
India-Australia ODI series: ભારત-ઓસ્ટ્રેલિયા વનડે શ્રેણી ખૂબ જ રોમાંચક રહેશે,પરંતુ શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ઓસ્ટ્રેલિયા 2-1થી જીતશે તેવો એરોન ફિન્ચનો દાવો છે.
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન એરોન ફિન્ચે આગાહી કરી છે કે ભારત-ઓસ્ટ્રેલિયા વનડે શ્રેણી ખૂબ જ રોમાંચક રહેશે, પરંતુ શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ઓસ્ટ્રેલિયા 2-1થી જીતશે.
ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન શુભમન ગિલ માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ તેમના કરિયરનો સૌથી મોટો ટેસ્ટ બનવા જઈ રહ્યો છે.તાજેતરમાં જ પસંદગીકારોએ રોહિત શર્માને વનડે કેપ્ટનશીપ પરથી દૂર કરીને શુભમનને ટીમની કમાન સોંપી દીધી છે.આ નિર્ણય ટીમ ઈન્ડિયાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હશે, પરંતુ તેનાથી ક્રિકેટ જગતમાં અનેક ચર્ચા ચાલી રહી છે.આ બધા વચ્ચે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન એરોન ફિન્ચે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
ફિન્ચે કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ મેચની ODI શ્રેણી “રોમાંચક” રહેશે, પરંતુ ઓસ્ટ્રેલિયા 2-1 થી શ્રેણી જીતશે.તેમણે કહ્યું, “ભારત સામે રમવું હંમેશા શાનદાર હોય છે,વિરાટ કોહલીની વાપસી ચોક્કસપણે ટીમ ઈન્ડિયાનો આત્મવિશ્વાસ વધારશે, પરંતુ ઓસ્ટ્રેલિયા ઘરઆંગણે ખૂબ જ મજબૂત ટીમ છે. પરંતુ મારું માનવું છે કે ઓસ્ટ્રેલિયા આ શ્રેણી જીતશે.”
ફિન્ચે શુભમન ગિલની કેપ્ટનશીપ ક્ષમતાઓની પ્રશંસા કરતા કહ્યું કે તેણે આઈપીએલ (ગુજરાત ટાઇટન્સ) અને ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં નેતૃત્વ કૌશલ્ય દર્શાવ્યું છે. જોકે, તેમણે એ પણ નોંધ્યું કે ODI માં કેપ્ટનશીપ કરવી એક અલગ પડકાર હશે. તેમણે કહ્યું, “શુબમન પોતાને શાંત અને વિચારશીલ નેતા સાબિત કરી ચૂક્યો છે, પરંતુ ઓસ્ટ્રેલિયાની પરિસ્થિતિઓ અલગ છે. અહીંનો માહોલ જુદો છે, તેમણે વ્યૂહાત્મક રીતે મજબૂત બનવું પડશે.”
ફિન્ચે એ પણ સ્વીકાર્યું કે શુભમન ગિલને રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓનો ટેકો મળશે, જે તેના માટે મોટી રાહત હશે. તેણે વધુમાં કહ્યું, “ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી દરમિયાન, શુભમન પાસે મેદાન પર સલાહ આપવા માટે કોઈ સિનિયર ખેલાડી નહોતા, પરંતુ આ વખતે, તેની સાથે રોહિત અને વિરાટ બંને હશે, જે તેને અનુભવ અને આત્મવિશ્વાસ આપશે. બંને ખેલાડીઓ ટીમને આગળ લઈ જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”
જોકે, BCCI એ શુભમન ગિલની પસંદગી કરી સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તે હવે યુવા કેપ્ટનો અને ભવિષ્યની યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
શુભમન ગિલને ODI ટીમની કમાન સોંપવી એ આ દિશામાં એક મોટું પગલું માનવામાં આવે છે તેવે સમયે હવે બધાની નજર તેના પર છે કે ગિલ ઓસ્ટ્રેલિયા સામેની તેની પ્રથમ ODI કેપ્ટનશીપ ઝુંબેશમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કેવી રીતે કરે છે.
આ પણ વાંચો:
Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત, કેટલા તબક્કામાં, ક્યારે થશે મતદાન?
પત્રકારો ભ્રષ્ટ થવા પાછળ આખરે જવાબદાર કોણ?| Journalism | Corruption Part – 2
UP: 75 વર્ષિય સંગરુ રામના લગ્ન પછી થયેલા મોત અંગે મોટો ખૂલાસો, કારણ જાણી ચોકી જશો!








