NADIAD: હસતાં મુખે શરુ કરાયેલી સીટી બસ બંધ, ફરી શરુ નહીં થાય તો આંદોલન કરાશે | City bus service close

City Bus Service Close In Nadiad: નડિયાદ શહેરમાં સિટી બસના કોન્ટ્રાક્ટરોએ નિયમનું ઉલ્લઘન કરતાં બે મહિનાથી બંધ છે. શહેરમાં બસ નંબર પ્લેટ વગર દોડતી હતી. જેના કેટલાંક વીડિયો વાઈરલ થયા બાદ બંધ કરી દેવી પડી હતી. ત્યારે આટલા ટૂંકા ગાળામાં બસ સેવા બંધ થઈ જતાં લોકોમાં રોષ ભભૂક્યો છે. જ્યારે સીટી બસ સેવા શરુ કરાઈ ત્યારે ધારાસભ્ય પંકજ દેસાઈ, સાંસદ દેવુસિંહ ચૌહાણ, પાલિકાના સભ્યોએ ઉદ્ઘટાન કરી બસોનું હસતાં પ્રસ્થાપન કરાવ્યું હતુ. જો કે છેલ્લા બે મહિનાથી બંધ પડેલી બસ સેવાએ નડિયાદવાસીઓને વીલા કર્યા છે.

ત્યારે પશ્ચિમ નાગરિક સમિતિએ મહાનગરપાલિકામાં આવેદનપત્ર આપી બસ સેવા પુનઃ શરુ કરવા માગ કરી છે. ડેપ્યુટી કમિશનર રૂદ્રેશભાઈ હુદડને આવેદનપત્ર આપ્યું છે. સંસ્થાના પ્રમુખ નરેન્દ્ર નકુમે જણાવ્યું કે જો આવનારા દિવસોમાં આ લોકહિત સેવા શરૂ નહીં થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

નડિયાદમાં 25 ડિસેમ્બર 2024ના રોજ લીલી ઝંડી આપી સિટી બસ સેવા શરૂ કરવામાં આવી હતી. સિટી બસ સેવાનો વર્ક ઓર્ડર મહેસાણાની ગુરૂકૃપા ટ્રાવેલ એજન્સીને આપવામાં આવ્યો હતો. જોકે નડિયાદ શહેર સહિત આસપાસના વિસ્તારોના નાગરિકોની અવરજવર માટે શરૂ કરવામાં આવેલી સિટી બસ સેવા માત્ર 63 દિવસમાં જ વહીવટી બેદરકારીના કારણે બંધ થઈ હતી.

યોગ્ય આયોજન, સંકલન અને વ્યવસ્થાપન કરાયું હોત તો આ નોબત ઉભી થઈ ન હોત. ભાજપના સ્થાનિક નેતાઓની અણઆવડત અને ઉતાવળે કરેલા નિર્ણયના કારણે નડિયાદ અને આસપાસના વિસ્તારના નાગરિકોને મળતી સિટી બસની સુવિધા છીનવાઈ ગઈ છે. સિટી બસ બંધ થવા પાછળ સ્થાનિક ભાજપના નેતા અને બે અધિકારીઓ જવાબદાર હોવાના આક્ષેપ લગાવ્યા હતા. તેમજ વહેલી તકે સિટી બસ શરૂ કરવા માંગ કરાઈ છે.

આ પણ વાંચોઃ મોંઘવારીના માર વચ્ચે PM MODI શ્રીલંકામાં બેસી ક્રિકેટની ચિંતા કરે છે?

આ પણ વાંચોઃ ટ્રમ્પના ટેરિફની ગુજરાતના હીરા ઉદ્યોગ પર શું અસર થઈ રહી છે? જાણો | Trump tariffs

આ પણ વાંચોઃ શું 26/11ના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને આજે ભારત લાવાશે? | Tahawwur Rana Extradition

આ પણ વાંચોઃ અમદાવાદમાં કોંગ્રેસનું અધિવેશન, મોદીના ગઢ ગુજરાતને જીતવું કોંગ્રેસને કેટલું મુશ્કેલ? | Ahmedabad

આ પણ વાંચોઃ  અમદાવાદમાં પૈસાની લેતી-દેતી મામલે મિત્રો બાખડ્યા, ધારિયાથી હુમલો |Ahmedabad

Related Posts

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ
  • May 5, 2026

PGVCL GM RTGS Fraud: ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સાયબર ગુનેગારોની હિંમત હવે સાતમા આસમાને પહોંચી હોય તેમ જણાય છે. અત્યાર સુધી સામાન્ય લોકોના બેંક ખાતા સાફ કરનારા ઠગબાજોએ હવે ઉચ્ચ સરકારી…

Continue reading
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત
  • May 5, 2026

Mahisagar River Drowning Incident: ગુજરાતમાં ઉનાળો આકરો બનતા જ લોકો ગરમીથી રાહત મેળવવા માટે નદી, ડેમ અને તળાવો તરફ વળી રહ્યા છે, પરંતુ આ આનંદ ક્યારેક માતમમાં ફેરવાઈ જાય છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

  • May 5, 2026
  • 2 views
PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

  • May 5, 2026
  • 4 views
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

Vadnagar Suicide And Murder Case: વડનગરનો હચમચાવી દેતો હત્યાકાંડ, પત્ની-પુત્રીને ઘરમાં દાટી પતિનો હોસ્પિટલના ચોથા માળેથી આપઘાત

  • May 5, 2026
  • 8 views
Vadnagar Suicide And Murder Case: વડનગરનો હચમચાવી દેતો હત્યાકાંડ, પત્ની-પુત્રીને ઘરમાં દાટી પતિનો હોસ્પિટલના ચોથા માળેથી આપઘાત

Naroda Sub Registrar Bribery Case: નરોડા-6 સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, દસ્તાવેજના કામ માટે ₹2.50 લાખની લાંચ લેતા ત્રણ ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયા

  • May 5, 2026
  • 10 views
Naroda Sub Registrar Bribery Case: નરોડા-6 સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, દસ્તાવેજના કામ માટે ₹2.50 લાખની લાંચ લેતા ત્રણ ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયા

Stock Market Cyber Fraud: શેરબજારમાં મહિને 200 ટકા નફાની લાલચ આપીને યુવક સાથે 18 લાખની છેતરપિંડી, અમદાવાદ સાયબર ક્રાઇમે ગેંગ પકડી

  • May 5, 2026
  • 9 views
Stock Market Cyber Fraud: શેરબજારમાં મહિને 200 ટકા નફાની લાલચ આપીને યુવક સાથે 18 લાખની છેતરપિંડી, અમદાવાદ સાયબર ક્રાઇમે ગેંગ પકડી

Kinnar Jyotish Gang: ઓનલાઇન જ્યોતિષના નામે બ્લેકમેલિંગનું નેટવર્ક, કિન્નર ગુરુ બની લોકોને લૂંટતી ગેંગનો પર્દાફાશ

  • May 5, 2026
  • 11 views
Kinnar Jyotish Gang: ઓનલાઇન જ્યોતિષના નામે બ્લેકમેલિંગનું નેટવર્ક, કિન્નર ગુરુ બની લોકોને લૂંટતી ગેંગનો પર્દાફાશ