
Gujarat Rain: હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસો માટે વરસાદની આગાહી જાહેર કરી છે. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં. આ સાથે, માછીમારોને સુરક્ષાના હેતુથી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
દક્ષિણ ગુજરાત તરફ લો પ્રેશર સિસ્ટમ
ગઈકાલે ઉત્તર આંધ્રપ્રદેશ, દક્ષિણ ઓડિશા અને પશ્ચિમ મધ્ય તથા ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હતું, જે હવે લો પ્રેશર સિસ્ટમમાં પરિવર્તિત થયું છે. આ સિસ્ટમ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ દક્ષિણ તરફ ઝૂકી રહી છે. આજે આ સિસ્ટમ દક્ષિણ ઓડિશા, ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ છત્તીસગઢમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે.
14 સપ્ટેમ્બરે યલો એલર્ટ
આજે રાજ્યમાં ભારે વરસાદની કોઈ આગાહી નથી, પરંતુ 14 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી તેમજ દમણ અને દાદરા-નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવનાને કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:
PM MODI DREAM: હીરાબાએ સપનામાં મોદીને કહ્યું “બિહારમાં મારા નામે નૌટંકી કરી રહ્યો છે”
Ahmedabad: અમદાવાદ મહિલાઓ માટે નહીં ગુનેગારો માટે “સેફ ઝોન”, પોલીસે ફરિયાદ ન લેતા મહિલાઓ વિફરી









