
World Powerful Passport Singapore: વિશ્વના દેશો માટે મનફાવે તેમ નિયમો બનાવી રહેલા ટ્રમ્પને યુએસ પાસપોર્ટ મામલે મોટો ફટકો પડ્યો છે,યુએસને પહેલી વાર હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 રેન્કિંગે વિશ્વના ટોચના 10 પાસપોર્ટની યાદીમાંથી બહાર કરી દીધું છે. અગાઉ, યુએસ પાસપોર્ટ 10મા ક્રમે હતો, પરંતુ હવે તે ઘટીને 12મા ક્રમે આવી ગયો છે. યુએસ વિઝા નીતિઓ અને વૈશ્વિક રાજદ્વારી ફેરફારોએ તેના રેન્કિંગને અસર કરી હોવાનું મનાય છે.
દર વખતની જેમ આ વખતે પણ સિંગાપોરે બાજી મારી છે અને નંબર વન શક્તિશાળી પાસપોર્ટ સિંગાપોરનો રહ્યો છે. સૌથી મજબૂત પાસપોર્ટ હોવાથી સિગોપોરના પાસપોર્ટ પર 130થી વધુ દેશમાં વીઝા વગર જઈ શકાય છે. યુએસ વિઝા નીતિઓ અને વૈશ્વિક રાજદ્વારી ફેરફારોએ તેના રેન્કિંગને અસર કરી છે.
એક સમયે વિશ્વનો સૌથી શક્તિશાળી ગણાતો યુએસ પાસપોર્ટ, હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સની ટોચની 10 યાદીમાંથી પહેલીવાર બહાર નીકળી ગયો છે. 20 વર્ષ પહેલાં શરૂ થયેલી રેન્કિંગમાં અમેરિકા હવે 12મા સ્થાને આવી ગયું છે,હવે તેનું સ્થાન મલેશિયા સમકક્ષ થઈ ગયું છે યુએસ અને મલેશિયા બંનેને 180 દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશ મળે છે.
આ ઘટાડો વૈશ્વિક રાજદ્વારી અને વિઝા નીતિઓમાં ફેરફારનું પરિણામ છે જેના કારણે યુએસ પાસપોર્ટની શક્તિ ઘટી ગઈ છે, દુનિયાના દેશો સામે આડેધડ નિયમો બનાવી રહેલાં યુએસ પ્રેસિડન્ટને પાસપોર્ટના રુપમાં મોટો ઝટકો લાગ્યો છે.
ઘણા દેશોએ અમેરિકનો માટે વિઝા આવશ્યકતાઓ કડક કરી છે. બ્રાઝિલે એપ્રિલમાં વિઝા-મુક્ત પ્રવેશ સ્થગિત કર્યો હતો. ચીને પણ અમેરિકાને તેના વિઝા-મુક્ત કાર્યક્રમમાંથી બાકાત રાખ્યું હતું. ભારત, વિયેતનામ, પાપુઆ ન્યુ ગિની, સોમાલિયા અને મ્યાનમાર જેવા દેશોએ તેમના વિઝા નિયમો કડક કર્યા છે, જેના કારણે યુએસ પાસપોર્ટની મજબૂતાઈ પર અસર પડી છે. હેનલી એન્ડ પાર્ટનર્સના ચેરમેન ક્રિશ્ચિયન કેલિને જણાવ્યું હતું કે આ સ્પષ્ટપણે વૈશ્વિક શક્તિના લેન્ડસ્કેપમાં પરિવર્તન દર્શાવે છે.
ભારતનો વૈશ્વિક પ્રભાવ વધ્યો છે, અને તેની અસર હવે તેના પાસપોર્ટમાં પણ પ્રતિબિંબિત થઈ રહી છે. ભારતે તાજેતરમાં ફિલિપાઇન્સ અને શ્રીલંકા જેવા દેશો સાથે વિઝા-પ્રી અને વિઝા-ઓન-અરાઇવલ કરારો પર હસ્તાક્ષર કર્યા છે. ભારત 8 રેન્ક ઉપર આવ્યું છે. ભારતના પાસપોર્ટ પર 59 દેશોમાં વિઝા વગર જઈ શકાય છે.
બ્રિટિશ પાસપોર્ટ પણ બે સ્થાન નીચે આવી આઠમા સ્થાને આવી ગયો છે મહત્વનું છે કે 2015માં બ્રિટન પ્રથમ ક્રમે હતું. એ જ રીતે 2015માં ચીન 94મા ક્રમે હતું, પરંતુ નવી યાદીમાં તે 64મા ક્રમે આવી ગયુ છે. ચીન પાસે 76 દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશ છે. રશિયા, દક્ષિણ અમેરિકન, યુરોપિયન અને ગલ્ફ દેશો સાથે વિઝા-મુક્ત કરારો થયા છે.
આ પણ વાંચો:
Ahmedabad: સેશન્સ કોર્ટના જજ પર બેવાર જુતું ફેંકાયું, શું છે કારણ?
Pankaj Dheer: મહાભારતના ‘કર્ણ’ પંકજ ધીરનું અવસાન, 68 વર્ષની વયે કેન્સર સામે ‘જંગ’ હર્યા










