ગૌતમ અદાણી સામે 2000 લાંચ કેસની સુનાવણી અંગે અમેરિકાનો મહત્વપૂર્ણ નિર્ણય

  • India
  • January 3, 2025
  • 0 Comments

અમેરિકામાં ગૌતમ અદાણી અને તેમના ગ્રુપ વિરૂદ્ધ ચાલી રહેલા ગુનાહિત અને લાંચના કેસની સુનાવણી અને ચુકાદો એક જ જજ સમક્ષ રજૂ કરવામાં આવશે. યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન તેમજ ન્યૂયોર્કની ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટે અદાણી ગ્રૂપના કેસની અસરકારક અને સચોટ ચુકાદા માટે એક જ જજ સમક્ષ રજૂ કરવા આદેશ આપ્યો છે.

અદાણી ગ્રૂપની અદાણી ગ્રીન એનર્જી બોર્ડના સભ્યો, પ્રમોટર્સ વિરૂદ્ધ 265 મિલિયન ડોલર (રૂ. 2000 કરોડ)ની લાંચનો આરોપ મૂકાયો છે. તેમજ અમેરિકાના રોકાણકારો સાથે છેતરપિંડી કરી હોવાનો પણ કેસ દાખલ થયો છે. આ બંને સિવિલ અને ક્રિમિનલ કેસની સુનાવણી એક જ જજ સમક્ષ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેથી બંને કેસોની અલગ-અલગ તારીખની પ્રતિકૂળ અસરો ન પડે તેમજ અસરકારક નિર્ણય લઈ શકાય.

આ પણ વાંચો-અમેરિકા: ઉડાન ભર્યાની એક જ મિનિટમાં વિમાન થયું ક્રેશ; બે લોકોના મોત અનેક ઘાયલ

અદાણી ગ્રૂપ વિરૂદ્ધ સિવિલ અને ક્રિમિનલ કેસનો ચુકાદો અને સુનાવણી યુએસ ડિસ્ટ્રિક્ટ જજ ગરૌફીસ સંભાળશે. પરંતુ બંને કેસને અલગ અલગ સાંભળવામાં આવશે. બંને કેસના ચુકાદા અને આદેશ પણ અલગ અલગ રહેશે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે સ્પષ્ટતા કરી છે કે, બંને કેસોની સંયુક્ત સુનાવણી કે ચુકાદો અપાશે નહીં.

ગતવર્ષે નવેમ્બરમાં અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા વિરૂદ્ધ છેતરપિંડી તેમજ અદાણી ગ્રીન એનર્જી માટે નવો કોન્ટ્રાક્ટ મેળવવા ભારતના અમુક સરકારી અધિકારીઓને 265 મિલિયન ડોલરની લાંચ આપી હોવાનો આરોપ મૂકાયો હતો. જો કે, અદાણી ગ્રૂપે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.

265 મિલિયન ડોલરની લાંચના આરોપમાં આંધ્રપ્રદેશનું નામ પણ બહાર આવ્યું હતું. જો કે, રાજ્યના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડૂએ ગત ગુરૂવારે જ આ મુદ્દે સ્પષ્ટતા આપતાં કહ્યું હતું કે, અદાણી ગ્રૂપ વિરૂદ્ધ મૂકવામાં આવેલા આરોપોના કોઈ પુરાવા મળ્યા નથી. તેથી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવશે નહીં. વધુમાં અદાણી ગ્રૂપ વિરૂદ્ધ આરોપો મૂકનારા યુએસ એટર્ની બ્રેઓન પીસે થોડા સપ્તાહ પહેલાં જ રાજીનામુ આપી દીધુ હતું.

અદાણી ગ્રૂપ વિરૂદ્ધ યુએસ કોર્ટની કાર્યવાહીના પગલે અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર 19 નવેમ્બરની તુલનાએ 8 ટકા તૂટ્યા છે. અદાણી ગ્રીન એનર્જી 26 ટકા તૂટ્યો હતો.

આ પણ વાંચો-દિલ્હીમાં વીર સાવરકરના નામ પર કોલેજનું નામકરમ; પીએમ મોદી આજે કરશે શિલાન્યાસ

Related Posts

Uddhav Raj Thackeray Mumbai Protest: બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ, જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મુંબઈમાં ઠાકરે બંધુઓનું મોટું પ્રદર્શન
  • October 5, 2026

Uddhav Raj Thackeray Mumbai Protest: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ વચ્ચે 4 ઓક્ટોબર, 2026ના રોજ મુંબઈમાં ‘વિરાટ ગર્જના મોરચો’ કાઢવામાં આવ્યો. શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે…

Continue reading
Teacher Shortage India: ભારતમાં 11.16 લાખ શિક્ષક પદ ખાલી, 1 લાખથી વધુ સ્કૂલ એક શિક્ષકના ભરોસે
  • October 5, 2026

Teacher Shortage India: દર વર્ષે 5 ઓક્ટોબરે વિશ્વભરમાં વિશ્વ શિક્ષક દિવસ એટલે કે World Teachers’ Day ઉજવવામાં આવે છે. શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષકોના યોગદાનને સન્માન આપવા અને શિક્ષકોની ભૂમિકા અંગે જાગૃતિ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surendranagar Disabled School Case: સુરેન્દ્રનગરની મુખબધીર શાળામાં 42 દિવ્યાંગ બાળકો પર કથિત અત્યાચાર, ગૃહ માતાની ધરપકડ

  • October 5, 2026
  • 2 views
Surendranagar Disabled School Case: સુરેન્દ્રનગરની મુખબધીર શાળામાં 42 દિવ્યાંગ બાળકો પર કથિત અત્યાચાર, ગૃહ માતાની ધરપકડ

MPLADS Grant Scam Gujarat: ગુજરાતમાં સાંસદોની કરોડોની ગ્રાન્ટમાં ગોલમાલ? ₹5 લાખના સ્માર્ટ ક્લાસ સામે માત્ર ટીવી-એન્ડ્રોઇડ બોક્સ

  • October 5, 2026
  • 3 views
MPLADS Grant Scam Gujarat: ગુજરાતમાં સાંસદોની કરોડોની ગ્રાન્ટમાં ગોલમાલ? ₹5 લાખના સ્માર્ટ ક્લાસ સામે માત્ર ટીવી-એન્ડ્રોઇડ બોક્સ

Jepur Sarpanch Husband Controversy: મહેસાણાના જેપુરમાં મહિલા સરપંચના પતિના વહીવટ અને સરકારી જમીન-ગ્રાન્ટના કથિત દુરુપયોગ અંગે ગંભીર સવાલો

  • October 5, 2026
  • 5 views
Jepur Sarpanch Husband Controversy: મહેસાણાના જેપુરમાં મહિલા સરપંચના પતિના વહીવટ અને સરકારી જમીન-ગ્રાન્ટના કથિત દુરુપયોગ અંગે ગંભીર સવાલો

Uddhav Raj Thackeray Mumbai Protest: બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ, જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મુંબઈમાં ઠાકરે બંધુઓનું મોટું પ્રદર્શન

  • October 5, 2026
  • 7 views
Uddhav Raj Thackeray Mumbai Protest: બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ, જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મુંબઈમાં ઠાકરે બંધુઓનું મોટું પ્રદર્શન

Teacher Shortage India: ભારતમાં 11.16 લાખ શિક્ષક પદ ખાલી, 1 લાખથી વધુ સ્કૂલ એક શિક્ષકના ભરોસે

  • October 5, 2026
  • 6 views
Teacher Shortage India: ભારતમાં 11.16 લાખ શિક્ષક પદ ખાલી, 1 લાખથી વધુ સ્કૂલ એક શિક્ષકના ભરોસે

Isudan Gadhvi: ગાંધીનગર મનપા ચૂંટણી પહેલાં ઈશુદાન ગઢવીના ગંભીર આક્ષેપ, ભાજપના 41 કોર્પોરેટરોના એફિડેવિટ પર ઉઠાવ્યા સવાલ

  • October 5, 2026
  • 8 views
Isudan Gadhvi: ગાંધીનગર મનપા ચૂંટણી પહેલાં ઈશુદાન ગઢવીના ગંભીર આક્ષેપ, ભાજપના 41 કોર્પોરેટરોના એફિડેવિટ પર ઉઠાવ્યા સવાલ