
Gujarat RTO: રાજ્યભરમાં ગુજરાત વાહન વ્યવહાર કચેરીના અધિકારીઓ પોતાની માંગોને લઈ હડતાળ પર ઉતરી ગયા હતા. જેથી અરજદારેને ભારે હાલાકી પડી છે. ત્યારે એવામાં સરકારે માંગો પૂરી કરવા બાંહેધરી આપતાં હડતાળ સમેટી લીધી છે. 12 વાગ્યા પછીની એપોઈમેન્ટવાળા અરજદારોની કામગીરી ચાલુ થશે.
વિરોધ કરી રહેલા RTOનાં મોટર વ્હિકલ્સ ડિપાર્ટમેન્ટનાં ટેકનિકલ ઓફિસર એસોસિયેશન દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતાં હડતાળ સાથે વિરોધ પ્રદર્શન પર ઉતરી ગયા હતા. જેઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા સરકાર તરફથી બાયંધરી અપાતા કામ પર પરત ફર્યા છે. નડિયાદ, સુરત, વડોદરા સહિતના અધિકારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા, અને પોતાની માગો માટે અડગ રહ્યા હતા. ત્યારે આજે સરકારે માગો પૂરી કરવાનું વચન આપતાં કામગીરી ચાલુ કરી છે.
ટેક્નિકલ ઓફિસર સોમવારે ‘નો લોગિન ડે’ અભિયાન સાથે કામગીરીથી અળગા રહેતા એપોઈન્ટમેન્ટ લઈને આવેલા અરજદારો પરેશાન થયા હતા. આજે પણ તમામ ઓફિસરોએ માસ સીએલ પર જવાની ચીમકી આપી હતી. જો કે, ત્યારબાદ સરકારે પ્રશ્નોનો ઉકેલ લાવવા બાયંધરી અપાતા તમામ ઓફિસર કામ પર પરત ફર્યા છે.
આ પણ વાંચોઃ Murder: આણંદ જીલ્લામાં તબેલામાં રહેતાં યુવકની દંપતિએ કરી હત્યા!, પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો હોવાનો આરોપ