
Gujarat Weather ગુજરાતમાં હવે ધીરે ધીરે ઉનાળાની શરુઆત થતી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજથી ગરમી વધવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં અત્યારે બેવડી ઋતુની પણ અસર જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. તાજેતરમાં જો અમદાવાદ શહેરની વાત કરીએ તો અહીં દિવસના સમયે ખાસ કરીને બપોરે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. તાપમાનના નોંધાયેલા આંકડા મુજબ, અમદાવાદમાં મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી સુધી પહોંચ્યું છે. ગુજરાતમાં હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમી વધી શકે તેવી આગાહી કરી છે.
રાજ્યમાં મહત્તમ અને લઘુતમ તાપમાનને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતભરમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. આમ રાજ્યમાં શુષ્ક હવામાનની સંભાવના હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર પશ્રિમથી ઉત્તર દિશાના પવનો નીચલા સ્તરે હોવાથી તાપમાનમાં નજીવી વધઘટ જોવા મળી રહી છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના ભાગોમાં દિવસના તાપમાનમાં વધારો નોંધાયો છે. જેમાં કચ્છ-સૌરાષ્ટ્રના સામાન્ય તાપમાનથી વધુ ડિગ્રી અને અન્ય વિસ્તારોમાં તાપમાન સામાન્ય રહ્યું છે. આ શુષ્ક વાતાવરણમાં છેલ્લા પાંચ દિવસ સુધી કોઈ ફેરફાર જોવા નહીં મળે.
આ પણ વાંચોઃ UP: વિદ્યાર્થિનીઓને ઠપકો આપતાં આચાર્યને બૂકાનીધારીઓએ માર માર્યો, કરાયા હોસ્પિટલમાં દાખલ
આ પણ વાંચોઃ ભારતીય સેના ઉપર ટિપ્પણી કરવાને લઈને કોર્ટે રાહુલ ગાંધીને મોકલી નોટિસ; જાણો શું આપ્યું હતુ નિવેદન
આ પણ વાંચોઃ Rajkot: શંકરસિંહ વાઘેલાનું દારૂ અંગે નિવેદન: ઘણી જગ્યાએ બહેનો દારૂ પીવે છે, દારૂબંધી જ ખોટી!
આ પણ વાંચોઃ RAJKOT: બાળકી પર થયેલા બળાત્કારમાં સાવકા પિતા સહિત બેના નામ ખૂલ્યા, માતાએ આરોપીઓને સાથ આપ્યો