ વાંચોઃ Gujarat: કઈ ઘટનાઓએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને બેઠક કરવા મજબૂર કર્યા? વાંંચો
આ પણ વાંચોઃ ચેમ્પિયન ટ્રોફી યોજીને પાકિસ્તાનને શું મળ્યું? ન ફાઈનલ મળી ન નફો; થયું 851 કરોડ રૂપિયાનું નુકશાન