
Abrar Ahmed Controversial Statement: ભારતીય ક્રિકેટ ટીમે 2025ના એશિયા કપમાં પાકિસ્તાનને ત્રણ વખત હરાવતા પાકિસ્તાની ટીમ નારાજ થઈ ગઈ છે અને ભારતીય ક્રિકેટર વિરુદ્ધ મનફાવે તેમ નિવેદન કરી રહયા છે. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન, પાકિસ્તાની ખેલાડીઓ તેમના અભદ્ર વર્તન માટે સમાચારમાં રહ્યા હતા ત્યારે હવે, ટુર્નામેન્ટના પત્યા પછી પણ આવા નિવેદન કરતા રહે છે, જેમાં અબરાર અહેમદે ભારતીય ક્રિકેટર વિશે ફરીથી એક એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે,જેનાથી સનસનાટી મચી છે.
તાજેતરમાં પૂર્ણ થયેલા એશિયા કપ 2025 માં અબરાર અહેમદ પાકિસ્તાન ટીમનો ભાગ હતો અને પાકિસ્તાનની ટીમ ફાઇનલમાં ભારત સામે હારી ગઈ હતી,દરમિયાન એક ઇન્ટરવ્યુ વખતે અબરાર અહેમદને પૂછવામાં આવ્યું કે,”જો તમે બોક્સિંગ કરી રહ્યા હોવ અને તમારી સામે કોઈ એવો સ્પર્ધક હોય કે જેના પર તમને સૌથી વધુ ગુસ્સો આવતો હોય તેવો કોણ સ્પર્ધક હોય શકે ? જે બોક્સિંગમાં તમારી સામે હોય” ત્યારે આ સવાલના જવાબમાં, અબરાર અહેમદે કહ્યું,
“હા જરૂર હું બોક્સિંગ કરવા માંગુ છું અને મારી સામે ભારતીય ક્રિકેટર શિખર ધવન ઉભો હોય! હું તેને મુક્કો મારવા માંગુ છું!” પાકિસ્તાની સ્પિનર અબરાર અહેમદે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવન વિશે આ રીતે આપેલા વિવાદાસ્પદ નિવેદનને લઈ હોબાળો મચી ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પહેલગામ હુમલા પછી શિખર ધવને ખુલ્લેઆમ પાકિસ્તાનની ટીકા કરી હતી, તે એવા ખેલાડીઓમાંનો એક હતો જેમણે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ મેચમાં પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કર્યો હતો. શાહિદ આફ્રિદી સાથે તેની શાબ્દિક બોલાચાલી પણ થઈ હતી.
નોંધનીય છે કે શિખર ધવન હાલમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે અને હવે તે ફક્ત થોડી લીગમાં જ રમે છે,જેઓએ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં પાકિસ્તાન સામે કુલ નવ મેચ (સાત વનડે અને બે ટી20આઈ) રમી છે.
પાકિસ્તાન સામે સાત વનડેમાં, ધવને 380 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે.
જ્યારે અબરાર અહેમદે એશિયા કપ 2025 માં પાકિસ્તાન માટે બધી સાત મેચ રમી હતી, જેમાં તેણે ફક્ત છ વિકેટ લીધી હતી. તેણે ભારત સામે ત્રણ મેચમાં ફક્ત બે વિકેટ લીધી હતી.
દરમિયાન અબરાર અહેમદે ભારતીય ક્રિકેટર શિખર ધવન વિશે કરેલા વિવાદાસ્પદ નિવેદનને લઈ પાકિસ્તાની ક્રિકેટરોની વરવી માનસિકતા છતી થઈ છે.
આ પણ વાંચો:
અંડર-19 રમવા માટે 15 લાખ જોઈએ । રોહિત શર્મા, સહેવાગ, શિખર ધવન, ઇશાંત શર્મા અને ચહલના કોચનો ઘટસ્ફોટ
IND vs ENG: શુભમન ગિલ-યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ, 93 વર્ષ પછી ઈંગ્લેન્ડમાં બની આ સિદ્ધિ
UP: 75 વર્ષિય સંગરુ રામના લગ્ન પછી થયેલા મોત અંગે મોટો ખૂલાસો, કારણ જાણી ચોકી જશો!










