Gujarat: ST-SCના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન મળતાં ગુજરાતભરમાં વિરોધ, ભાજપની પાંખ જ સામે પડી

  • Gujarat
  • February 13, 2025
  • 0 Comments

Gujarat Scholarship:  સુરત, વડોદરા અને રાજકોટમાં ABVP દ્વારા ST-SCના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન મળતા હોબાળો મચી ગયો છે. ભાજપની વિદ્યાર્થી પાંખ દ્વારા રોડ-રસ્તા ચક્કાજામ કરી સરકારનો વિરોધ કર્યો છે. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે. આ દરમિયાન કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ છે.

ગુજરાત સરકારે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણય સામે વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે.   લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માગ સાથે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.

ગુજરાત સરકાર પર વિરોધના વંટોળ

જામનગર, રાજકોટ, સુરત, વડોદરા સહિત અનેક જગ્યાએ ABVP દ્વારા SC-STના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન મળતા વિરોધ નોંધવવામાં આવી રહ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વિરોધ કરી રહેલા કાર્યકરોને અટકાવવા પ્રયાસ કર્યા છે. જો કે આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે પણ ઝપાઝડપી થઈ છે. કેટલાંક કાર્યકરોને પોલીસ ઉઠાવી ગઈ છે.

 ભૂપેન્દ્ર પટેલ સરકારે 28 ઓક્ટોબરે સ્કોલરશીપ બંધ કરી હતી, આદિવાસી સમાજમાં પણ વિરોધ

સરકારના આ પગલાં સામે અગાઉ પણ ગુજરાતના અનેક ગામડાં અને તાલુકાઓમાં ઘણો વિરોધ થઈ ચૂક્યો છે. સમાજના બાળકો વધુ અભ્યાસ કરીને પગભર બની શકે તે માટે વર્ષ 2010થી એસટી વિધાર્થીઓને મેટ્રિક બાદ વધુ અભ્યાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા 75 ટકા અને રાજ્ય સરકાર દ્વારા 25 ટકા શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી. જેને ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે 28 ઓક્ટોબર 2024ના રોજ એક પરિપત્ર જારી કરીને રદ કરી દીધી હતી. સરકારના આ પગલા સામે સમસ્ત આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સરકાર એકબાજુ આદિવાસીઓની હામી હોવાની વાતો કરે છે, બીજી તરફ તેમના બાળકો ભણીગણીને આગળ ન વધી શકે તે માટે શિષ્યવૃત્તિ યોજના બંધ કરી રહી છે. આવા બેવડા ધોરણો સામે આદિવાસી સમાજ રોષે ભરાયો છે અને લડી લેવા મકક્મ છે.

આ પણ વાંચોઃ Vadodara: PhD થયેલા યુવકે મિત્રની પુત્રીને કર્યા અડપલા, પુત્રી ઓળખી ગઈ

આ પણ વાંચોઃ Exam: 27 ફેબ્રુઆરીથી ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા: પરિક્ષા આપતાં પહેલા આટલું વાચવું જરુરી!

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 3 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 7 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 15 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 5 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 13 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 11 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!