
Gujarat rain forecast: ગુજરાત રાજયમાં અનેક જગ્યાએ ભારે વરસાદ ખાબક્યો છે. અને તેથી રાજયની નદીઓ ઉફાન પર છે, ઘણાં વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ ઊભી થઈ છે. આટલું થયા પછી પણ હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, આ પરિસ્થિતિને જોતા તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે, હાલ ભારે વરસાદની આગાહી લાગુ પડતા જિલ્લાઓમાં શાળા – કોલેજો અને આંગણવાડીમાં રજા જાહેર કરાઈ છે. વિધાર્થીઓ શાળામાં ફસાઈ ના જાય તે બાબતને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગ અને કલેકટરે આ નિર્ણય લીધો છે.
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. તેથી જે જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે તે જિલ્લાના કલેકટર અને શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ તેમજ કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે, બનાસકાંઠા, કચ્છ, ખેડા, સાબરકાંઠા, મહેસાણામાં શાળા તેમજ આંગણવાડીમાં રજા જાહેર કરાઈ છે.
કચ્છમાં શાળાઓ બંધ
કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. અને હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાપરમાં અતિભારે વરસાદ થઈ ચૂકયો છે, સુવઈ ડેમ ઓવરફ્લો થયો છે. અને આ સંજોગોમાં વિદ્યાર્થીઓ શાળામાં ફસાઈ ન જાય માટે અહીં શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ તેમજ કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે.
ખેડા જિલ્લામાં શાળાઓ બંધ
ખેડા જિલ્લા તથા આજુબાજુના જિલ્લામાં પડતા ભારે વરસાદથી અહીં વહેતી મહી, શેઢી, સાબરમતી, અને વાત્રક નદીમાં પુર જેવી સ્થિતિ થવા પામી છે, અને હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે, તેથી કોઈ અઘટીત બનાવ ન બને માટે સલામતી અને સાવચેતીના ભાગરુપે કલેકટર અને શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લામાં શાળા – કોલેજો અને આંગણવાડીમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
બનાસકાંઠામાં ભારે વરસાદથી શાળાઓ બંધ રહેશે
બનાસકાંઠામાં પણ આવી જ પરિસ્થિતિ છે, વરસાદ રોકાવવાનું નામ લેતો અને વરસાદનું રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે, ગામડાઓ હજી પણ પાણીમાં ગરકાવ છે, તો વિધાર્થીઓને તકલીફ ના પડે તે માટે શાળા બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
મહેસાણામાં સ્કૂલો બંધ
મહેસાણામાં પણ રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને આ પહેલા પણ સિઝનનો સારો એવો વરસાદ વરસી પડ્યો છે. અને હવે અનેક જગ્યાએ પાણી ભરાવવાની સમસ્યાઓ થવાં લાગી છે. એટલે જિલ્લામાં કલેક્ટરે આજનો દિવસ સ્કૂલમાં રજા રહેશે તેવી જાહેરાત કરી છે, હવામાન વિભાગની વરસાદની આગાહીને લઇ આ નિર્ણય કરવામાં આવ્યો છે.
સાબરકાંઠામાં રજા જાહેર
સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. અને નદીઓનું જળસ્તર સતત વધી રહ્યું છે, આથી સાવચેતીના ભાગરૂપે 08/09/2025 સોમવારના રોજ ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકાના તમામ આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સવા એક ઇંચથી ત્રણ ઇંચ સુધી સર્વત્ર વરસાદ નોધાયો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ વરસાદની સામે 23% વધુ વરસાદ નોંધાયો છે. ભારે પવન અને દરિયાઈ મોજાં ઉછળવાની શક્યતાને કારણે માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ નોંધાયો છે, સૌથી વધુ સૂઇગામમાં 14.17 ઇંચ વરસાદ, રાપરમાં 9.25 ઇંચ, ભાભરમાં 8.62 ઇંચ વરસાદ, થરાદમાં 7.83 ઇંચ, વાવમાં 7.8 ઇંચ વરસાદ, સાંતલપુરમાં 4.72 ઇંચ, વાલોદમાં 4.41 ઇંચ વરસાદ, દિયોદરમાં 4.21 ઇંચ, રાધનપુરમાં 4.13 ઇંચ વરસાદ, કપરાડામાં 4.13 ઇંચ વરસાદ, વ્યારામાં 4.06 ઇંચ વરસાદ, વલસાડમાં 3.74 ઇંચ વરસાદ, ધરમપુરમાં 3.54 ઇંચ વરસાદ, દહેગામમાં 3.43 ઇંચ વરસાદ, ખેરગામમાં 3.39 ઇંચ વરસાદ, ડોલવણમાં 3.39 ઇંચ, વઘઇમાં 3.23 ઇંચ વરસાદ નોંધાયો છે.
અહેવાલ: સુમન ડાભી
આ પણ વાંચો:
Britain-China: બ્રિટને કઈ રીતે ચીનની પ્રાચીન સભ્યતાને અફીણના નશામાં ડૂબાડી દીધી?
Love and War controversy: ‘લવ એન્ડ વૉર’ મુશ્કેલીમાં, વિશ્વાસઘાત અને દુર્વ્યવહારની ફરિયાદ
Ahmedabad: AMCની બોટ પલટતાં ત્રણ યુવકોનું મોત, એકનો બચાવ
Afghanistan earthquake: અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં 1,400 થી વધુ લોકોના મોત, 3124 લોકો ઘાયલ
Gujarat Weather Update: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, IMD એ આપ્યું ઓરેન્જ એલર્ટ
Rajasthan: ધાર્મિક હોવાનો ઢોંગ કરતા મૌલાનાની ખૂલી પોલ, મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો વાયરલ









