ICMRનો મોટો દાવો- HMPV વાઈરસ ભારત સહિત વિશ્વભરમાં પહેલેથી જ ફેલાયેલો છે

  • India
  • January 6, 2025
  • 0 Comments
  • ICMRનો મોટો દાવો- HMPV વાઈરસ ભારત સહિત વિશ્વભરમાં પહેલેથી જ ફેલાયેલો છે

કોરોના મહામારી બાદ હવે હ્યુમન મેટાન્યૂમો વાઈરસ (HMPV) નામના વાઈરસે ચીનમાં એન્ટ્રી કરીને સૌને ડરાવી દીધા છે. હવે આ વાઈરસના ત્રણ કેસ ભારતમાં પણ નોંધાયા છે. ત્યારે હવે HMPVના વધી રહેલા જોખમ વચ્ચે ટોચની તબીબી સંસ્થા – ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)એ આજે મોટો દાવો કરતા કહ્યું કે, ‘HMPV વાઈરસ ભારત સહિત વિશ્વભરમાં પહેલેથી જ ફેલાયેલો છે.’ જો કે, તેણે એ પણ જણાવ્યું કે, ભારત શ્વસન સંબંધી બિમારીઓમાં કોઈપણ સંભવિત વધારાને નિયંત્રિત કરવા માટે તૈયાર છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે ત્રણ મહિનાની બાળકીને 3 જાન્યુઆરીના રોજ ‘બ્રોંકોન્યૂમોનિયા’થી પીડિત હતી અને તેને બેંગલુરુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તપાસ બાદ જાણવા મળ્યું હતું કે તે HMPVથી સંક્રમિત છે. આ ઉપરાંત બ્રોંકોન્યૂમોનિયાની પીડિત અન્ય એક આઠ મહિનાના બાળકને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું, તે પણ HMPVથી સંક્રમિત હોવાની જાણકારી મળી છે.

મંત્રાલયે કહ્યું કે આ બંને દર્દીઓએ કોઈ ઇન્ટરનેશનલ પ્રવાસ કર્યો નથી. ભારત સહિત ઘણા દેશોમાં વાયરસ પહેલેથી જ ફેલાયેલો છે અને વિવિધ દેશોમાંથી શ્વસન સંબંધિત રોગોના કેસ નોંધાયા છે.

આ પણ વાંચો-દિલ્હીના સીએમ આતિશી પ્રેસ કોન્ફરન્સમાં રડ્યાઃ કહ્યું- મારા પિતાને ગાળો બોલવામાં આવી; બીજેપી નેતા બિધુરીએ કહ્યું- આતિશીએ પોતાનો બાપ બદલી નાંખ્યો

ICMR HMPV ચેપના વેરિએન્ટ પર નજર રાખશે

મંત્રાલયે કહ્યું કે ICMR અને ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) નેટવર્કના ડેટાના આધારે એવું લાગે છે કે દેશમાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) અથવા ગંભીર તીવ્ર શ્વસનની બીમારી (SARI)ના કેસમાં કોઈ અસામાન્ય વધારો થયો નથી. તે તમામ ઉપલબ્ધ સર્વેલન્સ માધ્યમો દ્વારા પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને ICMR સમગ્ર વર્ષ દરમિયાન HMPV ચેપના વેરિએન્ટ પર નજર રાખશે.

આ વાયરસનો પ્રથમ કેસ વર્ષ 2001માં પહેલીવાર સામે આવ્યો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ વાયરસને લઈને કોઈ ખાસ રસી કે એન્ટીવાયરસ હજુ સુધી શોધાઈ નથી. ગંભીર કિસ્સાઓમાં ઓક્સિજન થેરેપી, નસમાં પ્રવાહી અને કોર્ટીકોસ્ટેરોઈડ્સ જેવી સારવાર આપવામાં આવે છે.

આ પણ વાંચો-ગોંડલ શહેરમાં ફરી હડકાયા કૂતરાનો આતંક, 10થી વધુ લોકોને બચકા ભર્યા

Related Posts

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ
  • August 7, 2025

 EC-BJP: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે એક ખાસ પત્રકાર પરિષદ યોજી ભાજપ અને ચૂંટણીપંચની પોલ ખોલી નાખતાં દેશના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. એક-એક પુરાવા સાથે રાહુલ ગાંધીએ બતાવ્યા છે. આ…

Continue reading
Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?
  • August 7, 2025

Indian Airports On High Alert: નવી દિલ્હી-દેશમાં આતંકી હુમલાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય ગુપ્ત એજન્જસીઓ દ્વારા માહિતી મળી છે કે ભારત પર હુમલાની તૈયારીઓ થઈ રહી છે. જેથી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

  • August 8, 2025
  • 11 views
Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

  • August 7, 2025
  • 9 views
Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

  • August 7, 2025
  • 6 views
Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

  • August 7, 2025
  • 9 views
Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

  • August 7, 2025
  • 15 views
Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

Surat: ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

  • August 7, 2025
  • 21 views
Surat:  ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ