
Surendranagar: 1 જાન્યુઆરી 2025થી સુરેન્દ્રનગર શહેરને મનપાનો દરજ્જો મળ્યો ત્યારથી લોકોને કનડગત ઉભી થાય તેવા નિર્ણયો તંત્ર લઈ રહ્યું છે. જેથી લોકોમાં રોષ જોવા મળ્યો છે. લોકો ધાર્મિક, સામજિક પ્રસંગોની ઉજવણી કરતાં હતા તે મેદાન છીનવી લેવામાં આવ્યું છે. જેથી અહીં મેદને જંગ આંદોલન શરુ થયું છે.
મેદાને જંગ કેમ?
સુરેન્દ્રનગર સ્થિત મારૂતી મેદાનમાં ધાર્મિક, સામાજિક, લગ્ન, મરણ, નવરાત્રી પ્રસંગો થતાં હતા. જો કે હવે રોડ-રસ્તાઓ પરથી શાકભાજી વેચનારાઓને મેદાનમાં ખદેડ્યા છે. માર્ગો પરના ધંધા રોજગાર બંધ કરાવી દેવાયા છે. અયોધ્યા નગરના શાકભાજીની લારીઓવળાઓને પ્રજાના ઉત્સવના મેદાનમાં ખેદેડી દેવાયા છે. જેથી મેદાન નજીક રહેતાં સ્થાનિકો હવે તેમના ઉત્સવો, કાર્યક્રમો અહીં યોજી શકશે નહીં. જેથી સ્થાનિકોએ મનપા વિરુધ્ધ ભારે વિરોધ નોંધાવ્યો છે.
30 સોસાયટીના લોકો અંતે મેદાન માટે જંગ લડવા આંદોલન કરી રહ્યા છે. 30 સોસાટીઓની વસતી 8 હજાર લોકોની છે. પહેલા મારુતિ મેદાન વઢવાણ નગરપાલિકામાં આવતું હતું. હવે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં આવે છે.
આ પણ વાંચોઃ જામનગરમાં પ્રેમીને પામવા પત્નીએ પતિને મારી નખાવ્યો, કાર નીચે કચડાવ્યો | Husband murder
આ પણ વાંચોઃ મધ્ય પ્રદેશ સરકાર હવે બાળકોને જય હિંદ બોલાવશે, દેશભક્તિ કોને શીખવાની છે જરુર? | MP School
આ પણ વાંચોઃ ગેસ સિલિન્ડરના ભાવ વધતાં AAPનો વિરોધ, બોટલ પર ભાજપની ઓળખને ઉધી કરાઈ! | LPG Gas Price Increase
આ પણ વાંચોઃ NADIAD: હસતાં મુખે શરુ કરાયેલી સીટી બસ બંધ, ફરી શરુ નહીં થાય આંદોલન કરાશે | City bus service close
આ પણ વાંચોઃ મોંઘવારીના માર વચ્ચે PM MODI શ્રીલંકામાં બેસી ક્રિકેટની ચિંતા કરે છે?