
સોમવારે સુપ્રીમ કોર્ટમાં વકીલ રાકેશ કિશોરે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. સવારના સત્ર દરમિયાન તે વકીલે ચીફ જસ્ટિસ બીઆર ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા કર્મચારીઓ દ્વારા તે વકીલને તાત્કાલિક કોર્ટરૂમની બહાર લઈ જવામાં આવ્યા. ત્યારે હુમલાની દેશભરમાં ભારે ટીકા થઈ રહી છે. કારણ કે ન્યાયના મંદિરમાં આવી હુમલાની ઘટના બને તો સમાન્ય જગ્યાઓએ શું સ્થિતિ થશે હશે?,
આ પછી બાર કાઉન્સિલે સોમવારે તાત્કાલિક અસરથી કેસના આરોપી વકીલ રાકેશ કિશોરને સસ્પેન્ડ કરી દીધા. CJI એ કોર્ટરૂમમાં હાજર કોર્ટ અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓને ઘટનાને અવગણવા અને દોષિત વકીલ રાકેશ કિશોરને ચેતવણી આપ્યા પછી જવા દેવા કહ્યું.
હુમલા પાછળું શું છે કારણ?
રાકેશ કિશોરનો આ ક્રોધ સીજેઆઈ બી.આર. ગવાઈના 16 સપ્ટેમ્બર, 2025ના રોજના ટિપ્પણીઓથી ઉદ્ભવ્યો હતો. તે દિવસે સુપ્રીમ કોર્ટની બેન્ચ (સીજેઆઈ ગવાઈ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની અધ્યક્ષતામાં)એ મધ્ય પ્રદેશના ખજુરાહોમાં જવારી મંદિરમાં નુકસાન પામેલા ભગવાન વિષ્ણુની સાત ફૂટના મૂર્તિના પુનર્નિર્માણ અને પુનઃસ્થાપના માટે દાખલ કરાયેલી પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (પીઆઈએલ)ને નકારી કાઢી હતી. કોર્ટે તેને “પબ્લિસિટી ઇન્ટરેસ્ટ લિટિગેશન” ગણાવીને નકારી દીધી હતી, કારણ કે આ મુદ્દો આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારક્ષેત્રમાં આવે છે.
સીજેઆઈ કહ્યું હતુ કેૃ “આ શુદ્ધપણે પબ્લિસિટી ઇન્ટરેસ્ટ લિટિગેશન છે… જાઓ અને દેવતાને જ પૂછો કે તે કંઈક કરે. જો તમે કહો છો કે તમે લોર્ડ વિષ્ણુના મજબૂત ભક્ત છો, તો તમે પ્રાર્થના કરો અને ધ્યાન કરો.” આ ટીપ્પણી બાદ વકીલ રાકેશ કિશોરે હુમલાનો પ્રયાસ કર્યો.
મને કોઈ પસ્તાવો નથી: જૂતું ફેંકનાર વકીલ
વકીલે કહ્યું કે ઉચ્ચ પદ ઉપર બેઠેલા ન્યાયાધીશ ગરિમા ચુક્યા છે તેઓએ સનાતન ધર્મનું અપમાન કર્યું છે જેનું મને દુઃખ છે! સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ બીઆર ગવઈ પર જૂતું ફેંકનાર વકીલ રાકેશ કિશોરે કહ્યું છે કે તેમને પોતે કરેલા કૃત્ય માટે કોઈ અફસોસ નથી. તેમણે કહ્યું, “CJI એ પોતાની ટિપ્પણીથી સનાતન ધર્મની મજાક ઉડાવી. તેમની ટિપ્પણીથી મને દુઃખ થયું છે.”
પોતાની નારાજગી વ્યક્ત કરતા વકીલ રાકેશ કિશોરે કહ્યું કે જ્યારે પણ સનાતન ધર્મ સંબંધિત કોઈ કેસ આવે છે ત્યારે સુપ્રીમ કોર્ટ આવા આદેશો આપે છે. મહત્વનુ છે કે સીજેઆઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યા બાદ આરોપી એડવોકેટ રાકેશ કિશોરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વકીલ રાકેશ કિશોરે કહ્યું, હું નશામાં નહોતો તેમની કાર્યવાહી સામે મારી પ્રતિક્રિયા હતી. મેં જે કર્યું તેનો ન તો મને ડર લાગે છે કે ન તો પસ્તાવો થાય છે.
બીજી તરફ વકીલની આ હરકતનો વિરોધ થઈ રહ્યો છે કારણ કે સનાતન ધર્મ કોર્ટમાં આ રીતે હુમલાનો પ્રયાસ કરવાનું શીખવાડતો નથી. એક વકીલ થઈને આવા હુમલાનો પ્રયાસ કરે તે કેટલું યોગ્ય કહેવાઈ?
ત્યારે આ જ મુદ્દે જુઓ વીડિયો
આ પણ વાંચો:
CJI BR Gavai: જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ નવા CJI બન્યા, કેટલો કાર્યકાળ રહેશે?
Surat: ભાડાના મકાનમાં મહિલાએ જીવન ટૂંકાવી લેવા મામલે મોટો ખૂલાસો, મકાન માલિકનો ભાઈ મહિલાને…










