
Gujarat forest land: વૃક્ષો પર્યાવરણ માટે ખૂબ ઉપયોગી છે જેથી વૃક્ષો વાવવા માટે ઘણા લોકો પ્રેરણા આપે છે. આપણને અભ્યાસમાં પણ વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. ત્યારે ભાજપ દ્વારા પણ એક પેડ મા કે નામ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભાજપના નેતાઓ વૃક્ષો વાવીને ફોટા પડાવીને પોતાના સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા છે. ત્યારે નરેન્દ્ર મોદીએ પણ એવું કહ્યું હતુ કે, વૃક્ષોમાં ભગવાન રહે છે. મોદીએ કહ્યું હતુ કે, વૃક્ષોમાં આત્મા છે જીવ છે વૃક્ષમાં પરમાત્મા છે આ ભાવ આપણે ત્યાં ગળથૂથીમાં હતો. છોડ એ જ રણછોડ, પૌધામાં પરમાત્મા, આપણે ત્યાં સહજ હતું. ભારતની ઉચ્ચ પરંપરાઓને ખાલી જાણી લેને તો પણ તેમને ગ્લોબલ વોર્મિગનો જવાબ મળી જશે.
મોદીએ કહ્યું- વૃક્ષો કાપવા તે કસાઈનું કામ
આ દરમિયાન તેમણે પોતાના નાનપણનો એક પ્રસંગ યાદ કરતા કહ્યું હતુ કે મારા કાકાએ લાકડાની લાટી કરવાનો વિચાર કર્યો તેના વિશે મારા દાદી જેઓ શિક્ષિત નહોતા તેમણે મારા કાકાને કહ્યું કે, ભાઈ તને કસાઈ થવાનું કોને સૂઝાડ્યું. તેમણે કહ્યું કે, બાળપણમાં કહેલી વાતો આજે પણ તેમના કાનમાં ગુંજે છે.
ગુજરાતમાં સરકારે હજારો હેક્ટર જમીન અદાણીને આપી દીધી
ઝારખંડમાં ગૌતમ અદાણીની કંપનીને 3 હજાર વીઘા જમીન આપવા માટેનો કેસ સુપ્રિમ કોર્ટમાં ચાલતો હતો. ત્યારે કંપનીને આટલી મોટી જમીન આપવાની વાત સાંભળીને જજ પણ ચોંકી ગયા હતા. પરંતુ ગુજરાતમાં સરકારે હજારો હેક્ટર જમીન અદાણીને આપી દીધી છે. તેમાં જંગલો ધરાવતી જમીન પણ આપી દેવામાં આવી છે.
નરેન્દ્ર મોદીએ કેટલું કસાઈનું કામ કર્યું ?
ત્યારે નરેન્દ્ર મોદીએ કેટલા વૃક્ષો કાપવાનું કામ એટલે કે કસાઈનું કામ કરેલું છે તેની વાત વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે કર્યું હતું.
ઔદ્યોગિક વિકાસ માટે પર્યાવરણનો વિનાશ
ભાજપના શાસનમાં ગુજરાતની જંગલ જમીન ઉદ્યોગોને આપવામાં આવી છે. પર્યાવરણ અને વિકાસ અંગે મોદીનો દંભ ખુલ્લો પડ્યો છે. હજારો હેક્ટર જંગલ કોર્પોરેટ્સને સોંપવામાં આવ્યું છે. ઔદ્યોગિક વિકાસ માટે ગુજરાતમાં પર્યાવરણીય વિનાશ કરવામાં આવ્યો છે.
મોદીના ભાષણો વિરુદ્ધ જંગલ નુકશાનની વાસ્તવિકતા
ગુજરાતમાં વનનાબૂદીને કારણે આદિવાસીઓ જમીન ગુમાવી રહ્યા છે. મોદીના ભાષણો વિરુદ્ધ જંગલ નુકશાનની વાસ્તવિકતા સામે આવી રહી છે. ગુજરાત ભાજપનું વિકાસ મોડેલ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, લીલા સૂત્રો પાછળ છુપાયેલ કોર્પોરેટ જમીન કબજે, ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ માટે ગુજરાતના જંગલોનું કેવી રીતે બલિદાન આપવામાં આવ્યું જુઓ વીડિયો…
આ પણ વાંચો:
PM Modi news: ‘_ _ _ ‘ બનાવવામાં માસ્ટર સાહેબે મોબાઈલ એપ બનાવી!
UP: નાના ભાઈનું મોટા ભાઈની સાળી સાથે લફરું, મેથીપાક ચખાડી ઈચ્છા પુરી કરી!, જુઓ
J.J. Mevada: BJP નેતાની 300 કરોડની સંપતિ જપ્ત થશે, AAPમાંથી ભાજપમાં ગયા પણ મેળ ના પડ્યો!
MP News: નિવૃત્તિના પૈસા માટે પૂર્વ DSP નો પુત્ર છાતી પર ચઢી ગયો, પત્ની દોરડું લાવી અને પછી…