Gujarat Water Credit Scheme: પાણી બચાવો, પૈસા કમાઓ અને છેતરાઓ, ખેડૂતોની વોટર ક્રેડિટ યોજના જાહેર પણ કાર્બન ક્રેડિટના નાણા કોઈને મળ્યા નથી

  • Gujarat
  • November 24, 2026
  • 0 Comments

Gujarat Water Credit Scheme: પાણી બચાવો, પૈસા કમાઓ અને છેતરાઓ, ખેડૂતોની વોટર ક્રેડિટ યોજના જાહેર પણ કાર્બન ક્રેડિટના નાણા કોઈને મળ્યા નથી

દિલીપ પટેલ
અમદાવાદ, 24 નવેમ્બર
બનાસકાંઠાના પાયલોટ પ્રોજેક્ટ દ્વારા પાણી બચાવવા માટે પ્રોજેક્ટ કર્યો અને જૂનાગઢમાં કામ કર્યું તેને મોડેલ બનાવીને સરકાર હવે પાણી બચાવો અને પૈસા કમાઓ એવી યોજના લાવી રહી છે. તેની સામે આજે પણ લાખો ખેડૂતો અને સંસ્થાઓ કાર્બન ક્રેડિટ મેળવવા માટે વર્ષોથી રાહ જોઈ રહ્યા છે. તેમને કોઈ નાણાં આજ સુધી મળ્યા નથી.

સરકારે યોજનાનો ભ્રમ પેદા કરવાના બદલે ખરેખર તો ટપક અને ફુવારા સિંચાઈની સબસીડી વધારીને વેરા અને વ્યાજ માફી આ યોજના માટે જાહેર કરે તો ક્ષાર વગરના પાણી ધરાવતી 50 લાખ હેક્ટરમાં સિંચાઈ થઈ શકે તેમ છે. ટપક કે ફુવારાથી 60 ટકા પાણી સિંચાઈમાં બચે છે 10 ટકા ખર્ચ બચે છે અને 10 ટકા ખેત ઉત્પાદન વધે છે. તેમાં સરકાર ધ્યાન આપતી નથી. ભ્રમ પેદા કરતી નવી યોજનાઓ લાવતી રહે છે. નર્મદા યોજનામાં હાલ 5 લાખ હેક્ટરમાં સિંચાઈ થાય છે તેમાં ફુવારા કે ટપક સિંચાઈથી 3 ગણો વિસ્તાર કરી શકે તેમ છે.

બચત કરેલા પાણીને પૈસા કમાવાની યોજના બનાવી શકે છે. રાજ્ય સરકારે એક જળ ધિરાણ યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે જેમાં વ્યક્તિ, ખેડૂતો અને જળ સંરક્ષણ પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓ ક્રેડિટ્સ વેચીને પૈસા કમાઈ શકે એવી યોજના ભૂપેન્દ્ર પટેલની સરકાર .લાવી રહી છે. જેને કાર્બન ક્રેડિટ યોજના જેવા છેતરામણી યોજના માનવામાં આવે છે.

પ્રસ્તાવિત યોજના વરસાદી પાણીના સંગ્રહ, ભૂગર્ભ જળ રિચાર્જ અને જળ સંસાધનોના સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરે છે. નાણાંનું રોકાણ કરનારાઓ માટે નાણાકીય પ્રોત્સાહન પણ બનાવે છે. કાર્બન ક્રેડિટની જેમ પાણી બચાવનારા ખેડૂતોને આર્થિક વળતર (ક્રેડિટ) મળે છે.

ખેડૂત ટપક સિંચાઈ, ફુવારા પદ્ધતિ, વરસાદી પાણીનો સંગ્રહ અથવા ઓછું પાણી માંગતા પાકોની ખેતી કરીને પાણી બચાવે છે, ત્યારે બચાવેલા પાણીની ગણતરી કરીને તેમને ‘વોટર ક્રેડિટ’ આપવામાં આવે છે.
વોટર ક્રેડિટ એવી કંપનીઓ કે ઉદ્યોગોને વેચી શકે છે જેમને પોતાના પાણીના વપરાશને 1 વોટર ક્રેડિટ એટલે કે 1 હજાર લિટર બચાવેલા કે રિચાર્જ કરેલું પાણી બરાબર ગણાય છે.
નહેરમાંથી ખેતર સુધી અંડરગ્રાઉન્ડ પ્રેશરાઇઝ્ડ પાઇપલાઇન અને સ્માર્ટ સેન્સર દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે, જેથી પાણીના વપરાશનો ચોક્કસ હિસાબ રાખી શકાય અને બચત કરી શકાય.

ખેડૂતો, ગ્રામ પંચાયતો અને સ્થાનિક સંસ્થાઓ વૈજ્ઞાનિક ઢબે પાણીની બચત અને રિચાર્જિંગનો હિસાબ રાખે, તો તેઓ આંતરરાષ્ટ્રીય બજારમાં વોટર ક્રેડિટ વેચીને કમાણી કરી શકે છે.

પાકના ઉત્પાદન ઉપરાંત પાણી બચાવવા બદલ ક્રેડિટ વેચીને વધારાની રોકડ આવક મેળવી શકાય છે.
વીજળી, ખાતર અને પાણીનો ખર્ચ ઘટે છે તથા પાકની ગુણવત્તા સુધરે છે.
ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની મારફતે ટપક સિંચાઈ, વોટર કેરીંગ પાઇપલાઇન અને પાણીના ટાંકા બનાવવા માટે 50થી 75 ટકા સબસિડી આપવામાં આવે છે.

બાનાસકાંઠા જિલ્લામાં હાથ ધરવામાં આવેલા એક પાયલોટ અભ્યાસમાં આ ખ્યાલની સંભાવના દર્શાવવામાં આવી છે. ખેત તળાવો દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ અને પુનઃઉપયોગ શીર્ષક હેઠળના આ અભ્યાસમાં ડીસાના 35 ગામોમાં 109 ખેત તળાવોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

યોગ્ય જળ સંરક્ષણ પ્રવૃત્તિઓ કરતા વ્યક્તિઓ, ખેડૂતો અને અન્ય સંસ્થાઓ ક્રેડિટ વેચીને પૈસા કમાઈ શકે છે.

વરસાદી પાણીના સંગ્રહ, ભૂગર્ભ જળ રિચાર્જ અને જળ સંસાધનોના સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે.

સંચિત પાણીના માપી શકાય તેવા એકમને આર્થિક મૂલ્ય સોંપવામાં આવશે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં એક પાયલોટ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. ધાનેરા અને લાખણી તાલુકાનો પ્રોજેક્ટના તળાવોમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા લગભગ 400 મિલિયન લિટર છે. લગભગ 70 ટકા તળાવોમાં જીઓમેમ્બ્રેન લાઇનિંગ હોય છે, જ્યારે બાકીના 30 ટકા તળાવોમાં માટી અને સિમેન્ટનું લાઇનિંગ હોય છે.
આ પ્રોજેક્ટ દ્વારા 2021-22 ક્રેડિટિંગ સમયગાળા દરમિયાન 1,30,678 રે-ઇનવોટર ઓફસેટ યુનિટ (RoU) ઉત્પન્ન થયા. દરેક RoU 1,000 લિટર યોગ્ય સંચિત પાણીનું પુનઃપ્રસ્તુત કરે છે. ક્રેડિટ્સનું પ્રમાણ યુનિવર્સલ વોટર રજિસ્ટ્રીના રેઇનવોટર ઓફસેટ યુનિટ ફર્મ ઇ-વર્ક હેઠળ નક્કી કરવામાં આવ્યું હતું.
વોટર ક્રેડિટ્સ ગંદા પાણીના શુદ્ધિકરણ માટે પણ મળે છે.

કેન્દ્ર સરકારે 2023માં વોટર ક્રેડિટ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું, પરંતુ અત્યાર સુધી ફક્ત એક પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.

પાણીની તંગી
ભારતમાં માથાદીઠ પાણીની ઉપલબ્ધતા 2021માં 1,486 ઘન મીટરથી ઘટીને 2031 સુધીમાં 1,367 ઘન મીટર થવાનો અંદાજ છે. જેના કારણે દેશની જળ સુરક્ષા નોંધપાત્ર જોખમમાં મુકાઈ જશે. 2025 સુધીમાં ભારતના 15 મુખ્ય નદીમાં પાણી ઘટી જશે.
જળ વ્યવસ્થાપન પદ્ધતિ મોટાભાગે પાણીના પુરવઠામાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેથી ડેમનું સિંચાઈનું પાણી શહેરોના લોકોના પીવામાં વપરાઈ રહ્યું છે.
ભારતના મીઠા પાણીના ઉપાડના લગભગ 80 ટકા હિસ્સો ધરાવે છે. ચોખા અને શેરડી જેવા પાણી વધારે વાપરતાં પાકોમાં વપરાય છે.
જેમાં ખેડૂતો ગ્રીન વોટર ક્રેડિટ મેળવી શકે છે.

હસનપુર બંધ
ગુજરાતમાંથી એશિયાનું પ્રથમ વોટર ક્રેડિટ માર્કેટપ્લેસ લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં સ્થાનિક જળ સંરક્ષણ પ્રોજેક્ટ દ્વારા જનરેટ થયેલી ક્રેડિટનું ખરીદ-વેચાણ થઈ શકે છે. જેમાં જૂનાગઢના ગિરનારની તળેટીમાં આવેલા ઐતિહાસિક જળાશય હસનાપુર ડેમ પ્રોજેક્ટ વોટર ક્રેડિટ મેળવનાર એશિયાનો પ્રથમ ડેમ બન્યો છે.
જૂનાગઢ મહાનગરપાલિકાનો હસનાપુર ડેમ પ્રોજેક્ટ 90 લાખ પ્રમાણિત વોટર ક્રેડિટ મેળવી છે.
આર્થિક આવક ઊભી કરવાનું એક નવું મોડેલ દેશ અને એશિયા સમક્ષ રજૂ કર્યું છે.
યુનિવર્સલ કાર્બન રજિસ્ટ્રી તરફથી વોટર ક્રેડિટ સર્ટિફિકેશન પ્રાપ્ત થયું છે. UCR દ્વારા અધિકૃત એજન્સી (SQAC Certification Pvt. Ltd) એ પ્રોજેક્ટના ટેકનિકલ પાસાઓની ચકાસણી કરીને આ પ્રમાણપત્ર આપ્યું છે.

9 વર્ષમાં 10 કરોડ લિટર પાણીની બચત અને સંગ્રહ બદલ જૂનાગઢ મહાનગરપાલિકાને 90 લાખ વોટર ક્રેડિટ મળી છે.
કેટલીક વોટર ક્રેડિટનું વેચાણ કરીને મહાનગરપાલિકાએ અંદાજે રૂ. 3.25 લાખની આવક મેળવી છે.

1964માં બનેલા હસનાપુર ડેમ જૂનાગઢ શહેર નજીક ગિરનારની તળેટીમાં, ઇન્દ્રેશ્વર મહાદેવ પાસેના જંગલ વિસ્તારમાં આવેલો છે. ડેમ જૂનાગઢ શહેરની કુલ પાણીની જરૂરિયાતનો લગભગ 30 ટકા હિસ્સો પૂરો પાડે છે.
4 જુલાઈ 2022માં યોજના શરૂ કરવામાં આવી હતી.
વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ, પાણીના બગાડ પર નિયંત્રણ, બચાવેલા પાણીના જથ્થાનું ચોક્કસ માપન કરવા માટે વોટર મીટર લગાવીને વૈજ્ઞાનિક વિગતો તૈયાર કરવામાં આવ્યી હતી.

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન પાણીની ક્રેડિટ મેળવવા માટે ગુજરાતની પ્રથમ નાગરિક સંસ્થા બની હતી, તેણે પાણીના ઘટાડાને રોકવા અને ભૂગર્ભજળના સ્તરને સુધારવા માટે બોરવેલ રિચાર્જ કરવાના હેતુથી અન્ય મહત્વાકાંક્ષી વરસાદી પાણીના સંગ્રહનો પ્રોજેક્ટ પૂર્ણ કર્યો.

2024માં શહેરમાં 660 બોરવેલને રિચાર્જ કર્યા. વરસાદી પાણીના જથ્થાને માપવાનો અને શહેરમાં 10,000 ખાનગી બોરવેલને ધાબાના વરસાદી પાણીથી રિચાર્જ કરવાની હતી. જેનો સરવે કરાયો હતો.
સરેરાશ 700 મીમી વરસાદ ધારીને વાર્ષિક આશરે 5.20 કરોડ લિટર વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં મદદ કરશે. પાણીની માત્રા નક્કી કરવા માટે બોરવેલ પર મીટર નાંખવાની હતી. ફિલ્ટરેશન યુનિટ લગાવવામાં આવ્યા હતા.

પાણીનો સંગ્રહ
ગુજરાતમાં વરસાદી પાણીના સંગ્રહ માટે જળાશયો અને જળસંચય અભિયાનો દ્વારા કુલ 25,257.56  મિલિયન ક્યુબિક મીટર જેટલી મુખ્ય જળાશય ક્ષમતા છે.
સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ 13039 લાખ ઘનફૂટ જેટલી વધારાની જળસંગ્રહ ક્ષમતા ઊભી કરવામાં આવી છે.
જેમાં 2026માં 1 લાખ 25 હજાર તળાવ, ચાકડેમની સફાઈ કરીને 20789 લાખ ઘનફૂટ ક્ષમતા ઉમેરાઈ હોવાનો દાવો કરવામાં આવે છે.
શહેરોમાં વરસાદી પાણીના સંગ્રહ અને ભૂગર્ભ રિચાર્જ માટે ૪.૧૯ લાખ કિલોલિટરનો વધારો કર્યો છે. 17 મહાનગરપાલિકા, 152 નગરપાલિકાઓમાં અંદાજે 2900 રેઇનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઊભી કરીને પાણીની સંગ્રહ ક્ષમતામાં 4.19 લાખ કિલોલિટર કે જે 41.9 કરોડ લિટરનો વધારો થયો હોવાનો દાવો છે.

ડેમમાં પાણી
207 મુખ્ય જળાશયોની કુલ ડિઝાઇન સંગ્રહ ક્ષમતા 25257.56 મિલિયન ક્યુબિક મીટર (MCM) અથવા  25.26 બિલિયન ક્યુબિક મીટર) છે.
નર્મદા ડેમની સંગ્રહ ક્ષમતા 9460 MCM છે.
૨૦૬ જળાશયોમાં સૌરાષ્ટ્રમાં 141, કચ્છ 20, મધ્ય ગુજરાત 17, ઉત્તર ગુજરાત 15, દક્ષિણ ગુજરાત 13 ડેમ છે. નર્મદાને બાદ કરતાં આ બંધોની ક્ષમતા 15797.56 MCM જેટલી છે.

પાણીનો વપરાશ
ગુજરાતમાં ઘરેલુ વપરાશ માટે માથાદીઠ પાણીનો પુરવઠો અને વપરાશ ગ્રામીણ વિસ્તારોમાં માણસો અને પશુઓને રોજના 70થી 100 લિટર સરકાર આપે છે. નાના શહેરોમાં 100થી 135 લિટર, મોટા શહેરી વિસ્તારોમાં માણસો અને કુતરા માટે સરેરાશ 130થી 150 લિટર પાણી વાપરે છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગાંધીનગરના સાંસદ અમિત શાહ અને મેયરના વિસ્તારો થલતેજ, બોડકદેવ, નવરંગપુરા અને ગાંધીનગરમાં વ્યક્તિ દીઠ રોજ 250થી 275 લિટર પાણી વાપરે છે.
90 ટકા પાણી ખેતી, 10 ટકા ઘરવપરાશ, 1 ટકા પશુ, બાકીનું જંગલો અને ઉદ્યોગોમાં વપરાય છે.

પાણીની તંગી
ભારતની માથાદીઠ વાર્ષિક પાણી સરેરાશ 1486 ક્યુબિક મીટર છે, ગુજરાતમાં માથાદીઠ વાર્ષિક પાણી અંદાજે 850થી 900 ક્યુબિક મીટર છે. જે દેશ કરતાં 42 ટકા ઓછું પાણી છે.
આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ ગુજરાત રાજ્યને ‘જળ તંગી’ ધરાવતા વિસ્તારની શ્રેણીમાં મૂકે છે.
1700 ક્યુબિક મીટર સારૂં પાણી ગણાય છે. 1 હજાર ક્યુબિક મીટરથી ઓછું ગણાય છે. તેનાથી નીચે જળ તંગી આર્થિક વિકાસ અને માનવ જીવન પર અસર થવા લાગે છે.
500 ક્યુબિક મીટરથી ઓછું પાણી ગંભીર જળ સંકટ ગણાય છે.
દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં 1800થી 2 હજાર ક્યુબિક મીટર સુરક્ષિત સ્થિતિ છે.
કચ્છ અને સૌરાષ્ટ્રમાં 540થી 730 ક્યુબિક મીટર છે જે તંગીવાળો વિસ્તાર છે.
ઉત્તર ગુજરાતમાં માત્ર 342 ક્યુબિક મીટર છે જે અત્યંત ગંભીર જળ તંગીનો વિસ્તાર છે.

2030 સુધીમાં
ગુજરાતમાં દર ત્રણ વર્ષે એકવાર ઓછા વરસાદની સ્થિતિ સર્જાય છે.
2026ના ચોમાસામાં અલ-નીનોની અસરને કારણે સરેરાશ કરતાં 11 ટકા ઓછો વરસાદ પડ્યો. દ્વારકા, જામનગર, પોરબંદર જેવા જિલ્લાઓમાં 50થી 80 ટકાની ઘટ નોંધાઈ, જેનાથી ઉનાળામાં સિંચાઈ અને પીવાના પાણીની તંગીનું જોખમ વધે છે.
કેન્દ્રીય ભૂગર્ભ જળ બોર્ડના 2025ના અહેવાલ મુજબ ભૂગર્ભજળ ખેંચવાના પ્રમાણમાં 3.4 ટકાનો વધારો થયો છે. ઉત્તર ગુજરાત અને કચ્છના અમુક તાલુકાઓમાં જમીનમાં ઉતરતા પાણી કરતાં બહાર ખેંચાતું પાણી વધુ છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂગર્ભજળ વધુ ખેંચાવાથી દરિયાનું ખારું પાણી દર વર્ષે અંદાજે 2 કિલોમીટર અંદરની તરફ જમીનમાં પ્રવેશી રહ્યું છે, જે મીઠા પાણીના સ્ત્રોતોને બગાડે છે.
સરકારે 25 વર્ષમાં નર્મદા કેનાલ નેટવર્ક, સુજલામ સુફલામ યોજના, સૌની યોજના અને દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાના પ્લાન્ટ્સ દ્વારા માથાદીઠ પાણી બમણું કરીને 1700 ક્યુબિક મીટર સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
90 ટકા પાણી ખેતીમાં વપરાતું હોવાથી, ટપક સિંચાઈ અને શહેરોમાં વપરાયેલા પાણીના રિસાયક્લિંગ વિના ભવિષ્યની તંગી ટાળવી મુશ્કેલ છે.

શુક્ષ્મ સિંચાઈ
ગુજરાતમાં 2021-22થી 2025-26માં ખેડૂતોએ 5 લાખ 48 હજાર હેક્ટર ખેતરમાં ડ્રીપ અને સ્પ્રિંકલર પ સિંચાઈ અપનાવી છે. જેમાં 3 લાખ ટપક છે. ગુજરાતમાં 96 લાખ હેક્ટર ખેતરો છે, તેના 2.5 ટકા માંડ થાય છે. 55 ટકા ડ્રીપ અને 45 ટકા સ્પ્રિંકલર સિંચાઈ રહે છે.
વર્ષે માંડ 50 હજાર હેક્ટર ડ્રીપથી આવરી લેવાય છે. વર્ષે 37 હજાર ખેડૂતો અને 1 લાખ હેક્ટર થાય છે. આ રીતે યોજનાનો અમલ ચાલુ રહે તો 50 વર્ષ જેવો સમય તમામ વિસ્તારને આવરી લેવા માટે જોઈએ તેમ છે. આ સિંચાઈ એટલી સારી છે કે જ્યાં 1 વીઘામાં ખેતી થતી હોય ત્યાં 10 વીઘામાં થાય છે. જેમાં રોગ ઓછો આવે છે અને ઉત્પાદનમાં 10 ટકાવો વધારો શ્રેષ્ઠ ગુણવત્તાથી થાય છે. છતાં સરકાર અંગે વ્યાપ વધારતી નથી તે તેના પરનો 18 ટકા વેરો દૂર કરતી નથી.

૨૦ વર્ષની કુલ પ્રગતિ અને અગ્રેસર જિલ્લાઓ (૨૦૦૫ થી ૨૦૨૬)

2005થી 2026ના 20 વર્ષમાં ગુજરાતના 16.62 લાખ ખેડૂતોએ 25.47 લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ અપનાવી છે. જેમાં 9.25 લાખ ખેડૂતોએ 14.18 લાખ હેક્ટર વિસ્તારમાં ડ્રીપ સિંચાઈ લગાવેલું છે.
બનાસકાંઠામાં 3.47 લાખ હેક્ટર સુક્ષ્મ સિંચાઈ
કચ્છમાં 1.13 લાખ હેક્ટર
સાબરકાંઠામાં 1 લાખ હેક્ટર
બોટાદમાં 92 હજાર હેક્ટર
રાજકોટમાં 87 હજાર હેક્ટર
મગફળી 11.22 લાખ હેક્ટર અને કપાસ 7.63 લાખ હેક્ટર મોખરે છે. બટાટા 2.26 લાખ હેક્ટર, લીંબુ 97 હજાર હેક્ટર), કેળા અને કેરીમાં સૌથી વધુ ડ્રીપ ઇરીગેશનનો ઉપયોગ થાય છે.

બાગાયતી પાકો
ટપક અને ફૂવારાથી સિંચાઈ બાગાયતી પાકોમાં સારી રીતે થઈ શકે છે.
ગુજરાતમાં બાગાયતી પાકોનો વાવેતર વિસ્તાર 22.58 લાખ છે. જે રાજ્યના કુલ વાવેતર વિસ્તારનો આશરે 15 ટકા હિસ્સો ધરાવે છે. 20 વર્ષમાં બાગાયતી પાકોના વિસ્તારમાં 138 ટકા વધારો થયો છે. 270 લાખ ટન કૃષિ પેદાશ છે.

જેમાં શાકભાજી 8.50 લાખ હેક્ટર, મસાલા પાકો જીરું, વરિયાળી, ધાણા, લસણ, મરચાં, હળદર 7 લાખ હેક્ટર છે.
ફળોના બગીચા 4.70 લાખ હેક્ટર છે. જેમાં 84 લાખ ટન કેરી, કેળા, ચીકુ, દાડમ, જામફળ, લીંબુ, ખારેક છે.
ઔષધીય ઇસબગુલ, એલોવેરા, અશ્વગંધા, મીંઢી આવળ અને સુગંધિત પાકો 3 લાખ હેક્ટર છે.
ફૂલ પાકો 25 હજાર હેક્ટર ગુલાબ, ગલગોટા, મોગરો, લીલીની ખેતી છે.
વર્ષે સરેરાશ 60 હજાર હેક્ટર જેટલા નવા બાગીચા બને છે.
દેશમાં સૌથી વધારે વાવેતર અને ઉત્પાદન ભીંડા, જીરું, વરિયાળી, ઇસબગુલનું વાવેતર થાય છે.
દેશમાં કેળા, દાડમ, ચીકુ, બટાટા અને ડુંગળીના ઉત્પાદનમાં દેશના ટોચના સ્થાને છે.
સૂકા વિસ્તારોમાં બાગાયતી પાકોનો વિસ્તાર ઝડપથી વધ્યો છે.
22 લાખ હેક્ટર ખેતરોમાંથી 16 લાખ હેક્ટરમાં ટપક પધ્ધતિથી સારી ખેતી થઈ શકે તેમ છે. તેથી સરકારે અહીં યોજનાને સરળ બનાવીને સાધનો પરની લોનના વ્યાજ અને વેરા માફ તુરંત કરી દેવા જોઈએ તો પણ 90 ટકા પાણી બચાવી શકાય તેમ છે.

કાર્બન ક્રેડિટ
ગુજરાતમાં 2026 સુધીમાં ઔદ્યોગિક, ઊર્જા, વન અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રોજેક્ટ્સ દ્વારા અંદાજે 14.30 કરોડ કાર્બન ક્રેડિટ જનરેટ થઈ છે. જેમાં ખેડૂતો અને પરિવારોને સીધી કાર્બન ક્રેડિટ ચૂકવવામાં આવતી નથી.
ગુજરાત ક્લાઇમેટ ચેન્જ વિભાગના સત્તાવાર આંકડા મુજબ, ગુજરાતે દેશમાં સૌથી વધુ 12.63 કરોડ CER ક્રેડિટ્સ મેળવી છે. આ ક્રેડિટ્સ મુખ્યત્વે સોલાર, વિન્ડ એનર્જી, ગેસ આધારિત પાવર પ્રોજેક્ટ્સ અને ઉદ્યોગોને મળી છે.
ગુજરાતના કુલ 93 પ્રોજેક્ટ્સ નોંધાયેલા છે, જેમાંથી 51 પ્રોજેક્ટ્સને 1.67 કરોડ કાર્બન ક્રેડિટ જારી કરવામાં આવી છે.
ગુજરાતમાં હાલ મોટાભાગના કૃષિ પ્રોજેક્ટ્સમાં માપણી અને વેરિફિકેશનના તબક્કામાં છે.
ચેરના જંગલો કચ્છ, ભરૂચ અને સુરતના દરિયાકાંઠે 10 હજાર હેક્ટર વિસ્તારમાં વાવીને રૂ. 2217 કરોડના MoU કરવામાં આવ્યા છે, જેમાં દરિયાકાંઠાના સ્થાનિક સમુદાયોને ભાગીદાર બનાવવામાં આવ્યા છે. પણ ક્રેડિટ મળી નથી કે પૈસા મળ્યા નથી.
શહેરોએ કાર્બન ક્રેડિટ નોંધાવી છે પણ મળી નથી.
ગુજરાતમાં કંપનીઓ, ઉદ્યોગો અને સરકારી વિભાગોને કરોડોની સંખ્યામાં કાર્બન ક્રેડિટ મળી ચૂકી છે, પરંતુ સામાન્ય ખેડૂતો માટે આ યોજના હજુ નોંધણી કરે છે અને નાણાં ખેડૂતોને આપતી નથી.

કેટલી સફળતા
ગુજરાતમાં વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારીને ગુજરાતને ‘અર્ધ-ગંભીર’ શ્રેણીમાંથી બહાર આવીને ‘સુરક્ષિત’ શ્રેણીમાં લાવવામાં આવ્યું હોવાનો સરકારનો દાવો છે.
2009માં ગુજરાતમાં વાર્ષિક રિચાર્જ થતા પાણીની સામે 75 ટકા પાણી ખેંચાતું હતું. જળસંચયના કામોને લીધે 2025માં દર ઘટીને 56 ટકા પર આવી ગયો હોવાનો દાવો છે.
રાજ્યમાં વાર્ષિક અંદાજે 27.58 બિલિયન ક્યુબિક મીટર પાણી જમીનમાં ઉતરે છે, જેમાંથી ખેતી, ઘરેલુ અને ઔદ્યોગિક વપરાશ માટે 14.33 BCM પાણી ખેંચવામાં આવે છે.
અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ પરકોલેટિંગ વેલ અને સ્પ્રેડિંગ કેનાલ નેટવર્કને કારણે ભૂગર્ભજળના તળમાં નોંધપાત્ર સુધારો થયો હોવાનો સરકારનો દાવો છે.
છેલ્લા 8 વર્ષમાં રાજ્યની જળસંગ્રહ ક્ષમતામાં કુલ 1,38,039 લાખ ઘનફૂટનો વધારો થયો હોવાનો દાવો છે. જેમાં 2026માં એક જ વર્ષમાં 20,789 લાખ ઘનફૂટનો ઉમેરો થયો હોવાનો સરકારી દાવો છે.
આઠ વર્ષમાં કુલ 123635 જળસંચયના કામો કરાયા જેમાં 40 નવા તળાવો બનાવવા અને ઊંડા કરાયા છે. 27 હજાર ચેકડેમોમાંથી કાંપ કાઢવામાં આવ્યો, 81 હજાર કિલોમીચર નહેરો અને કાંસની સફાઈ અને 7810 ચેકડેમોનું સમારકામ કરવામાં આવ્યું હોવાનો દાવો સરકાર કરી રહી છે.
ગુજરાતમાં 25 હજાર રિચાર્જ સ્ટ્રક્ચર બનાવવાના લક્ષ્યાંક સામે સુરત જિલ્લામાં 56756 વરસાદી પાણી ઉતારવાના સ્ટ્રક્ચર તૈયાર કરીને દેશભરમાં પ્રથમ ક્રમ મેળવ્યો હોવાનો દાવો બન્ને સરકાર કરે છે.
સૌરાષ્ટ્રમાં 1.30 લાખ ચેકડેમો અને ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ સ્પ્રેડિંગ કેનાલ 337 કિમી તથા ખેતતલાવડીઓના કારણે રિચાર્જ સ્ટ્રક્ચરની આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભજળના તળ 2થી 4 મીટર સુધી ઊંચા આવ્યા અને સુકાઈ ગયેલા કૂવા ફરી જીવંત થયા હોવાનો સરકારનો દાવો છે.

આ દાવાઓ વાસ્તવમાં કેટલાં સાચા છે તે અંગે ક્યારેય કોઈ સ્વતંત્ર સંસ્થા દ્વારા સરવે કરાવાયો નથી. પણ લોકોનો અનુભવ છે કે સરકાર કહે છે અને કરે છે તેમાં માત્ર 10 ટકા સફળતા મળી છે.
ખેડૂતો, પંચાયત, શહેર, સ્વતંત્ર સંગઠનો, સામાજિક સંસ્થાઓને ફરી એક વખત ભ્રમમાં રાખવા માટે ક્રેડિટની યોજના બનાવી છે.

આ પણ વાંચો:

Related Posts

Raghavji Patel Son Land Controversy: જામનગરમાં પૂર્વ મંત્રીના પુત્રની જમીનના વળતરમાં ₹70 લાખનો વધારો? ભારતમાલા પ્રોજેક્ટ સાથે જોડાયેલા મામલે સવાલો
  • November 23, 2026

Raghavji Patel Son Land Controversy: જામનગરમાં ભારતમાલા પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની પ્રક્રિયા દરમિયાન પૂર્વ મંત્રી રાઘવજી પટેલના પુત્રની જમીનને લઈને વિવાદ ઊભો થયો છે. જમીનનો દરજ્જો ખેતીની જમીનમાંથી બિનખેતી (NA)…

Continue reading
Dholka GSPL Pipeline Protest: ધોળકાના સરગવાડામાં ગેસ પાઇપલાઇનનો વિરોધ ઉગ્ર બન્યો, AAP નેતા બ્રિજરાજ સોલંકીની અટકાયતથી રાજકીય ગરમાવો
  • November 23, 2026

Dholka GSPL Pipeline Protest: ગુજરાતમાં ખેડૂતોની જમીન અને વળતરના મુદ્દે ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાડા ગામમાં GSPL કંપની દ્વારા ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી સામે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Water Credit Scheme: પાણી બચાવો, પૈસા કમાઓ અને છેતરાઓ, ખેડૂતોની વોટર ક્રેડિટ યોજના જાહેર પણ કાર્બન ક્રેડિટના નાણા કોઈને મળ્યા નથી

  • November 24, 2026
  • 5 views
Gujarat Water Credit Scheme: પાણી બચાવો, પૈસા કમાઓ અને છેતરાઓ, ખેડૂતોની વોટર ક્રેડિટ યોજના જાહેર પણ કાર્બન ક્રેડિટના નાણા કોઈને મળ્યા નથી

SP Congress Seat Sharing: ઉત્તર પ્રદેશમાં સપા-કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીની ચર્ચા તેજ, કોંગ્રેસે 120 બેઠકો માગી

  • November 24, 2026
  • 5 views
SP Congress Seat Sharing: ઉત્તર પ્રદેશમાં સપા-કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીની ચર્ચા તેજ, કોંગ્રેસે 120 બેઠકો માગી

India Nepal Relations: ભારત-નેપાળ સંબંધોમાં નવી મજબૂતી, બાલેન્દ્ર શાહની મુલાકાત દરમિયાન ₹15,000 કરોડનું પેકેજ અને 8 કરાર

  • November 24, 2026
  • 3 views
India Nepal Relations: ભારત-નેપાળ સંબંધોમાં નવી મજબૂતી, બાલેન્દ્ર શાહની મુલાકાત દરમિયાન ₹15,000 કરોડનું પેકેજ અને 8 કરાર

Sonia Gandhi Satyaki Savarkar: સાવરકરની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો આક્ષેપ, પડપૌત્ર સાત્યકી સાવરકરે સોનિયા ગાંધીને મોકલી નોટિસ

  • November 24, 2026
  • 10 views
Sonia Gandhi Satyaki Savarkar: સાવરકરની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો આક્ષેપ, પડપૌત્ર સાત્યકી સાવરકરે સોનિયા ગાંધીને મોકલી નોટિસ

FSSAI Action Against Bisleri: બિસલેરીના પાણીના નમૂનામાં ખામી મળતાં FSSAIની કાર્યવાહી, દેશભરમાં પેકેજ્ડ વોટરની તપાસના આદેશ

  • November 23, 2026
  • 2 views
FSSAI Action Against Bisleri: બિસલેરીના પાણીના નમૂનામાં ખામી મળતાં FSSAIની કાર્યવાહી, દેશભરમાં પેકેજ્ડ વોટરની તપાસના આદેશ

Raghavji Patel Son Land Controversy: જામનગરમાં પૂર્વ મંત્રીના પુત્રની જમીનના વળતરમાં ₹70 લાખનો વધારો? ભારતમાલા પ્રોજેક્ટ સાથે જોડાયેલા મામલે સવાલો

  • November 23, 2026
  • 12 views
Raghavji Patel Son Land Controversy: જામનગરમાં પૂર્વ મંત્રીના પુત્રની જમીનના વળતરમાં ₹70 લાખનો વધારો? ભારતમાલા પ્રોજેક્ટ સાથે જોડાયેલા મામલે સવાલો