
IND VS BAN: અક્ષય પટેલ હેટ્રિક ચૂક્યો; રોહિતના હાથમાં કેચ સરકી ગયો
દુબઈ: બાંગ્લાદેશ સામે દુબઈમાં રમાઈ રહેલી મેચમાં ભારતીય સ્પિનર અક્ષર પટેલ હેટ્રિક ચૂકી ગયો છે. કારણ કે રોહિત શર્માના ત્રીજી વિકેટ વખતે કેચ છૂટી ગયો હતો. આ સમગ્ર ઘટના ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની બીજી મેચમાં બની હતી, જ્યાં દુબઈના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ રહી છે. રોહિત શર્માના હાથ
અક્ષર પટેલે બે બોલમાં 2 વિકેટ લીધી
આ આખી ઘટના બાંગ્લાદેશની ઇનિંગની 9મી ઓવરમાં બની હતી, જ્યારે અક્ષર પટેલ મેચમાં પોતાની પહેલી ઓવર નાખવા આવ્યો હતો. તનવીર હસનને અક્ષર પટેલે આઉટ કર્યો. બોલ તેના બેટની ધારથી લાગીને વિકેટ પાછળ કેએલ રાહુલના ગ્લોવ્સમાં ગયો, પરંતુ અમ્પાયર પોલ રીફેલે લાંબા સમય સુધી વિચાર કરીને માથું હલાવ્યું અને આંગળી ઉંચી કરી અને કેચ આઉટ આપ્યો હતો.
આ પછી તંજીદ રિવ્યુ લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ તેનો રિવ્યુ લેવાનો સમય પૂરો થઈ ગયો હતો. આ પછી મુશફિકુર રહીમ ક્રીઝ પર આવ્યો. તે પણ અક્ષરના બોલ પર કેએલ રાહુલના હાથે કેચ આઉટ થયો હતો, જેની મદદથી અક્ષરે બે બોલમાં બે વિકેટ લીધી અને હેટ્રિક સુધી પહોંચી ગયો પરંતુ રોહિતને કારણે તે હેટ્રિક ચૂકી ગયો.
#RohitSharma selfish Rohit Sharma dropped a sitter to deny Axar Patel a hattrick
FFs man how do anyone drop thatselfless Rohit Sharma 🤡#IndvsBan #ChampionsTrophy2025 #RohitSharma pic.twitter.com/oZOiizDHS6
— FactVomit (@FactVomit) February 20, 2025
અક્ષર પટેલ હેટ્રિક ચૂકી ગયો, રોહિતે કેચ છોડી દીધો
હવે ત્રીજા બોલે કેચ તો ઉછ્યો પરંતુ રોહિતે સ્લિપમાં કેચ છોડી દીધો. ખેલાડીઓ કે ચાહકો એક ક્ષણ માટે પણ આ વાત પર વિશ્વાસ કરી શક્યા નહીં. પરંતુ રોહિત હતાશ થઈ જાય છે અને બોલને મેદાન પર ફેંકી દે છે અને અક્ષરની હાથ જોડીને માફી માંગે છે. આ ખૂબ જ ખરાબ છે. આ સ્તરે સ્લિપ કેચર માટે આ કેચ સરળ હતો
આ મેચમાં ટોસ હાર્યા બાદ ભારતે પ્રથમ બોલિંગ કરી અને બાંગ્લાદેશે 16 ઓવરમાં 65/5 પર રમી રહ્યું હતું. શમી અને અક્ષરે 2-2 વિકેટ લીધી, જ્યારે હર્ષિત રાણાએ એક વિકેટ લીધી. રોહિત શર્માના હાથમાંથી કેચ છૂટ્યા પછી ચાહકો સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.
ગુજરાતમાં ગરમીનો પારો ચઢવાની હવામાન વિભાગે કરી આગાહી; જાણો શું કહ્યું?









