ધ સિટી ડિસ્ટ્રોયરના કારણે ભારતને મૂક રિસ્ક ઝોનમાં; ચીને પાણી પહેલા બાંધી પાળ

  • India
  • February 17, 2025
  • 0 Comments
  • ધ સિટી ડિસ્ટ્રોયરના કારણે ભારત રિસ્ક ઝોનમાં; ચીને પાણી પહેલા બાંધી પાળ

ભારતનો સમાવેશ ‘રિસ્ક ઝોન’માં કરવામાં આવ્યો છે. કોઈ નવો વાયરસ કે પછી યુદ્ધ નથી થઈ રહ્યું, પરંતુ એક અવકાશી એસ્ટ્રોઈડને લઈને પૃથ્વી ઉપર સંકટ ઊભો થયો છે. ખાસ કરીને ઈન્ડિયા અને તેની આસપાસના કેટલાક દેશો ઉપર પણ ખતરો મંડરાઈ રહ્યો છે. નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) તેમજ યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) દ્વારા એક વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. એસ્ટ્રોઇડ 2024 YR4 પૃથ્વીની ખૂબ જ નજીકથી પસાર થઈ રહ્યો છે.

આ ગ્રહ પૃથ્વી સાથે અથડાય તેવો ચાન્સ પહેલા એક ટકા હતો. પરંતુ હવે એ ડબલ થઈને બે ટકા થઈ ગયો છે. આ એસ્ટ્રોઇડને ‘ધ સિટી ડિસ્ટ્રોયર’ તરીકે ઓળખવામાં આવે છે અને એની પહોળાઈ 40થી 100 મીટર છે.

રિસ્ક કોરિડોર અને ક્યાં થશે વધુ અસર?

NASA અને ESAનું કહેવું છે કે એસ્ટ્રોઇડ પૃથ્વી સાથે ન અથડાઈ એવા ચાન્સ ખૂબ વધારે છે. પરંતુ તે છતાં બે ટકા ચાન્સ છે કે અથડાઈ શકે. આ માટે તેમના દ્વારા રિસ્ક કોરિડોર પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિસ્ક કોરિડોરમાં એવા દેશનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમના પર તેની અસર થઈ શકે. NASAના કેટાલિના સ્કાઈ સર્વે પ્રોજેક્ટના ડેવિડ રેન્કિન દ્વારા કહેવામાં આવ્યું છે કે રિસ્ક કોરિડોરમાં સાઉથ અમેરિકા થી શરૂ થઈ પેસિફિક ઓશનથી લઈને સાઉથર્ન એશિયા અને આફ્રિકાનો સમાવેશ થાય છે. આ કોરિડોરમાં ઈન્ડિયા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, યૂથોપિયા, નાઇજિરિયા, સુડાન, વેનેઝુએલા, એક્વાડોર, અને કોલમ્બિયા નો સમાવેશ થાય છે.

ધ સિટી ડિસ્ટ્રોયરને કરવામાં આવી રહ્યો છે ટ્રેક

2024 YR4 એટલો મોટો એસ્ટ્રોઇડ નથી જે પૃથ્વી સાથે અથડાયો હતો ત્યારે ડાયનોસર્સની પ્રજાતીનો નાશ થયો હતો, પરંતુ નાનો એસ્ટ્રોઇડ પણ અથડાય તો પણ તે ખૂબ જ મોટું નુકસાન પહોંચાડી શકે છે. આથી વિજ્ઞાનીઓ તેમનાથી શક્ય હોય એટલી તમામ માહિતી ધ સિટી ડિસ્ટ્રોયર વિશે મેળવી રહ્યાં છે. ESAનું કહેવું છે કે આ એસ્ટ્રોઇડ બહુ જલદી દેખાવું બંધ થઈ જશે અને 2028માં તે ફરીથી જોવા મળશે.

રશિયા-યુક્રેન યુદ્ધ: અમેરિકા અને રશિયા વચ્ચે વાતચીત ક્યારે શરૂ થશે?

આ એસ્ટ્રોઇડ વિશે શક્ય હોય એટલી તમામ માહિતી મેળવવા માટે સૌથી પાવરફુલ ટેલિસ્કોપ જેવા કે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ માટે તેને માર્ચ અને મે મહિનામાં ખાસ ઓબ્ઝર્વ કરવામાં આવશે કારણ કે ત્યારે તેને પૃથ્વી પરથી સારી રીતે જોઈ શકાશે. તેને હાલમાં ટોરિનો ઈમ્પેક્ટ હેઝર્ડ સ્કેલના આધારે લેવલ ૩ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ લેવલ પર ઓબ્જેક્ટને ખૂબ જ નિકટતાથી ઓબ્ઝર્વ અથવા તો ટ્રેક કરવામાં આવે છે.

પેન-સ્ટાર્સ ટેલિસ્કોપ વડે આ એસ્ટ્રોઇડને કરાઇ રહ્યો છે ટ્રેક

2024ની 27 ડિસેમ્બરે ચિલેના રિયો હુર્ટાડોમાં ATLAS ટેલિસ્કોપ દ્વારા પહેલી વાર આ એસ્ટ્રોઇડને શોધવામાં આવ્યો હતો. તેને જ્યારથી શોધવામાં આવ્યો ત્યારથી આજ સુધી તેની સાઈઝમાં કોઈ ફેરફાર થયો નથી. વેબ ટેલિસ્કોપમાં ઇન્ફ્રારેડ લાઈટનો સમાવેશ થાય છે અને તે એસ્ટ્રોઇડ દ્વારા જે ગરમી ઉત્પન્ન કરવામાં આવે છે તે મુજબ ચોક્કસ માહિતી આપી શકે છે.

ન્યૂ મેક્સિકોમાં આવેલી મેગ્ડાલેના રિજબ ઓબ્ઝર્વેટરીના ડેનિશ ટેલિસ્કોપ, ચિલેમાં આવેલા ખૂબ જ મોટા ટેલિસ્કોપ વડે અને હવાઈમાં આવેલા પેન-સ્ટાર્સ ટેલિસ્કોપ વડે આ એસ્ટ્રોઇડને ટ્રેક કરવામાં આવી રહ્યું છે. આ એસ્ટ્રોઇડને એપોલો-ટાઈપ ઓબ્જેક્ટની કેટેગરીમાં મૂકવામાં આવ્યો છે એટલે કે આ એસ્ટ્રોઇડની ઓરબિટ પૃથ્વીની ઓરબિટને ક્રોસ કરી શકે છે.

એસ્ટ્રોઇડની ઓરબિટ

એસ્ટ્રોઇડનો સૂર્યથી સૌથી દૂરનો ભાગ 4.180 એસ્ટ્રોનોમિકલ યુનિટ, સૂર્યથી સૌથી નજીકનો ભાગ 0.8515 એસ્ટ્રોનોમિકલ યુનિટ અને સેમિ મેજર એક્સિસ 2.5159 એસ્ટ્રોનોમિકલ યુનિટ છે. આ એસ્ટ્રોઇડનો ઓરબિટ પિરિયડ 1457.61 દિવસ એટલે કે 3.991 વર્ષ છે.

પૃથ્વીની સૌથી નજીક ક્યારે આવશે?

એસ્ટ્રોઇડ 2024 YR4 પહેલીવાર પૃથ્વીની નજીક 2024ની 24 ડિસેમ્બરે આવ્યો હતો. ત્યારે તેનું પૃથ્વીથી અંતર 8,28,800 કિલોમીટર હતું. તે બીજી વાર પૃથ્વીની સૌથી નજીક 2028ની 17 ડિસેમ્બરે આવશે એવું કહેવામાં આવે છે. આ વખતે તેનો પૃથ્વીથી અંતર ખૂબ જ ઓછું હશે અને 2032ના ડિસેમ્બરમાં તે પૃથ્વી સાથે અથડાઈ શકે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

પૃથ્વી સાથે અથડાય તો શું થઈ શકે?

આ એસ્ટ્રોઇડ જો પૃથ્વી સાથે અથડાયો તો તેની ભયાનક અસર થઈ શકે છે. આ એસ્ટ્રોઇડ 8 મેગાટન્સ TNT જેટલી અસર કરી શકે છે. એટલે કે હિરોશિમા પર જે એટમિક બોમ્બ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, તેના કરતાં 500 ગણી વધુ અસર કરી શકે છે. આ એસ્ટ્રોઇડ જ્યાં અથડાશે તેની આસપાસના 50 કિલોમીટરના અંતરમાં તેની અસર થઈ શકે છે. જો એ પૃથ્વી સાથે અથડાયો તો સમગ્ર શહેરનો નાશ કરી શકે છે અને એથી જ એને સોશિયલ મીડિયા પર ધ સિટી ડિસ્ટ્રોયર તરીકે ઓળખવામાં આવી રહ્યો છે.

ચીને પાણી પહેલા બાંધી પાળ

ચીન હાલમાં રિસ્ક કોરિડોરમાં નથી, પરંતુ તેમ છતાં તે ડિફેન્સ સિસ્ટમ બનાવવાની શરૂઆત કરી દીધી છે. ચીનની સ્ટેટ એડમિનિસ્ટ્રેશન ઓફ સાયન્સ, ટેક્નોલોજી એન્ડ ઇન્ડસ્ટ્રી ફોર નેશનલ ડિફેન્સ દ્વારા આ માટે એક ટીમ બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આ ટીમ માટે તેમણે ભરતી પણ શરૂ કરી દીધી છે અને તેમાં યુવાનોને તક આપવામાં આવી રહી છે. આ નોકરી માટે તેમની જરૂરીયાત પણ ખૂબ જ વિમાન છે.

આ માટે અરજી કરનાર વ્યક્તિ 35 વર્ષથી નીચેનો હોવો જોઈએ એવૉ સમજી શકાય છે. પરંતુ તેમની અન્ય એક જરૂરીયાત એ પણ છે કે અરજી કરનાર વ્યક્તિના વિચારો હાલની ચીનની રાજકીય પાર્ટી ચાઇનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીને સમર્થન આપતા હોવા જોઈએ અને ચીનના પ્રેસિડન્ટ શિ જિંગપિંગના વિચારોને આવકારતા હોવા જોઈએ.

આ ટીમનું કામ પૃથ્વીની નજીક આવનારા એસ્ટ્રોઇડ વિશે પહેલાં માહિતી આપવાની અને તેને સતત ટ્રેક કરવાનું છે. ચીન દ્વારા ગયા વર્ષે તેમની નિયર-અર્થ એસ્ટ્રોઇડ ડિફેન્સ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી હતી. ચીન પર કોઈ પણ એસ્ટ્રોઇડ ન અથડાય તે માટે આ સિસ્ટમ કામ કરે છે અને અથડાવાની સ્થિતિમાં શું કરવું એનો પ્લાન પણ આ સિસ્ટમ દ્વારા બનાવવામાં આવશે. નાસાએ 2021ના નવેમ્બરમાં ડબલ એસ્ટ્રોઇડ રિડાયરેક્શન ટેસ્ટ મિશન લોન્ચ કર્યું હતું. 2022ના સપ્ટેમ્બરમાં તેમના દ્વારા એસ્ટ્રોઇડ ડિમોર્ફોસ પર આ ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેઓ સફળ પણ રહ્યાં હતાં. તેમ જ ચીને પણ પોતાની ડિફેન્સ સિસ્ટમ ઊભી કરી છે.

આ પણ વાંચો-Surat: નવરાત્રીમાં બળાત્કાર ગુજારનાર આરોપીઓને સજા મળતાં ગૃહમંત્રીએ શું કહ્યું?

  • Related Posts

    H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?
    • December 13, 2025

    H3N2 Virus: બ્રિટનમાં દેખાયેલો H3N2 વાયરસ પાકિસ્તાન સુધી પ્રસરી ગયો છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, આ વાયરસ ઈન્ફલ્યુએન્ઝા A નો એક પ્રકાર છે,જેને સબક્લેડ K તરીકે ઓળખવામાં આવે છે,તેમાં…

    Continue reading
    Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!
    • December 13, 2025

    Tariff-News: અમેરિકાના ત્રણ ડેમોક્રેટિક સાંસદોએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (યુએસ કોંગ્રેસનું નીચલું ગૃહ) માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પર ૫૦ ટકા ટેરિફને પડકારતો ઠરાવ રજૂ કર્યો છે. તેમનો દલીલ છે કે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    MNREGA: મોદી સરકારે મનરેગા યોજનાનું નામ બદલી નાખ્યું! શુ ફેર પડશે?જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે શુ કહ્યું?

    • December 14, 2025
    • 5 views
    MNREGA: મોદી સરકારે મનરેગા યોજનાનું નામ બદલી નાખ્યું! શુ ફેર પડશે?જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે શુ કહ્યું?

    Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

    • December 14, 2025
    • 11 views
    Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

    Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

    • December 14, 2025
    • 10 views
    Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

    Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

    • December 14, 2025
    • 16 views
    Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

    Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

    • December 14, 2025
    • 30 views
    Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

    Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

    • December 13, 2025
    • 7 views
    Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી