
Gujarat Rain Forecast: ગુજરાતમાં ચોમાસાએ જોર પકડ્યું છે અને હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. આજે અમદાવાદના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદનું આગમન થયું છે. હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત, 21 જિલ્લાઓમાં સવારે 10 વાગ્યા સુધી ઓરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર
હવામાન વિભાગે કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, ભરૂચ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા અને નગર હવેલી તેમજ દમણમાં ઓરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ રહેશે.
26-27 ઓગસ્ટની આગાહી
26થી 27 ઓગસ્ટ દરમિયાન રાજ્યના 20થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આ જિલ્લાઓમાં સાબરકાંઠા, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, ભરૂચ, બોટાદ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને વડોદરાનો સમાવેશ થાય છે. આ દરમિયાન ઓરેન્જ અને યલો ઍલર્ટ જાહેર કરાયું છે.
28-30 ઓગસ્ટની આગાહી
28થી 30 ઓગસ્ટ દરમિયાન કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.
જળાશયોની સ્થિતિ
ગુજરાતમાં આ ચોમાસામાં અત્યાર સુધીમાં 80% વરસાદ નોંધાયો છે, જેની સરેરાશ 27.50 ઈંચ છે. 37 તાલુકાઓમાં 40 ઈંચથી વધુ વરસાદ થયો છે. આની સાથે જળાશયોમાં પાણીની આવકમાં વધારો થયો છે. રાજ્યના 207 જળાશયોમાં સરેરાશ 78.82% જળસ્તર છે, જેમાં 59 જળાશયો છલોછલ થઈ ગયા છે, જ્યારે 78 જળાશયો હાઈઍલર્ટ પર છે.
નાગરિકોને સાવચેત રહેવા અપીલ
રાજ્યમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને નાગરિકોને સાવચેત રહેવા અને સલામતીના પગલાં લેવા અપીલ કરવામાં આવે છે.
આ પણ વાંચો:
Period-stopping medicine: પૂજામાં ભાગ લેવા પીરિયડ રોકવાની લીધી દવા, 18 વર્ષીય યુવતીએ ગૂમાવ્યો જીવ
MP: મોદી સરકારને ખેડૂત સાથે મજાક ભારે પડશે!, ‘સહાયને સરકારના મોં પર મારશે’, આ ખેડૂત તૈયાર!
Business War: દેશમાં બે ધનકુબેરો વચ્ચે ‘વેપારયુધ્ધ’, ભારત સાથે મોટી રમત!, જુઓ કેવી રીતે?