
ભારતે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાને કડક શબ્દોમાં કડક શબ્દોમાં કહી દીધું છે કે પાકિસ્તાને PoK(Pakistan Occupied Kashmir) ખાલી કરવું પડશે. પાકિસ્તાન PoK પર ગેરકાયદેસર રીતે કબજો કરી રહ્યું છે. મંગળવારે ભારતે શાંતિ જાળવણી સુધારાઓ પર સંયુક્ત રાષ્ટ્રની ચર્ચામાં જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો વારંવાર ઉઠાવવા બદલ પાકિસ્તાનને આડે હાથ લીધું હતુ. સુરક્ષા પરિષદમાં બોલતા, યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ પરવથાનેની હરીશે કહ્યું પાકિસ્તાનના વારંવાર જમ્મુ અને કાશ્મીરના નિવેદનો અયોગ્ય છે, તેમણે સ્પષ્ટ કરી દીધુ કે આ પ્રદેશ “ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશા રહેશે.”
‘ પાકિસ્તાનને ગેરકાયદેસર કબજો ખાલી કરાવવો જ જોઇએ’
રાજદૂત પાર્વથાનેની હરીશે કહ્યું ‘પાકિસ્તાનના પ્રતિનિધિએ ફરી એકવાર ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર પર અયોગ્ય ટિપ્પણી કરી છે.’ આવા વારંવારના સંદર્ભો તેમના ગેરકાયદેસર દાવાઓને કાયદેસર ઠેરવતા નથી અને ન તો તેમના રાજ્ય-પ્રાયોજિત સરહદ પારના આતંકવાદને ન્યાયી ઠેરવે છે. તેમણે પાકિસ્તાનને કકડ શબ્દોમાં કહ્યું છે કે તે તેના “સંકુચિત અને વિભાજનકારી એજન્ડા” ને આગળ વધારવા માટે ફોરમનું ધ્યાન “વિચલિત” કરવાનો પ્રયાસ ન કરે. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં “ગેરકાયદેસર રીતે કબજો” કરી રહ્યું છે અને તેણે “આ વિસ્તાર ખાલી કરવો” જોઈએ.
ભારત સારા સંબંધો ઇચ્છે છે, પણ
સુરક્ષા પરિષદમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષાના ભવિષ્ય પર ચર્ચા દરમિયાન પાકિસ્તાની વડાપ્રધાનના ખાસ સહાયક સૈયદ તારિક ફાતમી દ્વારા જમ્મુ અને કાશ્મીર પર આપેલા નિવેદન બાદ ભારતના કાયમી પ્રતિનિધિ પરવથાનેની હરીશે પાકિસ્તાને જવાબ આપ્યો હતો. ભારતે કહ્યું છે કે તે પાકિસ્તાન સાથે સામાન્ય પડોશી સંબંધો ઇચ્છે છે, પરંતુ આવા સંબંધો માટે આતંક અને દુશ્મનાવટને દૂર કરવાની જવાબદારી ઇસ્લામાબાદની છે.
પીએમ નરેન્દ્ર મોદીએ પણ પાકિસ્તાનને ખખડાવ્યું હતુ
તાજેતરના પોડકાસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પાકિસ્તાન સાથે શાંતિ સ્થાપિત કરવાના દરેક પ્રયાસ કરવામાં આવ્યા હતા. પરંતુ જો કે તેણે છેવટે દુશ્મનાવટ અને વિશ્વાસઘાત કર્યો છે. અમેરિકા સ્થિત પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથેની વાતચીતમાં, તેમણે યાદ કર્યું કે તેમણે 2014 માં તેમના શપથ ગ્રહણ સમારોહ માટે તેમના પાકિસ્તાની સમકક્ષ નવાઝ શરીફને ખાસ આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું, ‘તે આમંત્રણ સદ્ભાવનાનો સંકેત હતો.’ આ એક એવો રાજદ્વારી સંકેત હતો જે દાયકાઓમાં ક્યારેય જોવા મળ્યો નથી. તેમણે આતંકવાદને પ્રોત્સાહન આપવામાં પાકિસ્તાનની લાંબા સમયથી ચાલતી ભૂમિકા પર પણ પ્રશ્ન ઉઠાવ્યો અને ભાર મૂક્યો કે વિશ્વને હવે કોઈ શંકા નથી કે આતંકવાદના મૂળ ક્યાં છે?
POK શું છે?
POK એટલે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર). આ જમ્મુ અને કાશ્મીરનો એક ભાગ છે, જે 1947માં ભારત-પાક યુદ્ધ બાદ પાકિસ્તાને કબજે કર્યો. ભારત તેને પોતાનો અભિન્ન હિસ્સો માને છે. POKને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે: આઝાદ જમ્મુ અને કાશ્મીર (AJK) અને ગિલગિટ-બાલ્ટિસ્તાન. તેની રાજધાની મુઝફ્ફરાબાદ છે. આ વિસ્તાર લગભગ 13,297 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે અને તેની વસ્તી આશરે 46 લાખ છે. POKનું શાસન પાકિસ્તાનના નિયંત્રણમાં છે, પરંતુ ત્યાંની આર્થિક અને સામાજિક સ્થિતિ નબળી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલે છે.
ભારત અને પાકિસ્તાન POK માટે લડી રહ્યા છે તેનાં મુખ્ય કારણો
- ઐતિહાસિક દાવો: 1947માં ભારત-પાક વિભાજન વખતે જમ્મુ અને કાશ્મીરના મહારાજા હરિ સિંહે ભારત સાથે જોડાવાનો નિર્ણય લીધો હતો. પરંતુ પાકિસ્તાને આ વિસ્તાર પર હુમલો કરીને POKનો હિસ્સો કબજે કર્યો. ભારત તેને પોતાનો અભિન્ન ભાગ માને છે, જ્યારે પાકિસ્તાન તેને “આઝાદ કાશ્મીર” ગણાવે છે.
- રણનીતિક મહત્વ: POK ભૌગોલિક રીતે મહત્વનું છે. ગિલગિટ-બાલ્ટિસ્તાન ચીન સાથે જોડાયેલું છે અને તેમાંથી ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) પસાર થાય છે. ભારત માટે આ વિસ્તાર સુરક્ષા અને સરહદી નિયંત્રણ માટે જરૂરી છે.
- પાણીના સ્ત્રોત: POKમાંથી સિંધુ, ઝેલમ અને ચિનાબ જેવી મોટી નદીઓ નીકળે છે, જે ભારત અને પાકિસ્તાન બંને માટે પાણીનો મુખ્ય સ્ત્રોત છે. આના નિયંત્રણ માટે બંને દેશોમાં તણાવ છે.
- રાજકીય અને રાષ્ટ્રવાદી મુદ્દો: ભારત માટે POK પર દાવો રાષ્ટ્રીય અખંડિતતાનું પ્રતીક છે, જ્યારે પાકિસ્તાન તેને કાશ્મીરીઓની “આઝાદી” સાથે જોડે છે અને પોતાના રાજકીય એજન્ડા માટે ઉપયોગ કરે છે.
- આંતરરાષ્ટ્રીય દબાણ: POKનો મુદ્દો બંને દેશો વચ્ચે યુદ્ધો (1947, 1965, 1999) અને તણાવનું કારણ રહ્યો છે. ચીનની સંડોવણીએ પણ તેને જટિલ બનાવ્યો છે.
ટૂંકમાં ભારત POKને પોતાનો કાયદેસર હિસ્સો માને છે અને પાકિસ્તાન તેના પર કબજો જાળવી રાખવા માગે છે, જેનાથી આ વિવાદ ચાલુ રહે છે.
આ પણ વાંચોઃ Delhi Budget 2025: દિલ્હીનું પહેલીવાર 1 લાખ કરોડનું બજેટ, મુખ્યમંત્રીની જાહેરાત, જાણો વધુ
આ પણ વાંચોઃ Solar eclipse: શનિવારે ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો જોવા મળશે
આ પણ વાંચોઃ અમદાવાદ-મુંબઈનો રેલવ વ્યવહાર પુનઃ શરુ, વટવા નજીક ક્રેન તૂટી પડી હતી | Crane collapses
આ પણ વાંચોઃ કપટલીલા કરી મહિલાને પગમાં માલીશ કરનાર ભૂવાનો પર્દાફાશ, છોટા ઉદેપુરમાં બીજો ભૂવો પકડાયો | Chhota Udepur Bhuvo