
Gujarat Samachar owner Bahubali Shah arrested: ગુજરાતના અગ્રણી અને સૌથી જૂના દૈનિક અખબાર ગુજરાત સમાચારના (Gujarat Samachar) માલિક બાહુબલી શાહની (Bahubali Shah) ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં ન્યૂઝ પેપર ગુજરાત સમાચાર અને ચેનલ GSTV પર ઈડી અને ઈન્કમટેક્સએ દરોડા પાડ્યા હતા. ત્યારબાદ આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ
સૌથી પહેલા બાહુબલીભાઈ શાહને ED દ્રારા પૂછપરછ કરવા માટે લઈ જવામા આવ્યા હતા. જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ બાહુબલી શાહને તબીબી તપાસ માટે અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ગુજરાતના સમાચાર જગતમાં ભારે ખળભળાટ
મહત્વનું છે કે ગુજરાત સમાચારનું મુખ્ય મથક અમદાવાદમાં છે. અને હાલમાં આ અખબારનું સંચાલન શ્રેયાસ શાહ અને બાહુબલી શાહની માલિકી હેઠળ થાય છે. આ સિવાય આ અખબાર ગુજરાતના વિવિધ શહેરોમાં પણ પોતાની શાખા ધરાવે છે.બાહુબલી શાહની ધરપકડ પાછળના ચોક્કસ કારણો હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા નથી. પરંતુ ગુજરાતના જૂના અને જાણીતા અખબારના માલિક સામેની આ કાર્યવાહીથી ગુજરાતના સમાચાર જગતમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે.
ગુજરાત સમાચારને સરકાર દ્વારા દબાવવાનો પ્રયાસ ?
ગુજરાત સમાચારની વિશ્વસનીયતા લાખો વાચકોમાં ઊંડી છે. કારણકે ગુજરાત સમાચાર કોઈ પણ ઘટના હોય નિષ્પક્ષ અને નીડરતાથી અવાજ ઉઠાવે છે. જો સરકારથી કોઈ ચૂક થઈ હોય તો તે સરકારનું ધ્યાન પણ દોરે છે ત્યારે EDની આ કાર્યવાહીથી અનેક સવાલો ઉઠ્યા છે કે શું નીડર અને નિષ્પક્ષ ગુજરાત સમાચારને સરકાર દ્વારા દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે?
આ પણ વાંચોઃ
ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું? હવામાન વિભાગે કરી મોટી આગાહી
Jammu-Kashmir ના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર
‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?
વડોદરાની દિકરીનું અપમાન કરનાર ભાજપા નેતાએ માફી માગી, પાર્ટીએ ખખડાવ્યા! | Vijay Shah
Rajkot: 13 વર્ષની સગીરાના 33 અઠવાડિયાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, ભાઈએ આચર્યું હતું દુષ્કર્મ!
ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો | Poornam Kumar Sahu
Kheda: શેઢી બ્રિજની કામગીરી વખતે શ્રમિક 50 ફૂટ નીચે નદીમાં ખાબક્યો, થયું મોત
CJI BR Gavai: જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ નવા CJI બન્યા, કેટલો કાર્યકાળ રહેશે?
ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો
BJP નેતા દિલીપ ઘોષના પુત્રનું મોત, ફ્લેટમાંથી લાશ મળી, માતાના બીજા લગ્નથી પુત્ર શું નારાજ હતો?
Rajkot: નર્સને છરીથી રહેંસી નાખી, પાડોશીની ધરપકડ, અમદાવાદથી રાજકોટ થઈ હતી બદલી
The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF
