
Gujarat: હવામાન વિભાગે આજે ગુજરાતમાં અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કર્યુ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અને જૂનાગઢમાં પણ અતિભારે વરસાદની આગાહી,છુટાછવાયા વિસ્તારમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા.
ગુજરાતમાં ભારેથી અતિભારે આગાહી
ગુજરાત પર એક સાથે 5 સિસ્ટમ સક્રિય હોવાથી દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી છે. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદનું જોર વધશે,હવામાન વિભાગે વરસાદની આગાહી આપી છે, સૌથી વધુ દેવભૂમી દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
કયાં કયાં પડશે વરસાદ?
સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી, ગુજરાતના તમામ તાલુકામાં જામ્યો વરસાદી માહોલ હવામાન વિભાગે 25 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. ગાજવીજ અને જોરદાર પવન સાથે ખાબકી શકે છે વરસાદ.જામનગર ,મોરબી, રાજકોટ ,પોરબંદર, જૂનાગઢ, બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડમાં ઓરેંજ એલર્ટ
ગુજરાતીઓ રહેજો સાવધાન!
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી,
પહેલીવાર 26 જિલ્લામાં એકસાથે વરસાદનું રેડ એલર્ટ, 8-8 ઈંચ કરતા પણ વધુ વરસાદની શક્યતા આખા રાજ્યમાં પૂરનો મોટો ખતરો, કામ વિના ઘરની બહાર ન નીકળવું નહીં.ગારીયાધાર શહેર અને પંથકમાં ધોધમાર વરસાદ,પરવડી ગામને જાણે પોતાના માં સમાવી લેવાની તૈયારી હોય તેવા પુરના ભારે દ્રશ્યો.
જાફરાબાદ દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવ્યું
વરસાદની સ્થિતિ જોતા હાલમાં માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ હવામાન વિભાગે જાફરાબાદ દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો:
Astrology: ભારત, મોદી, ભાજપ અને કોંગ્રેસ પર ચંદ્ર ગ્રહણની શું અસર થશે? જાણો છો સંજય ચૌધરી પાસેથી
Vadodara: ઐતિહાસિક માંડવી દરવાજાની બગડતી સ્થિતિ, પિલરનો બીજો ભાગ તૂટ્યો, પાલિકાની બેદરકારી
MP: અર્ચના તિવારી તો મોટી ખેલાડી નીકળી, ટ્રેનમાંથી ગુમ થયા પછી નેપાળ ભાગી ગઈ, જાણો પછી શું થયું?