ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યૂલ જાહેર; 23 ફ્રેબુઆરીએ ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર

  • Sports
  • December 24, 2024
  • 0 Comments

ICCએ ચેમ્પિયન ટ્રોફી 2025નું શેડ્યુલ મંગળવારે જાહેર કરી દીધું છે. હાઇબ્રિડ મૉડલમાં થનારી ટૂર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી શરૂ થઈને 9 માર્ચ સુધી ચાલશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ મેચ 23 ફેબ્રુઆરીએ દુબઇમાં થશે. બારત પોતાની બધી મેચ દુબઈમાં રમશે, ટીમ ઇન્ડિયાના ગ્રુપમાં બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ પણ છે.

દૂબઈમાં જ એક સેમીફાઈનલ અને ફાઇનલ પણ રમાશે. જ્યારે ટૂર્નામેન્ટની અન્ય 10 મેચો પાકિસ્તાનમાં રમાશે. ICCએ સત્તાવાર રીતે જણાવ્યું છે કે, ચેમ્પિયન ટ્રોફિ હાઇબ્રિડ મોડલમાં જ થશે. પાકિસ્તાન ટૂર્નામેન્ટનું ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, ટીમે 2017માં ભારતને ફાઈનલમાં હરાવીને ખિતાબ મેળવ્યો હતો.

બાંગ્લાદેશ વિરૂદ્ધ અભિયાન શરૂ કરશે ભારત

ભારત ગ્રુપ-એમાં છે.ટીમના ગ્રુપમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ છે. જ્યારે બીજા ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, આફ્રિકા અને અફઘાનિસ્તાન છે. 4 અને 5 માર્ચે 2 સેમીફાઈનલ હશે, જ્યારે 9 માર્ચે ફાઈનલ રમાશે.

આગામી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ 2025 સુધી યોજાશે, જેમાં કુલ 8 ટીમો બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે:

ગ્રુપ A: પાકિસ્તાન, ભારત, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ
ગ્રુપ B: દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ

ભારતીય ટીમ તેની તમામ મેચો દુબઈમાં રમશે, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની બહુપ્રતિક્ષિત મેચ 23 ફેબ્રુઆરીએ દુબઈમાં યોજાશે.

ટૂર્નામેન્ટનું સંપૂર્ણ શેડ્યૂલ નીચે મુજબ છે:

19 ફેબ્રુઆરી: પાકિસ્તાન vs ન્યુઝીલેન્ડ, કરાચી
20 ફેબ્રુઆરી: ભારત vs બાંગ્લાદેશ, દુબઈ
21 ફેબ્રુઆરી: અફઘાનિસ્તાન vs દક્ષિણ આફ્રિકા, કરાચી
22 ફેબ્રુઆરી: ઓસ્ટ્રેલિયા vs ઈંગ્લેન્ડ, લાહોર
23 ફેબ્રુઆરી: પાકિસ્તાન vs ભારત, દુબઈ
24 ફેબ્રુઆરી: બાંગ્લાદેશ vs ન્યુઝીલેન્ડ, રાવલપિંડી
25 ફેબ્રુઆરી: ઓસ્ટ્રેલિયા vs દક્ષિણ આફ્રિકા, રાવલપિંડી
26 ફેબ્રુઆરી: અફઘાનિસ્તાન vs ઈંગ્લેન્ડ, લાહોર
27 ફેબ્રુઆરી: પાકિસ્તાન vs બાંગ્લાદેશ, રાવલપિંડી
28 ફેબ્રુઆરી: અફઘાનિસ્તાન vs ઓસ્ટ્રેલિયા, લાહોર
1 માર્ચ: દક્ષિણ આફ્રિકા vs ઈંગ્લેન્ડ, કરાચી
2 માર્ચ: ન્યુઝીલેન્ડ vs ભારત, દુબઈ
4 માર્ચ: સેમિફાઈનલ 1, દુબઈ
5 માર્ચ: સેમિફાઈનલ 2, લાહોર
9 માર્ચ: ફાઈનલ, લાહોર (જો ભારત ફાઈનલમાં પહોંચશે તો દુબઈમાં યોજાશે)

ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડલમાં યોજાશે, જેમાં કેટલાક મેચો પાકિસ્તાનમાં અને કેટલાક ન્યુટ્રલ વેન્યુ પર રમાશે. ભારતીય સમય અનુસાર તમામ મેચો બપોરે 2:30 વાગ્યે શરૂ થશે

Related Posts

OLYMPICS 2028 માં ક્રિકેટનો સમાવેશ, પુરુષ અને મહિલાની 6 – 6 ક્રિકેટ ટીમો ભાગ લેશે
  • April 10, 2025

ઓલેમ્પિકમાં T20 ફોર્મેટમાં ક્રિકેટની મેચો રમાડવામાં આવશે. ઇન્ટનેશનલ ઓલેમ્પિક કમિટી દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ. Cricket in Olympics 2028 । આગામી ઓલેમ્પિક ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હોવાની સત્તાવાર જાહેરાત ઇન્ટરનેશનલ…

Continue reading
NZ vs PAK: પાકિસ્તાની બેટ્સમેન ઇમામ ઉલ હકને માથામાં બોલ વાગ્યો, મેચ અટકાવી, કેવી થઈ હાલત?
  • April 5, 2025

NZ vs PAK Player Injured: ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ODI શ્રેણીની ત્રીજી મેચમાં એક ચોકનારી ઘટના ઘટી છે. અહીં બે ઓવલ ખાતે રમાયેલી મેચમાં પાકિસ્તાની બેટ્સમેન ઇમામ ઉલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 5 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 14 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 19 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 21 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 29 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • April 29, 2025
  • 33 views
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના