T. Raja Singh: કટ્ટર હિન્દુ નેતા ટી. રાજા સિંહ કોણ છે? જેમણે ભાજપમાંથી રાજીનામું આપતા મચ્યો ખળભળાટ!

  • India
  • June 30, 2025
  • 0 Comments

T. Raja Singh’s Resignation From BJP: તેલંગાણા ભાજપમાં હાલ ખળભળાટ મચી ગયો છે. કારણ કે ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને કટ્ટર હિન્દુત્વની છબી ધરાવતાં ગોશામહલ વિધાનસભાના ધારાસભ્ય ટી રાજા સિંહે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. તેલંગાણા ભાજપ પ્રમુખ તરીકે એન રામચંદ્ર રાવના નામ પર ભાજપે સંમતિ દર્શાવ્યા બાદ ટી રાજા સિંહે આ નિર્ણય લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટી ​​રાજા સિંહ આ નિર્ણયથી નારાજ છે.

ટી રાજા સિંહ કોણ છે?

ટી રાજા સિંહ(T. Raja Singh)નેને ટાઈગર રાજા સિંહ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ અત્યાર સુધી તેલંગાણાના ગોશામહલ વિધાનસભા મતવિસ્તારથી ભાજપના ધારાસભ્ય હતા. તેમનો જન્મ 15 એપ્રિલ 1977 ના રોજ હૈદરાબાદના ધુલેપેટ ગામમાં લોધી સમુદાયના પરિવારમાં થયો હતો. તેઓ તેમના કટ્ટર હિન્દુત્વના વિચારો માટે જાણીતા છે અને તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે.

ટી રાજા સિંહે 2009 માં તેલુગુ દેશમ પાર્ટી (TDP) થી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. આ સમય દરમિયાન તેઓ ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્ય તરીકે ચૂંટાયા હતા પરંતુ 2014 માં તેઓ ભાજપમાં જોડાયા હતા. આ પછી તેઓ 2014, 2018 અને 2023 માં ગોશામહલ વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા. તેઓ એક માત્ર ભાજપ ધારાસબ્ય હતા કે જેમણે 2018 માં, તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS, હવે BRS)વર્ચસ્વ હોવા છતાં જીત્યા હતા.

ભાજપે 2018 માં સસ્પેન્ડ કર્યા પછી પાછા પક્ષમાં લીધા

ઓગસ્ટ 2022 માં, ભાજપે ટી રાજા સિંહને પયગંબર મુહમ્મદ પરની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ સસ્પેન્ડ કર્યા હતા. આ સમય દરમિયાન તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. જો કે ઓક્ટોબર 2023 માં તેમનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું હતું અને તેમને 2023 ની તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે ગોશામહલથી ટિકિટ આપવામાં આવી હતી.

30 જૂન 2025ના રોજ, ફરી એકવાર ટી રાજા સિંહ અને ભાજપ વચ્ચે મતભેદ થયા અને તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું. હવે જોવાનું એ છે કે ભાજપ તેમને ફરીથી મનાવી શકે છે કે ટી ​​રાજા કોઈ નવી પાર્ટીમાં જોડાય છે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે શું ટી રાજા સિંહ પોતાની નવી પાર્ટી બનાવશે? આ બધા પ્રશ્નોના જવાબ ભવિષ્યમાં જ મળશે.

આ પણ વાંચો:

Related Posts

Mohan Yadav Land Deals: મોહન યાદવ પરિવારની જમીનમાં 4 વર્ષમાં મોટો વધારો? ઉજ્જૈનના જમીન સોદાઓ પર ઉઠ્યા સવાલ
  • October 2, 2026

Mohan Yadav Land Deals: મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને તેમના પરિવાર સાથે જોડાયેલા ઉજ્જૈનના જમીન સોદાઓને લઈને જૂન 2026માં પ્રકાશિત થયેલી એક તપાસે રાજ્યના રાજકારણ ઉપરાંત પ્રદેશના મીડિયા કવરેજ…

Continue reading
Ken Betwa Project Protest: 19 દિવસથી ‘ચિતા આંદોલન’ છતાં ઉકેલ નહીં, પન્નામાં અમિત ભટનાગર સહિત અનેકની ધરપકડ
  • October 2, 2026

Ken Betwa Project Protest: મધ્ય પ્રદેશના પન્ના જિલ્લામાં કેન-બેતવા નદી જોડાણ પ્રોજેક્ટ સાથે જોડાયેલા વળતર અને પુનર્વસનના મુદ્દે ચાલી રહેલું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. મઝગાંવ બંધ વિસ્તારના પ્રદર્શનકારીઓએ બુધવારે,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mohan Yadav Land Deals: મોહન યાદવ પરિવારની જમીનમાં 4 વર્ષમાં મોટો વધારો? ઉજ્જૈનના જમીન સોદાઓ પર ઉઠ્યા સવાલ

  • October 2, 2026
  • 2 views
Mohan Yadav Land Deals: મોહન યાદવ પરિવારની જમીનમાં 4 વર્ષમાં મોટો વધારો? ઉજ્જૈનના જમીન સોદાઓ પર ઉઠ્યા સવાલ

Ken Betwa Project Protest: 19 દિવસથી ‘ચિતા આંદોલન’ છતાં ઉકેલ નહીં, પન્નામાં અમિત ભટનાગર સહિત અનેકની ધરપકડ

  • October 2, 2026
  • 3 views
Ken Betwa Project Protest: 19 દિવસથી ‘ચિતા આંદોલન’ છતાં ઉકેલ નહીં, પન્નામાં અમિત ભટનાગર સહિત અનેકની ધરપકડ

SC Great Nicobar Project: ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પર સુપ્રીમ કોર્ટ પહોંચ્યું કેન્દ્ર, હાઇકોર્ટની સુનાવણી રોકવાની માંગથી સવાલ

  • October 2, 2026
  • 6 views
SC Great Nicobar Project: ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પર સુપ્રીમ કોર્ટ પહોંચ્યું કેન્દ્ર, હાઇકોર્ટની સુનાવણી રોકવાની માંગથી સવાલ

SIR પર Murli Manohar Joshi ની ટિપ્પણી, ‘દરેક સરકાર સત્તામાં ટકી રહેવા માંગે છે’

  • October 2, 2026
  • 5 views
SIR પર Murli Manohar Joshi ની ટિપ્પણી, ‘દરેક સરકાર સત્તામાં ટકી રહેવા માંગે છે’

SIR Voter List Controversy: ‘સોફ્ટવેરનું પાલન કરવું કે કાયદાનું?’ SIR મામલે બોમ્બે હાઇકોર્ટના ચૂંટણી પંચને સવાલ

  • October 2, 2026
  • 7 views
SIR Voter List Controversy: ‘સોફ્ટવેરનું પાલન કરવું કે કાયદાનું?’ SIR મામલે બોમ્બે હાઇકોર્ટના ચૂંટણી પંચને સવાલ

India Road Accident Deaths: માર્ગ અકસ્માતોમાં દરરોજ 500થી વધુ મોત, છતાં રસ્તાની સુરક્ષા પર સવાલ કેમ નહીં?

  • October 2, 2026
  • 4 views
India Road Accident Deaths: માર્ગ અકસ્માતોમાં દરરોજ 500થી વધુ મોત, છતાં રસ્તાની સુરક્ષા પર સવાલ કેમ નહીં?