
ભારતે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે અને આજે દેશને તેનું પ્રથમ સ્વદેશી અદ્યતન ફાઇટર એરક્રાફ્ટ મળ્યું છે. ભારતના સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ, તેજસ Mk1A એ આજે શુક્રવારે (17 ઓક્ટોબરે) સફળતાપૂર્વક આકાશમાં ઉડાન ભરી હતી.
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ના નાસિક ફેક્ટરીમાંથી તેજસનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. LCA (લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ) માટે HAL ની ત્રીજી પ્રોડક્શન લાઇન અને HTT-40 ટ્રેનર એરક્રાફ્ટ માટે બીજી પ્રોડક્શન લાઇનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
તેજસ એ 4.5 પેઢીનું મલ્ટી રોલ ફાઇટર જેટ છે, જે હવાઈ સંરક્ષણ અને જમીન બન્ને પર હુમલો કરવા માટે સક્ષમ છે. ભારતીય વાયુસેના પાસે પહેલાથી જ તેજસ વિમાન છે, પરંતુ તેજસ Mk1A એક અદ્યતન વર્ઝન છે જેમાં ઘણી નવી તકનીકો અપડેટ કરવામાં આવી છે. તેજસે છેલ્લા કેટલાક વર્ષોમાં ટ્રાયલ ઉડાનો ભરી છે,હવે તે સંપૂર્ણપણે તૈયાર છે.
તેજસ વિમાનનો પહેલો જથ્થો રાજસ્થાનના બિકાનેરમાં આવેલા નલ એર બેઝ પર તૈનાત કરવામાં આવશે, જે પાકિસ્તાન સરહદની નજીક વ્યૂહાત્મક રીતે સ્થિત છે. આ ફાઇટર જેટની એક વિશેષતા તેની પાંખો પર નવ મિસાઇલ ફિટ કરી શકાય છે. બ્રહ્મોસથી લઈને એસ્ટ્રા મિસાઇલો સુધીની મિસાઇલોથી સજ્જ થશે.
દરેક તેજસ માર્ક-1A ની સરેરાશ કિંમત ₹600 કરોડ છે. આ ફાઇટર જેટની ગતિ 2222 કિલોમીટર પ્રતિ કલાક છે, જે અવાજની ગતિ કરતા લગભગ બમણી છે. તેની રેન્જ 3,000 કિમી સુધીની છે. તે પર્વતીય યુદ્ધ માટે પણ ખૂબ જ ઉપયોગી છે, જેના કારણે તેને “સુપર જેટ” ઉપનામ મળ્યું છે.
નોંધનીય છે કે વાયુસેનાએ ગયા મહિને, 26 સપ્ટેમ્બરના રોજ તેના કાફલામાંથી MiG-21 ને નિવૃત્ત કર્યું હતું. IANS અનુસાર, HAL કહે છે કે તેજસ Mk1A ના તમામ પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ થયા છે.
આ ફાઇટર જેટ બ્રહ્મોસ સહિત વિવિધ સ્વદેશી શસ્ત્રોથી સજ્જ હશે. તેજસ Mk1A ની ગતિ 2,200 કિમી/કલાકથી વધુ છે જે તેજસ ફાઇટર એરક્રાફ્ટનું એક અદ્યતન વર્ઝન છે. તેમાં એવિઓનિક્સ અને રડાર સિસ્ટમ્સ અપગ્રેડ કરવામાં આવી છે. ભારતનું સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ, તેજસ Mk1A, ઘણી આધુનિક ટેકનોલોજીઓથી સજ્જ છે અને તેમાં હવામાંજ રિફ્યુઅલિંગનો વિકલ્પ પણ છે. જે ભારતીય વાયુસેનાની તાકાત બનશે જેનાથી પાકિસ્તાનમાં ફફડાટ છે.
આ પણ વાંચો:
Botad: બોટાદ કડદા વિરુદ્ધ ‘કડક’ આંદોલન, AAP નેતા રાજુ કરપડા-પ્રવીણ રામની ધરપકડ








