
IND vs AUS ODI: ભારત સામેની ODI શ્રેણી પહેલા,ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ એક વીડિયો વાયરલ કરી ભારતીય ખેલાડીઓની મજાક ઉડાવી હતી. વિડિયોમાં તેઓ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાના ટીમ ઈન્ડિયાના નિર્ણયની મજાક ઉડાવતા નજરે પડી રહયા છે,આ વીડિયો વાયરલ થતાં યુઝર્સ ભડકયા છે અને ઓસ્ટ્રેલિયા ખેલાડીઓની આ હરકત માટે સોશિયલ મીડિયામાં જુદી જુદી કૉમેન્ટ્સનો મારો શરૂ થયો છે.
AUS players pre-India clip mocks India no-handshake theatre vs Pak. Why Aussie media & players laughing at stance sold as national pride? @BCCI @JayShah @GautamGambhir @narendramodi @ICC @MithunManhas @vikrantgupta73 @rawatrahul9 @mufaddal_vohra @PadmajaJoshi @ShivAroor pic.twitter.com/lSbuyhEcui
— Maham Fazal (@MahamFazal_) October 14, 2025
ભારતીય ક્રિકેટ ટીમ ODI શ્રેણી માટે ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે, જેની પહેલી મેચ 19 ઓક્ટોબરે પર્થમાં રમાવાની છે. જોકે, આ પહેલા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ભારતીય ખેલાડીઓના પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાના નિર્ણયની મજાક ઉડાવવામાં આવી રહી છે.
એશિયા કપ 2025 દરમિયાન, સૂર્યકુમાર યાદવ અને તેમની ટીમે પાકિસ્તાન સામે રમવાનું નક્કી કર્યું પરંતુ તેમની સાથે હાથ ન મિલાવવાનું નક્કી કર્યુ હતું. જો કે, આ ફક્ત પાકિસ્તાન ખેલાડીઓ પૂરતું જ હતુ, ભારતીય ખેલાડીઓએ અન્ય ટીમોના ખેલાડીઓ સાથે હાથ પણ મિલાવ્યા હતા અને મળ્યા પણ હતા.
ટીમ ઈન્ડિયાનો આ નિર્ણય ખેલાડીઓની ભાવનાઓ સાથે જોડાયેલો હતો, કારણ કે તેઓ નહોતા ઇચ્છતા કે ખેલાડીઓ ભારતમાં આતંકવાદ ફેલાવતા દેશ સાથે જોડાય. તે પહેલગામ હુમલાના વિરોધમાં પણ હતું. જોકે, ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ ભારતીય ખેલાડીઓની મજાક ઉડાવી અને તેનો એક વિડીયો બનાવી શેર કર્યો હતો.
મહત્વનું છે કે ભારત ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર કુલ આઠ મેચ રમશે. ત્રણ વનડે મેચ પછી પાંચ મેચની ટી20 શ્રેણી રમાશે. આ વીડિયો કાયો સ્પોર્ટ્સના સોશિયલ મીડિયા પેજ પર શેર કરવામાં આવ્યો હતો. તેમાં, એન્કર કહે છે, “આપણે બધા જાણીએ છીએ કે ભારત વિજય તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ અમે તેની એક મોટી નબળાઈ ઓળખી કાઢી છે. અમે જાણીએ છીએ કે તેઓ પરંપરાગત હાથ મિલાવવાના ચાહક નથી,તેથી અમે તેમને આ રીતે રોકી શકીએ છીએ.
એક મહિલા ક્રિકેટરે તો અયોગ્ય હાવભાવ પણ કર્યો, જેને બ્લર કરવો પડ્યો. વધુમાં મેક્સવેલ, મિશેલ માર્શ અને એલિસા હીલી જેવા ક્રિકેટરો પણ વીડિયોમાં દેખાયા, જેમણે ભારતીય ખેલાડીઓનું સ્વાગત કેવી રીતે કરવું તે અંગે સૂચનો આપ્યા.
ભારત-ઓસ્ટ્રેલિયા વનડે ટીમ આ મુજબ છે
ટીમ ઈન્ડિયા: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (ઉપ-કેપ્ટન), અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રખ્યાત કૃષ્ણ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ.
ઓસ્ટ્રેલિયા: મિશેલ માર્શ (કેપ્ટન), ઝેવિયર બાર્ટલેટ, એલેક્સ કેરી, કૂપર કોનોલી, બેન દ્વારશુઇસ, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, મિશેલ ઓવેન, મેટ રેનશો, મેથ્યુ શોર્ટ, મિશેલ સ્ટાર્ક, મેથ્યુ કુનેમેન અને જોશ ફિલિપ.
દરમિયાન ODI શ્રેણી પહેલા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની બેશરમી જોવા મળી અને ‘હાથ મિલાવવા નહીં’ વિવાદની મજાક ઉડાવવી; વીડિયો વાયરલ કરતા આ પ્રકરણમાં વિવાદ ઉભો થયો છે.
આ પણ વાંચો:
Supreme Court: ક્રિકેટની રમત હવે એક ધંધો બની ગયો, જાણો કોર્ટે આવું કેમ કહ્યું?
Passport: વિશ્વના ટોપ 10 દેશોના શક્તિશાળી પાસપોર્ટ યાદીમાંથી US બહાર ફેંકાયું, સિંગાપુરે મારી બાજી
Pankaj Dheer: મહાભારતના ‘કર્ણ’ પંકજ ધીરનું અવસાન, 68 વર્ષની વયે કેન્સર સામે ‘જંગ’ હર્યા










