Statement: ભારતે ચીનને દુશ્મન માનવું બંધ કરવું જોઈએ: સામ પિત્રોડાના નિવેદનથી વિવાદ

  • India
  • February 18, 2025
  • 0 Comments

Statement controversy: કોંગ્રેસ નેતા સામ પિત્રોડા ફરીએકવાર વિવાદમાં આવ્યા છે. સામ પિત્રોડાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ચીન તરફથી ધમકી ઘણીવાર અતિશયોક્તિપૂર્ણ હોય છે. તેમણે કહ્યું કે ભારતે ચીનને દુશ્મન માનવું બંધ કરવું જોઈએ. જોકે આ નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. ભાજપે તેમની પ્રતિક્રિયા પર આકરા પ્રહાર કર્યા છે, અને સામ પિત્રોડાને જવાબ આપ્યો છે. ભાજપે આ નિવેદન પર કોંગ્રેસ પાર્ટી પર ‘ચીન પ્રત્યે ઝનૂની આકર્ષણ’ હોવાનો આરોપ લગાવ્યો છે.

ચીન દ્વારા ઉભા કરાયેલા ખતરાનો જવાબ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પિત્રોડાએ કહ્યું હતુ કે બધા દેશોએ સહયોગ કરવો જોઈએ અને લડવાનું બંધ કરવું જોઈએ. શરૂઆતથી જ અમારો અભિગમ સંઘર્ષાત્મક રહ્યો છે અને આ વલણ દુશ્મનો પેદા કરે છે, જેમને દેશમાં સમર્થન મળે છે. પિત્રોડાએ કહ્યું કે આપણે આ માનસિકતા બદલવાની જરૂર છે અને એવું માનવું બંધ કરવાની જરૂર છે કે ચીન પહેલા દિવસથી જ દુશ્મન રહ્યું છે. વાસ્તવમાં, પિત્રોડાએ આ વાત એક પ્રશ્નના જવાબમાં કહી હતી.

ભાજપે આપ્યો જવાબ

પિત્રોડાના નિવેદન પર ભાજપે પ્રતિક્રિયા આપી છે. ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે સામ પિત્રોડાએ કોંગ્રેસ પાર્ટીના ચીન સાથેના કરારનો ખુલ્લેઆમ પર્દાફાશ કર્યો છે. ગંભીર વાત એ છે કે સામ પિત્રોડાએ જે કંઈ કહ્યું છે તે ભારતની ઓળખ, રાજદ્વારી અને સાર્વભૌમત્વ માટે ખૂબ જ ઊંડો પ્રહાર છે. ભાજપના નેતાએ કહ્યું કે રાહુલ ગાંધીએ વિદેશમાં પણ આવા જ ઘણા નિવેદનો આપ્યા છે.

આ પણ વાંચોઃ Gujarat Election Result Live: જૂનાગઢમાં ગિરીશ કોટેચાના પુત્રની હાર, ચોરવાડના વોર્ડ નં-8માં કોંગ્રેસ MLA વિમલ ચૂડાસમાની હાર

આ પણ વાંચોઃ Murder: કર્ણાટકમાં ઘરના મોભીએ પરિવારના 3 લોકોને ઝેર આપી મારી નાખ્યા, પોતે પણ કર્યો આપઘાત  

આ પણ વાંચોઃ રાજકોટ: મહિલા દર્દીઓની તપાસના વિડિયો યુટ્યુબ પર અપ્લોડ કરતાં તપાસના આદેશ, જીલ્લાની હોસ્પિટલો પર તવાઈ

Related Posts

Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું
  • August 7, 2025

Jammu-Kashmir: જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં આજે એક મોટો અકસ્માત થયો છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)થી ભરેલું એક બંકર વાહન ખીણમાં પડી ગયુ. આ અકસ્માતમાં ત્રણ સૈનિકોના મોત થયા છે.…

Continue reading
UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!
  • August 7, 2025

UP Crime: દેશમાં વારંવાર માનવ સમાજને ન શોભે તેવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના રામપુરથી પ્રકાશમાં આવી છે. સંબંધોની બધી હદો પાર કરીને એક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

  • August 7, 2025
  • 5 views
Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 18 views
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી

  • August 7, 2025
  • 9 views
Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી

UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 31 views
UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!

Karachi Airport: કોન્ડોમમાંથી બનાવેલી પ્લેટમાં ખાવાનું પીરસ્યું, ગ્રાહક બરાબરનો ભડક્યો, વીડિયો વાયરલ

  • August 7, 2025
  • 17 views
Karachi Airport: કોન્ડોમમાંથી બનાવેલી પ્લેટમાં ખાવાનું પીરસ્યું, ગ્રાહક બરાબરનો ભડક્યો, વીડિયો વાયરલ

Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો

  • August 7, 2025
  • 31 views
Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો