
Chaitar Vasava case: નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટે ત્રણ દિવસના વચગાળાના શરતી જામીન મંજૂર કર્યા છે. આ જામીન તેમને ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં હાજરી આપવા માટે 3 દિવસ સુધી આપવામાં આવ્યા છે.
ચૈતર વસાવ 43 દિવસથી જેલમાં હતા
નોંધનીય છે કે, ચૈતર વસાવા છેલ્લા 63 દિવસથી વડોદરા સેન્ટ્રલ જેલમાં હતા. તેમના પર 5 જુલાઈના રોજ ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે મારામારી, તોડફોડ અને ધમકી આપવાનો આરોપ છે, જેના કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે કોર્ટે શરતો સાથે જામીન મંજૂર કર્યા છે, જેમાં વસાવાએ પોલીસ એસ્કોર્ટના ખર્ચે ગાંધીનગરમાં વિધાનસભા સત્રમાં હાજરી આપવાનું અને પોલીસ ઘેરામાંથી બહાર ન જવાનું છે. આ ઉપરાંત, તેમણે કાયદો અને વ્યવસ્થા જાળવવાની શરતનું પાલન કરવાનું રહેશે.
સત્ર પૂર્ણ થયા બાદ ફરી જવું પડશે જેલમાં
સત્ર પૂર્ણ થયા બાદ તેમણે ફરી વડોદરા જેલમાં હાજર થવું પડશે. જેલમાંથી બહાર આવતા જ વસાવાનું તેમના સમર્થકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ ઘટના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે, કારણ કે ફરિયાદીએ જાહેર માફીની શરતે કેસ પાછો ખેંચવાની વાત કરી છે.
શું છે સમગ્ર મામલો?
નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે 5 જુલાઈ, 2025ના રોજ ‘આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો’ (ATVT)ની સંકલન બેઠક દરમિયાન ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. સંજય વસાવાની ફરિયાદ મુજબ, ચૈતર વસાવાએ બેઠક દરમિયાન એક મહિલા અધિકારી સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, જેનો સંજય વસાવાએ વિરોધ કરતાં ચૈતરે તેમના પર મોબાઈલ ફોન અને કાચનો ગ્લાસ ફેંકી હુમલો કર્યો હતો. આ ઉપરાંત, તેમણે કાચના ટુકડા લઈને સંજય વસાવાને મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટના બાદ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ચૈતર વસાવા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 109 (હત્યાનો પ્રયાસ), 79 (મહિલાની નમ્રતાનું અપમાન), 115(2) (ઈજા પહોંચાડવી), 351(3) (ગુનાહિત ધમકી), 352 (અપમાન) અને 324(3) (સંપત્તિને નુકસાન) હેઠળ FIR નોંધવામાં આવી હતી.
જામીન અરજી નર્મદા સેશન્સ કોર્ટે નકારી કાઢી હતી
ચૈતર વસાવાની ધરપકડ બાદ તેમની જામીન અરજી નર્મદા સેશન્સ કોર્ટે 14 જુલાઈએ નકારી કાઢી હતી. કોર્ટે પ્રોસિક્યુશનની દલીલને ધ્યાને લીધી હતી કે, ચૈતર 2014થી 18 ગુનાહિત કેસમાં સામેલ રહ્યા છે અને 2023માં એક અન્ય મારામારીના કેસમાં છ મહિનાની સજા થઈ હતી, જોકે તેમને પ્રોબેશન પર મુક્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ચૈતરના સમર્થકો દ્વારા સરકારી કચેરીઓ અને જેલને નુકસાન પહોંચાડવાની ધમકીઓના ઓડિયો-વિડિયો પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેના આધારે કોર્ટે જામીન નકાર્યા હતા. ત્યારે ચૈતર વસાવાએ સેશન્સ કોર્ટના નિર્ણયને પડકારવા ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. આ જામીન અરજી પર પણ વારંવાર સુનાવણીની તારીખ પડી રહી હતી ત્યારે આખરે હાઈકોર્ટે ત્રણ દિવસ માટે જામીન આપ્યા છે.
ચૈતર વસાવા પહેલા પણ ભોગવી ચૂક્યા છે જેલવાસ
ચૈતર વસાવા સાથે આવું પહેલીવાર નથી બન્યું કે તેમને જેલમાં પુરાવવું પડયું હોય. તેમને અગાઉ પણ ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં મોકલવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:
Britain-China: બ્રિટને કઈ રીતે ચીનની પ્રાચીન સભ્યતાને અફીણના નશામાં ડૂબાડી દીધી?
Love and War controversy: ‘લવ એન્ડ વૉર’ મુશ્કેલીમાં, વિશ્વાસઘાત અને દુર્વ્યવહારની ફરિયાદ
Ahmedabad: AMCની બોટ પલટતાં ત્રણ યુવકોનું મોત, એકનો બચાવ
Afghanistan earthquake: અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં 1,400 થી વધુ લોકોના મોત, 3124 લોકો ઘાયલ
Gujarat Weather Update: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, IMD એ આપ્યું ઓરેન્જ એલર્ટ
Rajasthan: ધાર્મિક હોવાનો ઢોંગ કરતા મૌલાનાની ખૂલી પોલ, મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો વાયરલ








